શુ રાણા ભગત 300 વિઘા જમીન છોડી હીમાલય મા હાડકા ગાળવા જાય છે ??? જાણો શુ છે ખરી હકીકત અને જુઓ વિડીઓ

શુ રાણા ભગત 300 વિઘા જમીન છોડી હીમાલય મા હાડકા ગાળવા જાય છે ??? જાણો શુ છે ખરી હકીકત અને જુઓ વિડીઓ

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેના દ્વારા દેશ વિદેશની દરેક ખબરો વ્યક્તિ સરળતાથી મેળવી શકે છે પરંતુ દરેક મળેલી માહિતી એ 100% સાચી હોય એવું માની ના લેવું જોઈએ કારણકે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી અફવાઓ અને ખોટી વાતો પણ કંઈક અલગ રીતે રજૂ કરીને વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મીડિયામાં રાણા ભગત નો એક વિડીયો વાયરલ થયો છે આ વીડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રાણા ભગત હેમાળે હાળ ગાળવા જાય છે.

આ વિડીયો અંગે હકીકત જણાવીશું કે આખરે શું ખરેખર રાણા ભગત એ હેમાળે હાડ ગાડવા જાય છે. સૌથી પહેલા તમે આપની એ જણાવશો હિમાળે હાલ ગાળવા જવું એટલે કે હિમાલય પર્વતમાં પોતાના દેહનો ત્યાગ કરી દેવો આજથી અનેક યુગો પહેલા પાંડવો એ પણ હિમાલય માં થઈ ગયા હતા અને કળિયુગમાં પણ આઈ શેણી એમાં વિલીન થઈ ગયા હતા. રાણા ભગત પણ હિમાલયમાં વિલીન થવા જઈ રહ્યા છે તેવા વીડિયો વાયરલ થઈ.

સોશિયલ મીડિયામાં રાણા ભગત વિશે જે વાત થઈ રહી છે તે વાત તદ્દન ખોટી છે. રાણા ભગતે સ્પષ્ટ કહ્યું છે કે હેમાળે હાડ ગાળવા જવાની વાત તદ્દન ખોટી છે, તેમને કહ્યું છે કે આ લોકોની માત્ર વિચારધારા છે પણ હકીકત આ નથી હું તો માત્ર ભજન કરવા માટે ઘરેથી નીકળ્યો છું, હાલાં જ્યારે ચાતુમાર્સ ચાલી રહ્યો છે, ત્યારે તેઓ ભજન કરવા માટે ઘરેથી નીકળી ગયા છે અને તેઓ ભજન કરવા ક્યાં જવાના તે તેમને ખુદને ખબર નથી બસ તેમને એક નિર્ણય કર્યો પછી ક્યારેય પાછાપાની કરતા નથી. બીજી વાત એ કે તેમની પાસે 350.વીઘા જમીન પણ નથી, તેમની પાસે માત્ર આશ્રમની જગ્યા અને ગૌમાતાઓ છે.

 

રાણા ભગત ચાતુમાર્સમાં ભજન કરવા જાય છે. કહેવાય છે કે, અષાઢ મહિનાના શુક્લ પક્ષની અગિયારસથી કાર્તિક માસના શુક્લ પક્ષના અગિયારસ સુધીના સમયને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે પંચાંગ અનુસાર ચાતુર્માસની શરૂઆત દેવપોઢી એકાદશી એટલે કે આજથી થશે અને તેનું સમાપન દેવઊઠી એકાદશી પર થાય છે, આ માસ દરમીયાન નારાયણ પોઢી જાય છે અને સુષ્ટિનું સંચાલન શિવજી કરે છે, આ માસ દરમિયાન ભજન, ભક્તિનું અનેરું મહત્વ હોય છે, આ કારણે રાણા ભગત પણ ભજન કરવા માટે ઘરેથી નીકળ્યાં છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *