VASTU TIPS : હાથ કે પગમાં કાળો દોરો બાંધતા પહેલા આ 4 નિયમો જાણી લેવા ખાસ જરૂરી, એક ભૂલથી થઈ શકે છે અનેક સમસ્યાઓ
VASTU TIPS : ખરાબ નજર કે નકારાત્મક શક્તિઓથી બચવા માટે હાથ કે પગમાં કાળો દોરો પહેરવામાં આવે છે પરંતુ તેને ધારણ કરવા પહેલા તમારે અમુક ખાસ નિયમો વિશે જરૂર જાણી લેવું જોઈએ.
- નકારાત્મક શક્તિઓથી બચાવે છે કાળો દોરો
- પગ કે હાથમાં પહેરો છો કાળો દોરો?
- તો પહેલા ખાસ જાણી લેજો તેને ધારણ કરવાના નિયમો
VASTU TIPS : મોટાભાગે લોકો ખરાબ નજરથી બચવા માટે હાથ કે પગમાં કાળા રંગનો દોરો બાંધે છે. એવું કહેવાય છે કે તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓથી બચી શકાય છે અને ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. મોટા જ નહિં પરંતુ બાળકોના ગળા, પગ અને હાથોમાં પણ કાળા રંગનો દોરો બાંધવામાં આવે છે. એવી માન્યતા છે કે આ તમને ખરાબ નજરથી બચાવવાની સાથે જ ઘણી અન્ય શારીરિક સમસ્યાઓથી પણ બચાવવામાં મદદ કરે છે.
VASTU TIPS : તેના કારણે તેને હાથ કે પગમાં બાંધવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને પણ શરીરના કોઈ પણ ભાગમાં બાંધવા માટે અમુક ખાસ નિયમ છે અને તેમનું પાલન ન કરવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
આ દિવસે ન પહેરો કાળો દોરો
VASTU TIPS : જો તમે શરીરના કોઈ પણ ભાગમાં કાળો દોરો પહેરો છો તો તેને તમારે કોઈ ખાસ શુભ દિવસે જ ધારણ કરવું જોઈએ. ભૂલથી પણ કાળો દોરો કોઈ એવા દિવસ કે તિથિમાં ન બાંધો જે શુભ ન હોય. કાળો દોરો તમને હંમેશા શનિવાર કે મંગળવારના દિવસે જ ધારણ કરવો જોઈએ કારણ કે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે અને આ દિવસે કાળા દોરાને ધારણ કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે.
આ પગ કે હાથમાં પહેરો કાળો દોરો
VASTU TIPS : જો તમે હાથ કે પગમાં કાળા રંગનો દોરો પહેરી રહ્યા છો તો ધ્યાન રાખો કે પરણીત મહિલાઓ તેને ડાબા હાથમાં અને પુરૂષ તેને જમણા હાથમાં ધારણ કરો. તેનાથી તેનું પૂર્ણ ફળ મળી શકે છે. મહિલાઓને તેને ડાબા હાથ કે પગમાં ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે એવી યુવતીઓ જેમના લગ્ન નથી થયા તે કાળા દોરો જમણા હાથમાં પહેરી શકે છે.
આ પણ વાંચો : Hanuman mandir : બોટાદમાં બિરાજે રોકડિયા હનુમાન, પાલખી યાત્રાનો 70 વર્ષ જૂનો ઈતિહાસ, અહીં ભાવિકોનું કામ થાય રોકડું
કાળા રંગની સાથે કોઈ બીજા રંગનો દોરો ન પહેરો
તમને ખાસ રીતે એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે કાળો દોરો ધારણ કરતી વખતે તમારે હાથ કે પગમાં કોઈ બીજા રંગનો દોરો ન ધારણ કરવો જોઈએ નહીં તો કાળા રંગના દોરાની અસર પણ ઓછી થઈ શકે છે. તેને હાથ કે પગમાં બાંધતી વખતે તમારે 9 ગાંઠ લગાવી દેવી જોઈએ અને ગાયત્રી મંત્રનો જાપ કરતા તેને ધારણ કરવું જોઈએ.
કાળા દોરાને કાઢતી વખતે ન કરો આ ભૂલો
જ્યારે પણ તમે કાળા દોરાને હાથ કે પગથી કાઢો ત્યારે તેને કાતર કે ચપ્પુની મદદથી કાપવાની જગ્યા પર હાથથી તોડીને કાઢો અને તેને કોઈ શુભ દિવસ પર જ કાઢો. જો સંભવ હોય તો જુના દોરાને કાઢ્યા બાદ તરત નવો દોરો બાંધી લો. જ્યારે તમે કાળો દોરો કાઢો કે તેને હટાવો તો તે સમયે આ વાતનું ધ્યાન રાખો કે તમારૂ શરૂર અને મન બન્ને શુદ્ધ હોવું જોઈએ.
કાળો દોરો પહેરવાના ફાયદા
VASTU TIPS : જ્યોતિષમાં માન્યતા છે કે જો તમે કાળા દોરાને હાથ કે પગમાં બાંધો છો તો આ તમને ઘણા શનિ દોષોથી મુક્તિ આપે છે. જો તમારી કુંડળીમાં શનિની સાડાસાતી છે તો તેનો પ્રભાવ કાળો દોરો પહેરવાથી ઓછો થઈ શકે છે.
શનિવારવા દિવસે પહેરવું શુભ
કાળો રંગ શનિદેવનો રંગ માનવામાં આવે છે માટે તેને શનિવારના દિવસે પહેરવું શુભ માનવામાં આવે છે. તેની સાથે જ જો તમે તેને હાથ કે પગમાં પહેરો છો તો આ ગમેતે પ્રકારની ખરાબ શક્તિઓથી તમને બચાવે છે. માન્યતા છે કે કાળો દોરો પોતાની અંદર બધી નકારાત્મક ઉર્જાઓને અવશોષિત કરી લે છે. જેનો પ્રભાવ શરીરમાં નથી થઈ શકતો અને શરીરને કોઈ પણ પ્રકારના ખરાબ પ્રભાવથી બચાવે છે.
more article : Astro Tips : ભગવાન શિવજીની પૂજા કરતી વખતે અવશ્ય કરો આ મંત્રોનો જાપ, શિવજી દરેક મનોકામના કરશે પૂર્ણ