અનેક વખત સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવના મંદિર ગયા હશો, પરંતુ આજે પણ મોટાભાગના લોકો આ એક વાત થી અજાણ હશે! જાણો શુ છે આ?…
ગુજરાતમાં મિત્રો કેટલાય દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં આવતી બધી જ સમસ્યાઓ દૂર કરતા હોય છે, આજે આપણે એક તેવા જ મંદિર વિષે વાત કરીશું, આ મંદિરમાં આજે પણ સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન છે.
આ મંદિરમાં આવતા ભક્તોના જીવનમાં આવતા બધા દુઃખો હનુમાન દાદા દૂર કરતા હોય છે, આ હનુમાન દાદાનું મંદિર સાળંગપુરમાં આવેલું છે, આ હનુમાનજીના મંદિરમાં લાખોની સંખ્યા કરતા પણ વધારે ભક્તો હનુમાન દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે, આ મંદિરમાં આવીને ભક્તો અલગ અલગ માનતાઓ પણ રાખતા હોય છે.
તે બધા જ ભક્તોની માનેલી માનતાઓ હનુમાન દાદા પુરી કરતા હોય છે, આ હનુમાન દાદાના મંદિરમાં એક કૂવો પણ આવેલો છે, આ કૂવો 176 વર્ષ જૂનો હોય તેવું માનવામાં આવે છે, આ કૂવાનું પાણી આખું ગામ પીવા માટે આવતું હતું, તેથી તે જગ્યા પર સ્વામીએ હનુમાનજીનું મંદિર બનાવ્યું હતું, જે લોકો પાણી પીવા માટે આવે તે બધા જ લોકો હનુમાન દાદાના દર્શન કરે છે.
મંદિર બનાવીને સ્વામીજીએ એક વરદાન પણ આપ્યું હતું કે જે લોકો હનુમાન દાદાના દર્શન કરશે તે બધા જ લોકો તેમના જીવનમાં ધન્યતા અનુભવશે, તે સમયથી અત્યાર સુધી આ ગામમાં કોઈ મોટી સમસ્યા આવી ન હતી, તેથી આ મંદિરમાં જે ભક્તો હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે તે બધા જ ભક્તોનું જીવન હનુમાન દાદા ખુશીઓથી ભરી દે છે.
હનુમાન દાદાની મૂર્તિની આગળ જે કૂવો આવેલો છે ત કુવામાંથી દર શુક્રવારના દિવસે પાણી લેવામાં આવે છે, ત્યારબાદ તે પાણીને હનુમાન દાદાની મૂર્તિની બાજુમાં બિરાજમાન ગોપાળનંદ સ્વામીની જે છડી આવેલી છે તેનો પર અભિષેક કરીને તે પાણીને મંદિરમાં આવતા ભક્તોને પ્રસાદીમાં આપવામાં આવે છે, તેથી આ મંદિરમાં ભક્તો હજારોની સંખ્યામાં હનુમાન દાદાના દર્શને આવતા હોય છે.