World record : 4 મહિનાની બાળકીની પ્રતિભા એવી કે, નામ ‘નોબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયુ

World record : 4 મહિનાની બાળકીની પ્રતિભા એવી કે, નામ ‘નોબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયુ

World record : દુનિયામાં ઘણી વસ્તુઓ એવી ઘટતી હોય છે જેના પર વિશ્વાસ ના આવે. અલગ અલગ લોકો પાસે કંઇને કંઇક ટેલેન્ટ તો હોય જ છે ઉમર પ્રમાણે તે બહાર આવતુ હોય છે. ત્યારે આંધ્રપ્રદેશની માત્ર 4 મહિનાની બાળકી કૈવલ્યાએ પોતાની આવડતથી બધાને ચોંકાવી દીધા છે.આંધ્રપ્રદેશના રહેવાસી કૈવલ્યનું નામ તાજેતરમાં નોબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. તમને સવાલ થશે કે માત્ર 4 વર્ષની આ બાળકીએ એવુ શું કરી દીધુ કે તેનું નામ નોબલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ ગયુ.

120 વસ્તુઓને ઓળખી બતાવે છે કૈવલ્યા

વર્લ્ડ રેકોર્ડ : આંધ્રપ્રદેશના રહેવાસી રમેશ અને હેમાની દીકરી કૈવલ્યામાં ખાસ ટેલેન્ટ છે. તેને માત્ર 4 મહિનાની ઉંમરે, 120 અલગ-અલગ વસ્તુઓને ઓળખી શકે છે. માત્ર 4 મહિનાની ઉંમરે શાકભાજી, ચિત્રો, પ્રાણીઓ અને પક્ષીઓ સહિત 120 વસ્તુઓને પોતાની દ્રષ્ટિથી ઓળખી બતાવે છે. આ ટેલેન્ટને કારણે તેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

World record
World record

કૈવલ્યની માતા હેમાએ સૌ પ્રથમ તેમની પુત્રીની આ પ્રતિભાને ઓળખી હતી. તેમણે વિચાર્યું કે કેમ ન કૈવલ્યનો વિડિયો બનાવીને દુનિયાને મોકલવો. હેમાએ આ વીડિયો નોબલ વર્લ્ડ રેકોર્ડને મોકલ્યો છે. નોબલ વર્લ્ડ રેકોર્ડ્સે કૈવલ્યાની પ્રતિભાની તપાસ કરી અને તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું.કૈવલ્યને નોબલ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. કૈવલ્યએ આ રેકોર્ડ 3 ફેબ્રુઆરી 2024ના રોજ બનાવ્યો હતો. કૈવલ્યને ‘100+ ફ્લેશકાર્ડ ઓળખનાર વિશ્વનું પ્રથમ ચાર મહિનાનું બાળક’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : ભગવાન શિવ : નંદી કેવી રીતે બન્યા ભગવાન શિવનું વાહન? વાંચો રસપ્રદ પૌરાણિક કથા…

કૈવલ્યા શું ઓળખી શકે છે ?

કૈવલ્યાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તે 120 ફ્લેશકાર્ડ ઓળખતી જોવા મળે છે. આ ફ્લેશકાર્ડમાં 12 ફૂલો, 27 શાકભાજી, 27 ફળો, 27 પ્રાણીઓ અને 27 પક્ષીઓ છે. આ વીડિયોમાં કૈવલ્યા અને તેનો પરિવાર મેડલ સાથે જોવા મળી રહ્યો છે.

World record
World record

આ પણ વાંચો : Tulsishyam mandir : ભગવાનને શ્રાપ આપી વૃંદાએ કર્યો હતો દેહત્યાગ! જાણો કેવી રીતે બન્યું તુલસીશ્યામ, કુંડમાં સ્નાનથી આ રોગ થાય છે દૂર…

પરિવારના સભ્યોનું કહેવું છે કે બાળકીની આ પ્રતિભા જોઈને શરૂઆતમાં નોબેલ વર્લ્ડ રેકોર્ડના લોકો પણ અન્યોની જેમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બાદમાં, તેમણે બાળકીની પ્રતિભાની ચકાસણી કરી જે બાદ કૈવલ્યાનું નામ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવાનું નક્કી કર્યું. કૈવલ્યની માતાને આશા છે કે, તેમના બાળકીની સ્ટોરી અન્ય માતા-પિતાને તેમના બાળકની પ્રતિભાને ઓળખવા અને તેને પ્રેરણા આપશે.

World record
World record

MORE ARTICLE : Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી આગાહી, હોળી પહેલા હવામાનમાં થશે મોટા ફેરફાર

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *