Diwali નાં દિવસે આવી રીતે પુજા કરશો તો માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જશે, ઘરમાં સુખ-શાંતિ સહિત પૈસાનો વરસાદ થશે
Diwaliનાં તહેવારમાં સૌથી વધારે મહત્વ લક્ષ્મીજીની પુજા કરવાનું હોય છે. એવી માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મીની પુજા વિધિ-વિધાન સાથે કરવાથી હમેંશા ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે અને ક્યારેય પણ ધનની કમી નથી થતી. પ્રકાશનો આ પર્વ મુખ્ય રૂપથી માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીની પુજા કરવા માટે ખાસ માનવામાં આવે છે.
આ દિવસે જો તમે પુજા કરશો તો તે તમારા જીવનમાં સમૃદ્ધિનાં માર્ગ ખોલશે અને તમારી બધી જ મનોકામનાઓની પુર્તિ થશે. તો ચાલો જ્યોતિષાચાર્ય પાસેથી જાણી લઈએ આ દિવસે કઈ વિધિથી કરવામાં આવેલી પુજા ફળદાયી હોય છે.
Diwali પુજન વિધિ
Diwaliનાં દિવસે માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીની પુજા કરવામાં આવે છે. તેમની પુજા કરવા માટે સૌથી પહેલા તમે પુજા સ્થાનને સાફ કરો અને એક પાટલા પર લાલ કે પીળા રંગનું કપડું પાથરો.
પાટલા પર માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીની મુર્તિ સ્થાપિત કરો. જો સંભવ હોય તો નવી માટીની મુર્તિ સ્થાપિત કરો અને શ્રી ગણેશજીની જમણી તરફ માતા લક્ષ્મીની મુર્તિ સ્થાપિત કરો.
તેની સાથે જ ભગવાન કુબેર, માતા સરસ્વતી અને કળશની પણ સ્થાપના કરવી જોઈએ.
પુજા સ્થાન પર ગંગાજળ છાંટો અને પાટલા પર પણ થોડું ગંગાજળ છાંટો. હાથમાં લાલ કે પીળા ફુલ લઈને શ્રી ગણેશજીનું ધ્યાન કરો અને તેમનો બીજ મંત્ર “ૐ ગં ગણપતયે નમ:” મંત્રનો જાપ કરો.
સર્વપ્રથમ તમારે શ્રી ગણેશજીનાં મંત્રનો જાપ અને પુજા કરવી જોઈએ.
ભગવાન ગણપતિની પુજા गजाननम् भूत भू गणादि सेवितं कपित्थ जम्बू फलचारुभक्षणम्। उमासुतं सु शोक विनाशकारकं नमामि विघ्नेश्वरपाद पंकजम्। મંત્રના જાપથી કરો.
ત્યારબાદ શ્રી ગણેશજીને તિલક કરો અને તેમને મુખ્ય રૂપથી દુર્વા અને મોદક અર્પિત કરો.
માતા લક્ષ્મીજીની પુજા પણ ભગવાન ગણપતિ સાથે કરો. તેમનાં માટે માતા લક્ષ્મીને લાલ સિંદુરનો તિલક કરો અને માતા લક્ષ્મીનાં શ્રી સુક્ત મંત્રનો પાઠ કરો. તેની સાથે જ તમે ધન કુબેર અને માતા સરસ્વતીની પુજા કરો.
માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીની વિધિ વિધાનથી પુજા કર્યા બાદ મહાકાળીની પુજા પણ રાત્રે કરવામાં આવે છે.
પુજા કર્યા બાદ માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીની આરતી કરો અને ભોગ અર્પિત કરો.
આરતી બાદ ભોગ પરિજનોમાં વિતરિત કરો.માતા લક્ષ્મી અને શ્રી ગણેશજીની પુજા કર્યા બાદ દિવો પ્રજવલિત કરો. સૌથી પહેલા તમે માતા લક્ષ્મીજીની સામે પાંચ કે સાત ઘી નાં દિવા પ્રગટાવો.
Diwaliમાં માતા લક્ષ્મીજીની પુજાનું મહત્વ
Diwaliનાં દિવસે મુખ્ય રૂપથી માતા લક્ષ્મી અને ગણપતિજીની પુજા કરવામાં આવે છે, જેનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે વિધિ-વિધાનથી જો પુજા ના કરવામાં આવે તો પુજાનું પુર્ણ ફળ નથી મળતું. હકિકતમાં તેની પાછળની માન્યતા છે કે માતા લક્ષ્મી ધનની દેવી છે અને તેમની પુજા કરવાથી ધન તથા ઐશ્વર્ય મળે છે. દિવાળીનો પર્વ કાર્તિક અમાવસ્યાનાં દિવસે હોય છે અને આ દિવસે ધનની દેવીને પ્રસન્ન કરવાથી સમૃદ્ધિનાં આશિષ મળે છે. જે લોકો માતા લક્ષ્મીજીની આ દિવસે પુજા કરે છે, તેમની સમસ્ત મનોકામનાની પુર્તિ થાય છે અને તેમનાં જીવનમાંથી ક્યારેય પણ ધન અને ઐશ્વર્ય ઓછા નથી થતા.
Diwaliનાં દિવસે ગણેશજીની પુજાનું મહત્વ
ભગવાન ગણપતિને પ્રથમ પુજનીય હોવાનું વરદાન પ્રાપ્ત છે અને તેમને બુદ્ધિનાં દેવતાનાં રૂપમાં પુજવામાં આવે છે. એવી માન્યતા છે કે હિન્દુ ધર્મમાં કોઈપણ પુજાને સંપુર્ણ ત્યારે જ માનવામાં આવે છે જ્યારે ગણપતિજીની પુજા સૌથી પહેલા થાય છે. Diwaliનાં દિવસે ગણપતિજીની પુજા કરવાથી મન અને મસ્તિષ્કને શાંતિ મળે છે અને બુદ્ધિનાં દેવતા પોતાનાં ભક્તોને સમૃદ્ધિનું વરદાન આપે છે.
લોકો આ દિવસે માતા લક્ષ્મીજીની સાથે ગણપતિજીની પુજા એટલા માટે કરે છે, જેનાથી તે પોતાનાં ધન નો ઉપયોગ સાચી જગ્યા અને સામર્થ્ય અનુસાર કરી શકે. લોકો આ પ્રાર્થના સાથે Diwali પર ગણપતિજીની પુજા કરે છે કે પછી તેમને સમૃદ્ધિનાં આશીર્વાદ મળે. જો તમે દિવાળીનાં દિવસે સાફ અને સ્વચ્છ મન-મસ્તિકથી પુજા કરશો તો તમારા જીવનમાં હંમેશા ખુશહાલી રહેશે.
આ વસ્તુઓ વગર અધુરી છે Diwaliની પુજા
Diwaliની પુજા કરવા માટે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશજીની મુર્તિને લાકડાના પાટલા પર રાખવી ખુબ જ સારી માનવામાં આવે છે. આ પાટલા પર લાલ કપડુ પાથરવામાં આવે છે અને વિધિવિધાનથી તેની પુજા કરવામાં આવે છે.
Diwali પર પુજા કરતી વખતે સફેદ કલરની કોડી જરૂર રાખવી. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી સમુદ્રમાંથી પ્રગટ થયા હતાં અને કોડી પણ દરિયાનાં એક સજીવનું કવચ છે. આવી સ્થિતિમાં કોડીઓને ખુબ જ શુભ માનવામાં આવે છે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલીક વસ્તુઓ ચઢાવવી ખુબ જ સારી માનવામાં આવે છે. હળદરની ગાંઠ પણ તેમાની એક વસ્તુ છે. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશજીની સામે પુજા શરૂ કરતા પહેલા ૧-૧ આખી હળદરની ગાંઠ જરૂર રાખવી.
ગંગાજળથી મુર્તિઓને સાફ કરવાની સાથે સાથે એક કટોરીમાં નાખીને તેને પુજા સ્થાન પર પણ રાખો. આવું કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો Diwaliનાં દિવસે ચાંદીના નવા સિક્કા પણ ખરીદે છે.
મુર્તિઓને ગંગાજળથી સાફ કરવાની સાથે સાથે તેને એક વાટકીમાં નાખીને પુજા સ્થાનમાં રાખો. ગંગાજળને આર્થિક સમૃદ્ધિ માટે ખુબ જ પવિત્ર અને સારું માનવામાં આવે છે.
આ બધી વસ્તુઓની સાથે-સાથે કમળનું ફુલ Diwaliની પુજા દરમિયાન માતા લક્ષ્મીનાં ચરણોમાં રાખો. તો આ હતી અમુક એવી વસ્તુઓ, જેનાં વગર દિવાળીની પુજા અધુરી માનવામાં આવે છે.
more article : Diwali ના દિવસે આ 5 વસ્તુઓ જોવા મળે તો સમજી લેવું કે મા લક્ષ્મી થઈ ગયા છે પ્રસન્ન, જલ્દી ખુલશે પ્રગતિના દ્વાર…