મોબાઈલ ચોરતા મહિલા પકડાઈ, રડવા લાગી, લોકોએ એવી સજા આપી કે તમને વિશ્વાસ નહીં આવે
સામાન્ય રીતે કોઈ શખસ ચોરી કરતાં ઝડપાઈ તો લોકોનો આક્રોશ ફાટી નીકળતો હોય છે. લોકો ચોરને પકડીને જાતભાતની સજા આપતાં હોય છે. ક્યાંક લોકો મેથીપાક ચખાડતા હોય છે તો ક્યાંક લોકો ચોરને ઉંધા લટકાવી ધોલાઈ કરતાં હોય છે. પણ સુરતમાં એક મોબાઈલ ચોર મહિલાને લોકોએ જે સજા આપી એ જાણીને તમને વિશ્વાસ નહીં આવે.
સુરતના વેલંજા વિસ્તારમાં સબાના નામની મહિલાને લોકોએ મોબાઈલ ચોરતા પકડી પાડી હતી. રંગેહાથે ચોરી કરતાં ઝડપાતા મહિલા પહેલા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. જોતજોતામાં લોકોનું ટોળું એકઠું થઈ જતા મહિલા ચોર ડઘાઈ ગઈ હતી.
ઝડપાઈ જતાં મહિલા ચોરને લાગ્યું કે લોકો મારી મારીને બેહાલ કરી દેશે. પણ તેના આશ્ચર્ય વચ્ચે લોકોએ તેને અનોખી સજા આપી હતી. ચોરી કરતાં ઝડપાયેલી મહિલાને સ્થાનિક મહિલાઓએ હાથમાં ઝાડું પકડાવ્યું હતું.
મહિલા ચોરને લોકોએ ઝાડું પકડાવી બિલ્ડિંગની સાફ-સફાઈ કરવાની અનોખી સજા આપી હતી. લોકોએ આવી સજા આપી મહિલાને મહેનતના રોટલા ખાવાનો પાઠ ભણાવ્યો હતો. સાફ-સફાઈના પાઠ ભણાવ્યા બાદ મહિલાને પોલીસના હવાલે કરવામાં આવી હતી. આ અંગેનો એક વીડિયો પણ સોશ્યલ મીડિયામાં ફરતો થયો છે.
નોંધનીય છે કે સુરતના લિંબાયતમાં રહેતી સબાના નામની આ મહિલા તેની ગેંગ સાથે રીક્ષામાં બેસતા મુસાફરોને ટાર્ગેટ કરતી હતી. મહિલાએ પોતાની ગેંગમાં સાજીદ લીલાનેજા નામનો વ્યક્તિ સામેલ હોવાની કબૂલાત કરી હતી. આ ગેંગ રીક્ષામા બેઠેલા મુસાફરોની નજર ચૂકવી તેમનો સામાન અને ખાસ કરીને