Kitchen Vastu : રસોડાની આ 3 વસ્તુ વર્ષોની ગરીબી પણ કરે દુર, બસ કરો આ સરળ કામ
Kitchen Vastu : વાસ્તુશાસ્ત્રમાં રસોડા સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિના જીવનને ઘણી બધી સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે. રસોડામાં રોજ ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ વ્યક્તિના દુર્ભાગ્યને પણ સદભાગ્યમાં બદલી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વસ્તુઓમાં ખાસ પ્રભાવ હોય છે. જે વ્યક્તિના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકે છે. આજે તમને એવી ત્રણ વસ્તુ વિશે જણાવીએ જેના સંબંધિત નિયમોનું પાલન કરશો તો તમારા જીવનની સમસ્યાઓ દૂર થવા લાગશે.
મીઠાનો નિયમ
Kitchen Vastu : મીઠું રસોઈનો સ્વાદ વધારે છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર બંનેમાં મીઠા અને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. મીઠું વ્યક્તિના ભાગ્ય સાથે જોડાયેલું હોય છે. વાસ્તુશાસ્ત્રમાં તો એમ પણ કહેવાયું છે કે જો કોઈ ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ હોય તો મીઠાના કેટલાક ઉપાયો કરવાથી નકારાત્મક ઊર્જાને દૂર કરી શકાય છે. જેમાં સૌથી સરળ અને અસરકારક ઉપાય છે કે ઘરમાં જે પાણીથી પોતું કરવાનું હોય તેમાં મીઠું ઉમેરી દેવું. આ સિવાય કાચના વાસણમાં મીઠાના ટુકડા રાખીને ઘરના દરેક ઘરમાં રાખવાથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
હળદર સંબંધિત નિયમ
Kitchen Vastu : રસોઈમાં હળદરનો ઉપયોગ પણ રોજ થાય છે. હળદરનો ઉપયોગ પૂજા-પાઠમાં પણ વિશેષ રીતે કરવામાં આવે છે. હળદરના કેટલાક ઉપાય પણ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે હળદર ક્યારેય ઘરમાં ખાલી ન થાય. હળદર ખાલી થાય તે પહેલા જ નવી હળદર લઈ આવવી. આ સિવાય ઘરમાં આર્થિક સમસ્યા હોય તો ચોખાને હળદરથી રંગીને લાલ કપડામાં બાંધી તિજોરી કે પર્સમાં રાખી દેવા. તેનાથી આર્થિક લાભ થાય છે.
આ પણ વાંચો: Samaveda : ‘સામવેદ’ વેદોમાં સૌથી નાનો છે અને તે ગીતો અને સંગીત પર આધારિત છે, ચાલો તેની ગાવાની પદ્ધતિ જોઈએ.
ઘઉંનો લોટ
Kitchen Vastu : ઘઉંનો લોટ પણ દરેક ઘરના રસોડામાં હોય છે. લોટ પણ વ્યક્તિના ભાગ્ય સાથે સંબંધિત હોય છે. કહેવાય છે કે રસોડામાં જો લોટ ખતમ થઈ જાય તો વ્યક્તિને માન સન્માનની હાનિ થાય છે. પૂજા કરતી વખતે લોટમાંથી કોડિયું બનાવી તેમાં દીવો કરવામાં આવે તો સુખ, શાંતિ હંમેશા બની રહે છે.
more article : Astro Tips : સવારે ઉઠીને સૌથી પહેલા જુઓ આ વસ્તુ, તમારો આખો દિવસ રહેશે શાનદાર