World Heritage Day : આન..બાન..શાન વધારે છે ભારતના 5 સાંસ્કૃતિક વારસા, જાણો તેના વિશે, જે બહુ ઓછા લોકો જાણે છે..
World Heritage Day : વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વિશ્વ ધરોહરની સાથે કલા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવે છે.
World Heritage Day : વિશ્વ ધરોહર દિવસ દર વર્ષે 18 એપ્રિલે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય વિશ્વના તમામ વારસા, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આપણો દેશ ભારત ઇતિહાસ અને કલા સાહિત્યથી ભરેલો છે. અહીં UNESCOની 42 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. આ વર્લ્ડ હેરિટેજ ડે પર અમે તમને દેશની કેટલીક એવી હેરિટેજ સાઇટ્સ વિશે જણાવીશું, જ્યાં આજ સુધી ઘણા પ્રવાસીઓ પહોંચી શક્યા નથી.
ભારતની આ પાંચ હેરિટેજ સાઇટ્સની અવશ્ય મુલાકાત લો
1.ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન, ગુજરાત
આ પુરાતત્વીય ઉદ્યાન ગુજરાતના પંચમહાલ પર્વતો પાસે આવેલુ છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે. અહીં તમને ઇતિહાસ અને કલાનો અનોખો સંગમ જોવા મળશે. તેની સાથે અહીં તમને હિંદુ અને મુસ્લિમ સ્થાપત્યની ઝલક જોવા મળશે, જેનું બેસ્ટ ઉદાહરણ અહીં હાજર જામા મસ્જિદ છે. આ ગુજરાતની સૌથી મોટી મસ્જિદ છે. અહીં તમે પાવાગઢની ટેકરીઓ પરથી વડોદરાનો સુંદર નજારો જોઈ શકો છો.
2. કોચી, એર્નાકુલમમાં મટ્ટનચેરી પેલેસ
કેરળના મટ્ટનચેરી પેલેસને ડચ પેલેસ પણ કહેવામાં આવે છે. અહીંના ઘરો કેરળ અને યુરોપના આર્કિટેક્ચર પ્રમાણે બનાવવામાં આવ્યા છે. મટ્ટનચેરીના બજારમાં તમને ફેમસ ખોરાકનો સ્વાદ માણવાની તક મળશે. જેમાંથી અપ્પમ અને માછલીની કરી સૌથી વધુ લોકપ્રિય છે.
આ પણ વાંચો : Gold Ramayana : સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડી
3.શેખ ચિલ્લીનો મકબરો, હરિયાણા
હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લામાં આવેલી શેખ ચિલ્લીના મકબરો વર્લ્ડ હેરિટેજનો મહત્વનો ભાગ છે. આ મકબરો પારસી આર્કિટેક્ચર અનુસાર બનાવવામાં આવ્યો છે. અહીં દરેક ધર્મના લોકો પ્રાર્થના કરવા આવે છે. વર્લ્ડ હેરિટેજનો હિસ્સો હોવાથી આ મકબરાની ખાસ કાળજી રાખવામાં આવે છે. અહીંના સ્થાનિક બજારમાં તમને ઘરની સજાવટ માટે ઘણી વસ્તુઓ મળશે.
4.પટ્ટડકલ્લુ, કર્ણાટક
મલાપ્રભા નદીના કિનારે આવેલું આ વિશ્વ ધરોહર સ્થળ ચાલુક્ય સામ્રાજ્યનું છે. તેને રક્તપુરા પણ કહેવામાં આવે છે, તે કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં આવેલું છે. આ વિવિધ સ્મારકોનો સમૂહ છે જે તેમના પુરાતત્વીય મહત્વ માટે પ્રખ્યાત છે. અહીંના ઐતિહાસિક સ્મારકોમાં નવ હિન્દુ અને એક જૈન મંદિર છે.
આ પણ વાંચો : Surat : સુરતના એક મંદિરમાં નથી ભગવાન રામની મૂર્તિ કે તસવીર, જાણો તો પછી શેના દર્શન કરવા ઉમટે છે રામ ભક્તો.
5.કાકતીયા રુદ્રેશ્વર (રામપ્પા) મંદિર, તેલંગાણા
કાકતીયા રુદ્રેશ્વર (રામપ્પા) મંદિર તેલંગાણાની વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ એક પ્રાચીન મંદિર છે. આ મંદિર તારાના આકારમાં બનેલું ભવ્ય મંદિર છે. આ મંદિર 12મી સદીમાં કાકતીય રાજા રુદ્રદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં હજાર સ્તંભો છે, તેથી તેને હજાર સ્તંભવાળું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે તેને બનાવવામાં જે પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે તે પાણીમાં ડૂબતો નથી.
more article : Success Story : આદિત્ય શ્રીવાસ્વત IPSથી બનશે IAS, તેમની UPSC સફર પર એકનજર..