સૌરાષ્ટ્રના આ પટેલ યુવકની ઓસ્ટ્રેલિયામાં છે બોલબાલા, દરેક કારનો નંબર ‘મુખી’ લેવા માટે ખર્ચે છે લાખો રુપીયા, કારણ….

સૌરાષ્ટ્રના આ પટેલ યુવકની ઓસ્ટ્રેલિયામાં છે બોલબાલા, દરેક કારનો નંબર ‘મુખી’ લેવા માટે ખર્ચે છે લાખો રુપીયા, કારણ….

આપણા ગુજરાતીઓ શોખ માટે કઈ પણ કરે અને ઘણી વખત કાર અને બાઇકના મનપસંદ નંબર મેળવા માટે લાખો રુપીયા ખર્ચ કરી નાખતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક યુવકે પોતાની ફોર્ચ્યુનરની કારના નવ નંબર લક્કી હોવાનુ કહીને એ નંબર મેળવા માટે 10 લાખ રુપીયા ખર્ચ કરી નાખ્યા હતા. ત્યારે આજે એક એવા જ પટેલ યુવકની વાત કરીશુ જે ઓસ્ટ્રેલીયામાં મોંઘીદાટ ગાડીઓ ફેરવે છે અને સાથે યુનીક નંબર મેળવવા માટે લાખો રૂપિયા પણ ખર્ચ કરી નાખે છે.

આપણે જે પટેલ યુવકની વાત કરવા જઈ રહ્યા છીએ એનુ નામ મંથન રાદડિયા છે. જે હાલ ઓસ્ટ્રેલીયામાં છે અને તેનું મુળ વતન સૌરાષ્ટ્રનું અમરેલી જીલ્લામાં છે. મંથન રાદડિયા એ ઓસ્ટ્રેલીયામાં 5 કાર ફેરવી છે અને દરેક કારનો નંબર “મુખી” છે તમને જાણીને નવાઈ લાગશે પણ દરેક કારનો નંબર MUKHI છે અને આ નંબર મેળવવા માટે ઘણા બધા ડોલર ચુકવે છે.

જો મંથન રાદડિયાની વાત કરીએ તો તે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના ધજડી ગામનો વતની છે જે છેલ્લા ચાર વર્ષથી ઓસ્ટ્રેલીયામાં જ રહે છે. ગુજરાતમાં ધોરણ 12 નો અભ્યાસ પુરો કરી મંથન વધુ અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલીયાના મેલબોર્નમાં ગયો હતો. જ્યાં મંથને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને ત્યાર બાદ ડિપ્લોમાં ઈન હોસ્પિટાલિટીનો કોર્સ કર્યો હતો. જો કે મંથન ને ત્યા કાઈ અલગ જ બિઝનેસમાં રસ જાગ્યો હતો અને ઈન્ડિયાથી ગ્રોસરી ઈમ્પોર્ટ વેંચવાનું કામ ચાલુ કર્યુ અને તેમાં તેને ઘણી સફળતા મળી.

મંથને હાલ ઓસ્ટ્રેલિયાની પર્થ સીટીમાં પોતાની ગ્રોસરી પ્રોડક્ટ વેચવા માટે એક વેર હાઉસ પણ ખોલી લીધું છે. આ બાબતે મંથને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ‘ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ મેલબોર્નમાં પહેલી કાર ખરીદી તો એક હજાર ડોલર ખર્ચીને MUKHI નંબર પ્લેટ લઈ લીધી હતી. ત્યાર બાદ પર્થમાં પણ આજ નંબર પ્લેટથી એક કાર લીધી હતી. મેં ઓસ્ટ્રેલિયામાં ચાર વર્ષમાં પાંચ કાર બદલી છે. જેમાં જીપથી લઈને ઓડી કાર સામેલ છે. આ તમામ કારનો નંબર MUKHI હતો. હવે હું બે હજાર ઓસ્ટ્રેલીયન ડોલર (1.11 લાખ) ખર્ચીને વધુ એક MUKHI નામ વાળી નંબર પ્લેટ લેવાનો છું.’

મંથને કાર નો નંબર મુખી જ શું કામ પસંદ કર્યો ? તો આની પાછળનું એક કારણ એ હતું કે મંદનના દાદા લાલજીભાઈ રાદડિયા એક સમયે ગામના મુખી હતા અને તેવોનું ગામમાં ઘણું માન સન્માન હતું. જ્યારે તેવો ઘોડો લઈને ગામમાંથી નીકળતા ત્યારે લોકો તેને ઘણો આદર સન્માન આપતા આ ઉપરાંત જયારે સરપંચનો હોદ્દો આવ્યો ત્યારે પણ લોકો દાદાની સલાહ લેતા અને આ તમામ વાત તેવોને તેના ફઈ દ્વારા જાણવા મળી હતી.

વધુમાં મંથને જણાવ્યું કે દાદા 1942 થી 1977 સુધી મુખી રહેલા અને લોકો તેને મુખી જ કહેતા અને ત્યાર બાદ તેમના પિતાને પણ લોકો મુખી તરીકે જ ઓળખતા આ ઉપરાંત મંદનને મણ લોકો હાલ ઓસ્ટ્રેલિયા પોતાના નામથી નહી પણ મુખી તરીકે જ ઓળખે છે અને આ જ કારણે મંથન પોતાની દરેક કારનો નંબર મુખી લે છે અને આ નંબર સાથે ખાસ લગાવ છે. મંથનની દરેક કારની નંબર મુખી હોવાથી ઓસ્ટ્રેલિયન લોકો પણ જોઈને ચોંકી જાય છે અને મંથનને આ બાબતે પુછતા હોય છે.

જ્યારે મંથન ભારત આવ્યો ત્યારે તેના પિતાને એક કાર ગીફ્ટ કરી હતી અને તેમાં પણ મંથને કાર પર મુખી લખાવી આવ્યું હતું. મંથનના પરીવારની વાત કરવામા આવે તો મંથનનો પરિવાર હાલ અમદાવાદના નિકોલમાં ગોપાલ ચોક પાસે એક ટેનામેન્ટમાં રહે છે. અને માતાનું નામ કૈલાશબેન અને પિતાનું નામ અનિલભાઈ છે જે વર્ષો પહેલા હીરાનું કામ કરતા અને સમય જતા તેવો એ કામ બદલાવેલ છે અને હાલ હવે ઘીનો વ્યાપાર કરે છે જયારે નાનો દીકરો અભિષેક હાલ ભણી રહ્યો છે.

મંથન જ નહી પરંતુ અનેક ગુજરતીઓ છે જે વિદેશમાં પોતાની મનપસંદ નંબર પ્લેટ લગાવવા માટે લાખો રુપીયા ખર્ચ કરી નાખે છે. જેમા ખાસ કરીને “જાડેજા” “પટેલ” જેવી નંબર પ્લેટ જોવા મળે છે અને આ માટે તે લાખો રુપીયા ડોલરમાં ચુકવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *