Suratમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બની તૈયાર, 1000 જેટલાં વેપારીઓએ ઓફિસોમાં મુક્યા કુંભ ઘડા
દશેરાના પાવન દિવસે ડાયમંડ બુર્સમાં જાણીતા ઉદ્યોગપતિઓની ઓફિસનું ફર્નિચરનું કામ પૂર્ણ થતાંની સાથે જ આજે કુંભ સ્થાપના કરવામાં આવી હતી. 983 જેટલી ઓફિસમાં એકસાથે કુંભ સ્થાપનાની મહત્ત્વની વિધિ પૂર્ણ થઈ હતી. ડાયમંડ બુર્સમાં જેમણે પોતાની ઓફિસ શરૂ કરી છે તેમના પરિવારના લોકો ડાયમંડ બુર્સ પરિવાર અને રાજનેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને સાંસદ દર્શના જરદોશ પણ હાજર રહ્યાં હતાં.
Surat શહેરની ઓળખ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી છે. હીરા ઉદ્યોગનો વ્યાપ માત્ર ગુજરાત પૂરતો કે દેશ પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે.
આ પણ વાંચો : maa mogal : કબરાવ ધામે આવેલા માં મોગલના ધામે માનતા પૂરી થતા યુવક 1,50,000 લઈને પહોચ્યા માં મોગલના ચરણોમાં.
છેલ્લા એક દાયકામાં સુરત હીરા ઉદ્યોગમાં જે વિકાસ થયો છે એનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું છે. સુરતનું ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગજગત માટે એક માઈલસ્ટોન સમાન બની ગયું છે.
આજે દશેરાના પવિત્ર તહેવારે ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે એકસાથે કુંભઘડા મૂકવામાં આવ્યા હતા. આ કુંભ સ્થાપનામાં ગુજરાત પ્રદેશ ભાજપ-અધ્યક્ષ સીઆર પાટીલ સહિત હજારો લોકો જોડાયા હતા.
more article : Suratના બ્રેઈનડેડ ચિરાગ પટેલના લિવર અને કિડનીના દાનથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન…