Zomato Success Story : ધો-6માં નાપાસ વિદ્યાર્થીએ આપબળે ઉભી કરી દીધી અબજોની કંપની, કઈક આવી છે Zomatoના ફાઉન્ડર દીપિંદર ગોયલની કહાની..

Zomato Success Story : ધો-6માં નાપાસ વિદ્યાર્થીએ આપબળે ઉભી કરી દીધી અબજોની કંપની, કઈક આવી છે Zomatoના ફાઉન્ડર દીપિંદર ગોયલની કહાની..

Zomato Success Story : બહારનું ખાવાનું મન થઈ રહ્યું છે, પરંતુ જવાનું મન નથી, તો તરત જ ફોન ઉપાડ્યો અને Zomato એપ ખોલીને મનપસંદ ફૂડ ઓર્ડર કરી દીધું, આ પછી થોડી જ વારમાં ડિલિવરી બોય ઘરે ફૂડ લઈને આવી જાય છે.

Zomato Success Story : આ પ્રોસેસ ખૂબ જ સરળ છે. પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેટલી મહેનત કરવી પડી હશે? Zomato કંપની આજે ભારતમાં સૌથી મોટી ફૂડ ડિલિવરી કંપની છે. ભારતની સાથે-સાથે તે 23 દેશોમાં બિઝનેસ કરી રહી છે.

Zomato Success Story :  કંપનીના માલિક છે દીપિંદર ગોયલ. જેટલી મોટી કંપની છે એટલી જ વધુ તેમની મહેનત છે. આખરે કેવી રીતે થઈ આ કંપનીની શરૂઆત? આજે અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

દિલ્હીથી કર્યો એન્જિનિયરિંગનો અભ્યાસ

Zomato Success Story : પંજાબના મુક્તસરમાં જન્મેલા દીપિંદર ગોયલના માતા-પિતા બંને શિક્ષક હતા. આ કારણથી ઘરમાં અભ્યાસનું વાતાવરણ હતું. તેમ છતાં પણ તેઓ અભ્યાસમાં બહુ હોશિયાર ન હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તેઓ ધોરણ 6માં નાપાસ થયા છે, પરંતુ તેમ છતાં તેમણે IITની પરીક્ષા પહેલા પ્રયાસમાં જ પાસ કરી લીધી હતી.

Zomato Success Story : આ પછી તેમણે દિલ્હી IITમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ 2006માં તેમણે મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપની બેઈન એન્ડ કંપનીમાં નોકરી કરવાનું શરૂ કરી દીધું. આ સમય દરમિયાન તેઓ કાફેટેરિયાના મેનૂ કાર્ડ માટે લાંબી કતારોમાં ઉભા રહેતા હતા.

Zomato Success Story : પછી તેમના મગજમાં એક વિચાર આવ્યો કે આ મેનૂ કાર્ડને સ્કેન કરીને વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે તો લોકોને લાઈનમાં ન ઉભુ રહેવું પડે. તેમનો આ આઈડિયા કામ કરી ગયો અને આજે તેઓ દેશની નંબર વન ફૂડ ડિલિવરી એપ બની ગઈ છે.

Zomato Success Story
Zomato Success Story

આ રીતે શરુ થઈ કંપની

ખરેખર, Zomato એક ફૂડ એગ્રીગેટર એપ છે. જેની મદદથી તમે તમારી નજીકમાં આવેલ હોટેલ રેસ્ટોરન્ટમાંથી મેનુ કાર્ડ મુજબ ફૂડ ઓર્ડર કરી શકો છો. તે ખૂબ જ ઓછા સમયમાં ડિલિવરી બોય દ્વારા ફૂડ પહોંચાડી દે છે. આ કંપનીમાં આજે કરોડો એક્ટિવ યુઝર્સ છે.

તમને જણાવી દઈએ કે, આ કંપનીની શરૂઆત વર્ષ 2008માં કરવામાં આવી હતી. સૌથી પહેલા દીપિંદર ગોયલે એક રેસ્ટોરન્ટ અને ફૂડ લિસ્ટિંગ વેબસાઇટ તરીકે તેને શરૂ કરી હતી. શરૂઆતના તબક્કામાં Zomato તેની વેબસાઈટ પરથી માત્ર જાહેરાતો દ્વારા જ કમાણી કરી રહ્યું હતું.

Zomato Success Story : પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પરિસ્થિતિમાં સુધારો થવા લાગ્યો અને વર્ષ 2013માં કંપની માટે 37 મિલિયન ડોલરની ફંડિંગ રેસ હાથ ધરવામાં આવી. જે બાદ તેની કિસ્મત એવી બદલાઈ ગઈ કે આજે તે કરોડોની કંપની બની ગઈ છે.

Zomato Success Story
Zomato Success Story

2200 કરોડના માલિક છે દીપિંદર ગોયલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિંદર ગોયલની કુલ સંપત્તિ 2200 કરોડ રૂપિયા છે. કરોડોના માલિક હોવા છતાં તેઓ ખૂબ જ સાદું જીવન જીવી રહ્યા છે. તેમને લાઈમલાઈટમાં રહેવું વધુ ગમતું નથી, તેથી તેઓ મીડિયાથી ખૂબ જ દૂર રહે છે. એટલું જ નહીં, કોરોનાકાળ દરમિયાન તેમણે બાળકોના શિક્ષણ માટે 700 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : ગુજરાતનું આ મંદિર વર્ષમાં માત્ર બે જ દિવસ ખુલે છે, ભાભારાણા શેર માટીની પૂરે છે ખોટ

Zomato Success Story : વર્ષ 2022માં તેમણે 4,447 કરોડ રૂપિયામાં Blinket કંપની ખરીદી લીધી હતી. આ સિવાય Zomato કંપની શેરબજારમાં પણ લિસ્ટ થઈ છે. જણાવી દઈએ કે તે 26 દેશોમાં પોતાની સર્વિસ આપી રહી છે, જેમાં એક હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે.

Zomato Success Story
Zomato Success Story

more article : Dividend stocks : જે લોકો પાસે આ 9 કંપનીઓના શેર હશે એમના ઘરે દિવાળી, કંપની આપશે ઢગલો રૂપિયા..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *