આવો વતન પ્રેમ તમે કોઈ દિવસે નહિ જોયો હોય, પોતાના વતનનું ઋણ અદા કરવા આ ઉદ્યોગપતિએ ૨.૨૦ કરોડ રૂપિયાનું દાન કરીને નવી શાળા બનાવી.
આજે કોઈ પણ વ્યક્તિ પોતાના મૂળ વતનથી કમાવવા કે કામ અર્થે બીજા મોટા શહેરમાં જ્યારે પણ જાય છે ત્યારે પોતાના વતનના પ્રેમને કોઈ દિવસે ઓછો નથી થતો. જયારે પણ વતનના હિતની વાત આવે છે ત્યારે ઘણા લોકો આગળ આવીને ઘણું મોટું દાન પણ કરતા હોય છે. એવા જ એક વતનપ્રેમી વિષે વાત કરીએ જેઓએ પોતાના વતન પ્રેમ માટે કરોડો રૂપિયાની દાન કર્યું છે.
આ વ્યક્તિએ ગામમાં નવી શાળાના નિર્માણ માટે ૨.૨૦ કરોડ રૂપિયાનું દાન આપીને બાળકોના વિકાસ માટે મોટું પગલું ભર્યું છે. આ વ્યક્તિ મૂળ વડગામ તાલુકાના વરણાવાડા ગામના રહેવાસી છે. તેઓએ તેમના ગામની પ્રાથમિક શાળા માટે એકલા હાથે ૨.૨૦ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેનાથી તેમના ગામના બાળકો સ્કૂલમાં બેસીને અભ્યાસ કરી શકશે.
આ શાળામાં ગામના શ્રમજીવી પરિવારના ૨૩૦ જેટલા બાળકોને નવા સંકુલમાં અભ્યાસ કરવા મળશે, અહીંયા હાલમાં રવિવારે ત્રણ દિવસનો એક કાર્યક્રમ યોજાયો છે. જ્યાં નામકરણ અને લોકાર્પણ પણ થશે. છેવાડા ગામ એટલે અહીંયા તાલુકાના વરણાવાડા ગામમાં ૧૯૫૪ માં સરકારી પ્રાથમિક શાળામાં ચાલુ થયું હતું. ત્યારે શાળાના ઓરડા જર્જરિત થયા તો અહીંયા નવીન ઓરડા બનાવ્યા હતા.
એવામાં ત્યાં સ્કૂલ બનાવવાની જરૂરિયાત હતી તો શાળાના આચાર્યએ અને શિક્ષકોએ ગામના ઉદ્યોગપતિ વીરેન્દ્રભાઈ સુરેશભાઈ પંચાલને આ વિષે જાણ કરી હતી. તો તેઓએ અને તેમના પરિવારના લોકોએ વતન પ્રેમ માટે તેમના વતનનું ઋણ અદા કરવાની તક મળી હતી. તો તેઓએ તમામ સુવિધાઓથી સજ્જ એવી સ્કૂલ બનાવવાનું વિચાર્યું હતું.
આમ તેઓએ શાળાને વચન આપ્યું હતું અને શાળાને પોતાના ખર્ચે બનાવી આપવાનું વચન આપ્યું હતું, તેઓએ ૨.૨૦ કરોડ રૂપિયાના ખર્ચે આ સ્કૂલ નિર્માણનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આમ તેઓએ આટલા રૂપિયા આપીને પોતાના વતનનું ઋણ અદા કર્યું હતું.