દુનિયાનો સૌથી મોંઘો શેર, જેને ખરીદવા માટે તમારે ખર્ચવા પડશે કરોડો

દુનિયાનો સૌથી મોંઘો શેર, જેને ખરીદવા માટે તમારે ખર્ચવા પડશે કરોડો

જો તમારી પાસે 10 રૂપિયા હોય તો તમે 2-4 રૂપિયા ખર્ચ કરીને બાકીના પૈસા બચાવવાનો પ્રયત્ન કરશો. તેમજ જો કોઈકની પાસે 10-20 કરોડ રૂપિયા હોય તો તે 2-7 કરોડ રૂપિયાની વસ્તુ ખરીદતા પહેલા ઘણીવાર વિચાર કરશે કારણ કે, તેણે પોતાની સંપત્તિનો એક મોટો હિસ્સો ખર્ચ કરવો પડશે. એ જ રીતે દુનિયાનો સૌથી મોંઘો શેર 4 કરોડ રૂપિયા કરતા પણ વધુ કિંમતે વેચાઈ રહ્યો છે. એવામાં તેને કોઈ સામાન્ય કરોડપતિ તો ખરીદી જ નહીં શકશે.

વોરન બફેટ, જે ફોર્બ્સ અનુસાર હાલના સમયમાં દુનિયાના પાંચમાં નંબરના સૌથી વધુ ધનિક વ્યક્તિ છે, તેમની કંપની બર્કશાયર હેથવેનો શેર દુનિયામાં સૌથી મોંઘો સ્ટોક છે. ન્યૂ યોર્ક સ્ટોક એક્સચેન્જ પર કાલે બર્કશાયર હેથવેના શેર 4.97 લાખ ડૉલર પર બંધ થયો હતો. ભારતીય રૂપિયામાં બર્કશાયર હેથવેના શેરની કિંમત 4.07 કરોડ રૂપિયા બને છે. બફેટ બર્કશાયર હેથવે ચલાવે છે, જે અનેક કંપનીઓના માલિક છે, જેમા વીમા કંપની Geico, બેટરી નિર્માતા Duracell અને રેસ્ટોરાં ચેન Dairy Queen સામેલ છે. બર્કશાયર હેથવે ઓમાહા, નેબ્રાસ્કામાં સ્થિત કંપની છે. તે વોરન બફેટ માટે એક ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ તરીકે કામ કરે છે.

બર્કશાયર હેથવે પ્રોપર્ટી તેમજ કેઝ્યુઆલિટી ઇન્શ્યોરન્સ અને રિઇન્શ્યોરન્સ, યૂટિલિટીઝ તેમજ એનર્જી, ફ્રેટ રેલ ટ્રાન્સપોર્ટેશન, ફાઇનાન્સ, મેન્યુફેક્ચરિંગ, રિટેલિંગ, અને સર્વિસીસ ઉપલબ્ધ કરાવે છે. તે અમેરિકાની કંપની છે, જેનું હેડક્વાર્ટર ઓમાહામાં છે. તેની શરૂઆત 1939માં થઈ હતી. બફેટે 1965માં બર્કશાયર હેથવે ખરીદ્યુ હતું. વોરન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન તેમજ CEO છે. મે 2021 સુધીના આંકડાઓ અનુસાર, કંપનીમાં 3.60 લાખ એમ્પ્લોઈ હતા. વોરન બફેટ 2006થી અત્યારસુધી 37 અબજ ડૉલર કરતા વધુના બર્કશાયર સ્ટોક દાન કરી ચુક્યા છે.

બર્કશાયર હેથવેના શેરનો 52 અઠવાડિયાનો ટોચનો ભાવ 5.06 લાખ ડૉલર અથવા 4.15 કરોડ રૂપિયા રહ્યો છે. તેમજ આ અવધિમાં તે 393012.25 ડૉલર (3.22 કરોડ રૂપિયા) ના નીચલા સ્તર સુધી ગયો હતો. તેનું માર્કેટ કેપિટલ હાલના સમયમાં 722 અબજ ડૉલર કરતા વધુ છે.

હાલના સમયમાં વોરન બફેટ દુનિયાના પાંચમાં નંબરના સૌથી ધનવાન વ્યક્તિ છે. ફોર્બ્સની યાદી અનુસાર, હાલ તેમની સંપત્તિ 114 અબજ ડૉલર અથવા 9.35 લાખ કરોડ રૂપિયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *