ગરમીમાં ગોવાને પણ ભૂલી જાવ એવો ઠંડકનો અનુભવ થાય છે ગુજરાતના આ સ્થળોએ..જુઓ આ ખાસ તસવીરો
હવે ઉનાળાની ઋતુની શરૂઆત ધીરે ધીરે થઈ રહી છે અને લોકો ઉનાળાની તીવ્ર ગરમીથી રાહત મેળવવા માટે નદી કિનારે, દરિયા કિનારે અને સ્વિમિંગ પૂલનો સહારો લેતા હોય છે અને ઇન્ટરનેટ ઉપર એવા એવા સ્થળો શોધતા હોય છે કે જ્યાં ઠંડકનો અનુભવ થતો હોય. ગુજરાતમાં આવા અનેક સ્થળો આવેલા છે.
આજે અમે તમને આ સ્થળ વિશે માહિતી આપીશું કે જ્યાં તમે એકવાર ગયા પછી બીજી વાર પણ જશો. વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાનું પોળો નું જંગલ કે જ્યાં તમે એક દિવસનો પ્રવાસ માણી શકો છો. ઈડરથી વિજયનગર જવાના રસ્તા ઉપર આ પોળોનો જંગલ આવેલું છે અને વચ્ચેથી નદી પસાર થાય છે. આજુબાજુમાં લીલોતરી જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ ઉઠશો.
બીજું નામ છે નર્મદા ડેમ અને નદીના સામા કિનારે આવેલું સરવાણીનો ધોધ કે જે આઠ કિલોમીટરથી પણ વધુ અંતરમાં પથરાયેલું છે. આજુબાજુમાં લીલોતરી અને પથ્થરોથી ઘેરાયેલ આ સ્થળ ખૂબ જ રમણીય છે. તો ત્યારબાદ મહેસાણામાં સતલાસણા તાલુકામાં આવેલું તારંગા સ્થળ કે જે 1200 ફૂટ ઉપર ટેકરીઓ આવેલી છે. જ્યાં તમામ ઋતુઓમાં તમે જઈ શકો છો અને ત્યાં ખૂબ શાંતિનો અનુભવ થાય છે.
આ ઉપરાંત ત્યાં મંદિરો પણ આવેલા છે. તો આપણા ગુજરાતની અને ભારતની શાન એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત કરવામાં આવે તો ત્યાં વિદેશમાંથી પણ લોકો ત્યાં ફરવા માટે આવે છે અને કેવડિયા ની અંદર આવેલું સરદાર સરોવર પર સ્ટેચ્યુ ઓફ યુનિટી નું મહત્વ આજે સૌ કોઈ લોકો જાણે જ છે. ત્યાં જવું પણ એક લહાવો છે.
તો સાપુતારા હિલ સ્ટેશન કે જ્યાં આહવા તાલુકાના સાપુતારાની લીલોતરી તમારા દિવસને ખુબ મહેકાવી દેશે. પહાડો ની વચ્ચે અને આજુબાજુ માંથી પસાર થતાં ઝરણાઓને જોઈને તમે ત્યાં વારંવાર જવાનું પસંદ કરશો. આમ આવા ગુજરાતમાં આવેલા સ્થળોમાં એકવાર ગયા પછી તમે ત્યાં વારંવાર જશો.