Vishvambhari Mataji : વલસાડમાં આવેલું વિશ્વંભરી માતાનું આ મંદિર ત્રણેય લોકોની એક સાથે અનુભૂતિ કરાવે છે.

Vishvambhari Mataji : વલસાડમાં આવેલું વિશ્વંભરી માતાનું આ મંદિર ત્રણેય લોકોની એક સાથે અનુભૂતિ કરાવે છે.

Vishvambhari Mataji : અદભુત, અલૌકિક અને અકલ્પનીય એવું આ ધામ કોઈપણ આર્કિટેકટ કે એન્જીનીયરની મદદ લીધા વગર માત્ર ૯૦ દિવસમાં જ મહાપાત્રજીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલું છે.

Vishvambhari Mataji : વલસાડ જિલ્લાના અંતરિયાળ એવા રાબડામા મા વિશ્વંભરીનું અલૌકિક ધામ આવેલું છે.  માત્ર 90 દિવસમાં નિર્માણ પામેલુ આ ધામ ધર્મ અને આધ્યાત્મિકતાની સાથે સાથે સામાજિક સુધારણા અને વૈદિક સંસ્કૃતિના જતન સાથે સંસ્કારોનું પણ સિંચન કરી રહ્યું છે. આકાશ ,પાતાળ અને પૃથ્વીના એક જ જગ્યાએ દર્શન કરી સ્વર્ગમાં વિહરવાની અનુભૂતિ કરવી હોય તો એકવાર માં વિશ્વંભરીધામની અચૂક મુલાકાત લેવી પડે.

વિશ્વક્ક્ષાનું ધામ 

Vishvambhari Mataji : ભગવાન વિષ્ણુના અવતારોમાંના એક એવા પરશુરામની કર્મભૂમિ તેમજ પ્રકૃતિના અનુપમ સૌંદર્યથી ભરપૂર નાનકડા રાબડા ગામમાં મા વિશ્વંભરીનું ધામ આવેલું છે.અદભુત, અલૌકિક અને અકલ્પનીય એવું આ ધામ કોઈપણ આર્કિટેકટ કે એન્જીનીયરની મદદ લીધા વગર માત્ર ૯૦ દિવસમાં જ મહાપાત્રજીના માર્ગદર્શન હેઠળ નિર્માણ પામેલું છે.

વિશ્વક્ક્ષાનું આ ધામ જગતમાં પ્રસરનારી પ્રરેક વૈચારિક-આધ્યાત્મિક ક્રાંતિનું કેન્દ્ર બની રહ્યું  છે અને ટૂંક જ સમયમાં   જગતના જ્ઞાન-ભક્તિ–કર્મનો સોનેરી ઉજાસ પાથરી ભવસાગર પાર કરવા આતુર મરજીવા માટે દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે..

મા વિશ્વંભરીને અનંત બ્રહ્માંડના રચયિતા અને સમગ્ર સૃષ્ટિના સર્જનહાર માનવામાં આવે છે. બ્રહ્મા-વિષ્ણુ-મહેશને ઉત્પન્ન કરનારા મા એ જ સુક્ષ્માતિસુક્ષ્મ જીવોથી માંડીને મહાકાય પશુઓની, રજકણથી માંડીને હિમાલયથી વિરાટ પર્વતમાળાઓની, જળના એક ટીપાથી માંડીને સાતે મહાસાગરની, નાનકડા વાદળથી માંડીને તારા-ગ્રહો-નિહારિકાઓને સમાવતા આકાશની રચના કરી છે.

સમગ્ર સૃષ્ટિની શક્તિ મા વિશ્વંભરીની દિવ્ય અનુભૂતિ કરનાર એક ખેડૂત પુત્ર વિઠ્ઠલભાઈએ પોતાના પરિશ્રમથી આ દિવ્ય ધામનો પાયો નાખ્યો અને આજે એ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થા નું કેન્દ્ર બન્યું છે.. અહીંથી ધર્મના જ્ઞાનની સાથે સામાજિક સુધારણાનો સંદેશ ફેલાય અને સાથે જ અંધ શ્રધા છોડીને લોકો ઘરને જ મંદિર બનાવે તેવી કલ્પના સાકાર કરવા આ ધામ આજે કામ કરી રહ્યું છે..

વિશ્વંભરીધામમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી માની અલૌકિક પાઠશાળા, હિમાલય, ગોવર્ધન પર્વત, નંદબાબાની કુટીર, ગીર ગાયોની ગૌશાળા, શ્રી રામ કુટિર અને નયનરમ્ય પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બાગમાં સિંહ, ગજરાજ, જિરાફ, હરણ, વાનર સહિતનાં પ્રાણીઓ તથા મોર વેગેરે પંખીઓની આબેહૂબ જીવંત પ્રતિમાઓ દરેકના દિલ હરી લે છે.

Vishvambhari Mataji
Vishvambhari Mataji

પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સ્થળ 

Vishvambhari Mataji : વિશાળ ઘટાદાર વૃક્ષો, છોડ, વિવિધ ધામોનું સ્થાપત્ય-સૌંદર્ય, ધર્મસ્થાનોમાં ભાગ્યે જ જોવા મળે એવી અણીશુધ્ધ સ્વચ્છતા, નદીની શીતળતા લઈને વહેતો મીઠો પવન અને આ સૌની ઉપર ધામમાં પ્રવેશતાં જ પ્રત્યેક માનવીના હદયના ઊંડાણમાં થતી વિશિષ્ટ અનુભૂતિ માઁ વિશ્વંભરીના આ ધામને અદકેરું બનાવે છે. ભાવિકો માઁના ખોળે બેઠા હોવાની નિરાંતનો અનુભવ કરી પરમ શાંતિ અનુભવે છે.

મા પાસેથી આ ધામ થકી સપ્રેમ જીવન જીવવાની રીત શીખવા મળતી હોવાથી સંસ્થાના સ્થાપક  મહાપાત્રજી મુખ્ય સ્થાનને મંદિર નહિ પણ પાઠશાળા કહે છે. પાઠશાળાની સમગ્ર રચના કલ્પનાશીલ અને સૌંદર્ય દ્રષ્ટિસભર તો છે જ સાથે તન-મનને સાત્વિક આનંદથી ભરી દે એવી અલૌકિક પણ છે.

આધુનિક પરંપરાગત મંદિરથી ઘણી અલગ અને આધુનિક હોવા છતાં પાઠશાળા મનમોહક છે. એની પાછળ એની રચનામાં રહેલ વિચાર અને દષ્ટિનું સત્વ છે. એક વાક્યમાં કહેવું હોય તો એમાં પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન અને સનાતન ધર્મનો વિરલ ત્રિવેણી સંગમ જોવા મળે છે.મંદિરની અંદર ત્રણેય લોક એટલે પૃથ્વી, આકાશ અને પાતાળ ના સાક્ષાત દર્શન કરી શકાય છે.

૬૦ ફૂટની ઊંચાઈએ એ સત્ય, કર્મ અને ધર્મની ધજાનું પ્રતિક

Vishvambhari Mataji : આધુનિક પદ્ધતિથી મંદિરમાં નયનરમ્ય કાચની કલાકૃતિઓ રચેલી છે. મંદિરમાં  મા ના સન્મુખ ઉભા રહી દર્શન કરતી વખતે સાક્ષાત બ્રહ્માંડમાં હોવાની અનુભૂતિ થાય છે. મંદિરના વિશાળ પ્રાંગણમાં શક્તિનાં પ્રતીક એવા સિંહની બે સુંદર-પ્રતિમા છે. મંદિરના મેદાનમાં વિશાળકાય મહાદેવ સમક્ષ તેમના બે પુત્રો કાર્તિકેય અને ગણપતિ ખોબો ધરીને ઉભા છે.

મહાદેવની જટામાંથી ગંગાની એક એક ધાર ગણપતિ-કાર્તિકેયના હાથમાં અને સન્મુખ નંદી પાસે પડે છે.પાઠશાળામાં પ્રવેશ પૂર્વે જ હૃદયમાં ભક્તિભાવ જાગે છે. કદાવર નંદી સાથે કામધેનુ ગાય પણ આકર્ષિત છે. ૬૦ ફૂટની ઊંચાઈએ એ સત્ય, કર્મ અને ધર્મની ધજાનું પ્રતીક છે. જેને સ્વર્ગનો નેજો માનવામાં આવે છે. વિશ્વંભરીધામમાં  દેશવિદેશથી માઇભક્તો દર્શન કરવા આવે છે.

મંદિરમાં મુખ્ય છ સ્તંભ 

Vishvambhari Mataji : વિશ્વંભરી યાત્રાધામમાં આવેલા મંદિરના ૧૭ પગથિયા પર મા ને પ્રિય એવા કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ, કર્મયોગ, શ્રદ્ધાવાન, જીજ્ઞાસા, વિશ્વાસ, પવિત્રતા, આધ્યાત્મિકતા, શુરવીરતા, તત્પરતા, ધૈર્યતા, મર્યાદા, સંઘનિષ્ઠા, નિયમિતતા, નિર્ભયતા, સહનશીલતા અને મહાનતા એવા ૧૭ વૈદિક સદ્દગુણો દર્શાવ્યા છે.

મંદિરમાં મુખ્ય છ સ્તંભ છે. માની જમણી તરફના ત્રણ સ્તંભ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના તથા ડાબી તરફના ત્રણ સ્તંભ મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળીના પ્રતીક છે. આ છ બ્રહ્માંડના અસ્તિત્વના મુખ્ય આધાર છે એમ ફલિત થાય છે. મંદિરની છત પર નજર કરતાં બ્રહ્માંડનો અદ્ભૂત નજરો જોવા મળે છે.

Vishvambhari Mataji
Vishvambhari Mataji

આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકના દર્શન 

Vishvambhari Mataji : એકાધિક સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહોને સમાવતી નિહારિકાઓનું અવકાશદર્શન આપણી સમક્ષ ખુલે છે. ભૂરી છત અને અગણિત નાની સફેદ લાઈટો બ્રહ્માંડદર્શનનો ભાવ જગાડે છે. નીચી નજર કરતાં પાતાળલોકના દર્શન થાય છે. પાણીમાં વસતી અદભૂત જીવસુષ્ટિ આશ્ચર્યચકિત કરે છે.

આંખની સમાંતરે પૃથ્વી પરનું પ્રાકૃતિક સૌંદર્ય તરતું  થાય છે. આમ બહુ ઓછી ક્ષણોમાં એક સાથે આકાશ, પાતાળ અને પૃથ્વી, એમ ત્રિલોક આપણી સમક્ષ પ્રત્યક્ષ થાય છે. માના દિવ્યરૂપના દર્શન  એક અલૌકીક અનુભૂતિથી થાય છે.

ભવ્ય મંદિર મા બિરાજતા.. ત્રિભુવન રચનારાં મા વિશ્વંભરીના તેજોમય અલૌકિક સ્વરૂપની સન્મુખ દર્શનમાં ભાવિકોના મન તલ્લીન બને છે. મા ના એક હાથમાં ચક્ર, બીજા હાથમાં ત્રિશુલ અને ત્રીજા હાથમાં ચારેય વેદ છે. માનુ દિવ્ય મુખ જાણે હમણાજ કંઇ બોલશે અને આપણી સાથે સંવાદ કરશે તેવા ભાવ જગાડે છે અને હૃદયમાં મીઠી ઝણઝણાટીનો અનુભવ કરાવે છે…..

વિશ્વવિધાતાના સાક્ષાત દર્શનથી સમગ્ર ચેતના પુલકિત થાય છે.માના દિવ્ય દર્શન સાથે તેમનો રથ અને રથને જોડેલા અશ્વો અદભુત દ્રશ્યમાન થાય છે. રથની રચના, રંગો, સુશોભન અલૌકિક લાગે છે.. જાતવાન, ગતિમાન, પાંચ અશ્વોવાળા પંચકર્મી દિવ્યરથમાં બિરાજમાન મા ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે..

આ પણ વાંચોઃ Petrol Diesel : જો રસ્તામાં પેટ્રોલ પૂરું થઈ જાય તો તરત જ આ નંબર કરો ડાયલ, તમે જ્યાં હશો ત્યાં આવીને કંપની પેટ્રોલ આપી જશે

મંદિર સંકુલમાં અનેક આકર્ષણો છે. જેમાં હિમાલયની પ્રતિકૃતિ પણ આકર્ષણ જમાવે છે. આછા પ્રકાશમાં ૨૦૦ ફૂટની ગૂફામાં વિશાળ શિવલિંગના દર્શન થાય છે. બ્રહ્માંડની ચેતનાનું કેન્દ્ર, લાઈટના લબકારા લેતી શેષ નાગની અનેક ફેણની જીભ તથા આંખો આપણું શિવ સાથે અનુસંધાન સાધે છે. જે અલૌકીક છે.

મંદિરની સાથે આ ધામમાં પ્રાકૃતિક ખેતીની સાથે બીજું આકર્ષણ છે ગીર ગાયની વૈકુંઠધામ ગૌશાળા. જેમાં અસલ ગીરની તંદુરસ્ત ગાયો રાખવામાં આવી છે. અને દરેક ગાયની આગળ છત પર તેના નામની પ્લેટ રાખવામાં આવી છે.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર

Vishvambhari Mataji : આખું વિશ્વ એક પરિવાર બને અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા શુભ આશયથી મહાપાત્રજી શ્રી વિઠ્ઠલભાઈ દ્વારા સ્વર્ગસમા સુંદર-શાંતિદાયક પરમ પુનિત ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે જે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. વિશ્વંભરીધામ આવતા માઇ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે .

Vishvambhari Mataji
Vishvambhari Mataji

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *