શિવજીનો જ કેમ કરાય છે જળાભિષેક?,જાણો કારણ…
ભગવાન શિવ ભક્તોની ઉપાસનાથી પ્રસન્ન થઇને તેમની દરેક કામના પૂર્ણ થવાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ભક્તો શિવ ઉપાસનાની સાથે-સાથે મંદિરોમાં જઇને શિવજી પર જળાભિષેક પણ કરે છે.
કહેવામાં આવેે છે કે તેનાથી ભગવાન શિવ અતિ પ્રસન્ન થઇને ભક્તોના બધા કષ્ટ હરી લે છે. ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરે છે. બધા દેવોમાં માત્ર શિવજીનો જ જળાભિષેક કરવામાં આવે છે. જેની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ છે.
ધાર્મિક માન્યતા છે કે શિવજીનો જળાભિષેક અથવા દુગ્ધાભિષેક કરવાથી ભગવાન શિવ તેમને સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રદાન કરે છે. આમ તો ભક્ત કોઈ પણ દિવસે ભગવાન શિવનો જળાભિષેક કરી શકે છે. પરંતુ શ્રાવણના સોમવારના દિવસે જળાભિષેક કરવાથી અનેક ગણુ વધારે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. કારણકે શ્રાવણ માસ ભગવાન શિવને અતિ પ્રિય છે.
ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવ લગ્ન બાદ જ્યારે પહેલી વખત સાસરે ગયા તો તે શ્રાવણ માસ હતો. માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતીનુ મિલન થયુ હતુ. એટલું જ નહીં, શ્રાવણ માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી લોક પર રહે છે. આ બધા કારણોને લીધે શ્રાવણ માસ શિવજીને અતિ પ્રિય છે.
જ્યોત્રિલિંગોને શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. વૈજ્ઞાનિક સ્ત્રોત પરથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ રેડિએશન જ્યોતિર્લિગ પર હોય છે. આ જ્યોતિર્લિગ એક ન્યુક્લિઅર રિએક્ટર્સની જેમ રેડિયો એક્ટિવ એનર્જીથી ભરપૂર હોય છે. આ ભયંકર ઉર્જાને શાંત કરવા માટે શિવલિંગ પર જળ અર્પિત કરવામાં આવે છે એટલેકે જળાભિષેક કરવામાં આવે છે.