મુકેશ અંબાણી હંમેશા સફેદ શર્ટ કેમ પહેરે છે? જાણો શું છે કારણ….
મિત્ર દુનિયાના સૌથી અમીર વ્યક્તિ હોવાની યાદીમાં મુકેશ અંબાણી નું નામ આજના સમયમાં મોખરે આવે છે. મુકેશ અંબાણી અવારનવાર તેમની લાઈફ સ્ટાઈલ અને તેમનો પરિવાર જાહોજલાલી ને લઈને ચર્ચામાં હોય છે. આજના સમયના મુકેશ અંબાણી રિલાયન્સ કંપનીના માલિક છે અને અરબોની સંપત્તિ હોવા છતાં પણ મુકેશ અંબાણી ઘણી બધી વાતોથી સાતગી ભર્યું જીવન જીવે છે.
જો કે મુકેશભાઈ અંબાણી પોતાના પરિવારની સાથે ઘણી બધી સારામાં સારી લક્ઝરી લાઇફ પણ જીવી રહ્યા છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે મુકેશભાઈ અંબાણી પોતાના પરિવારની સાથે, વિશ્વના સૌથી મોંઘા ઘરની અંદર સામેલ એવા 27 માળના આલીશાન એન્ટેલિયા નામના ઘરમાં રહે છે. તેમને દેખરેખ માટે 600 નોકરો નો સ્ટાફ પણ રાખ્યો છે. આ ઉપરાંત અંબાણી પરિવારની પાસે ઘણી બધી લક્ઝરીયસ વસ્તુઓ પણ છે જે દુનિયાના ટોચના અમીરો વ્યક્તિ પાસે પણ છે
પરંતુ આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ તમે જોયું હશે કે તે મુકેશ અંબાણી હંમેશા મોટાભાગે સફેદ શર્ટ જ પહેરે છે. મુકેશભાઈ અંબાણી હંમેશા સફેદ શર્ટમાં જ તમે જોયા હશે, તેમની પાછળ એ ખૂબ જ મોટું કારણ છે. વાત કરીએ તો મુકેશ અંબાણી સાદગી અને સહજ સ્વભાવના છે. મુકેશ અંબાણી પોતાના ફેશન સ્ટાઈલ ઉપર ધ્યાન આપવાને બદલે ધંધાને કઈ રીતે આગળ વધારવો તેની ઉપર વધારે ધ્યાન આપે છે. જેના કારણે સામાન્ય રીતે સિમ્પલ ડ્રેસિંગ કરવું ખૂબ જ વધારે પસંદ કરે છે
મુકેશ અંબાણીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે કપડાની પસંદગી કરવામાં ખૂબ જ વધારે સમય બરબાદ થઈ જાય છે, તેના કારણે કપડા પસંદ કરવામાં સમય વેડફવા કરતા ધંધા ઉપર વધારે ધ્યાન આપવું વધારે પસંદ કરે છે. આ સિવાય મુકેશભાઈ અંબાણીને સફેદ કલર ખૂબ જ વધારે ગમે છે. જેના કારણે તે સફેદ શર્ટ વધારે પહેરે છે અને સફેદ શર્ટ શાંતિનું પ્રતીક છે.
મુકેશ અંબાણી જ્યારે સવારના સમયે ઓફિસ માટે જાય છે ત્યારે તો કોઈ મોટી હસ્તી અથવા તો નેતાને મળે છે ત્યારે સફેદ શર્ટ પહેરેલા જ તેઓએ જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે, અંબાણી સવારે 5:00 વાગે જાગે છે અને વર્કઆઉટ કરીને પોતાના શુભ દિવસની શરૂઆત કરે છે. અને તેઓ ભોજનમાં પણ ખૂબ વધારે સાદું ભોજન લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
મુકેશભાઈ અંબાણી પોતાના દિવસે શરૂઆત પપૈયાનો જ્યુસ પીને પણ કરે છે અને તેઓ લંચમાં શુભ અને સલાડ ખાવાનું વધારે પસંદ કરી રહ્યા છે. બપોર ના સમયમાં પણ ખૂબ જ વધારે હેવી નહીં પરંતુ દાળ ભાત અને રોટલી જમવાનું વધારે પસંદ કરે છે. મુકેશભાઈ અંબાણીના ગુજરાતી ભોજન ખાવું વધારે ગમે છે અને આ સિવાય સાઉથ ઇન્ડિયન પણ વધારે ભોજન પસંદ છે
મુકેશભાઈ અંબાણીને મુંબઈની અંદર આવેલા મહેસૂરનો ઇડલી સંભાર વધારે પસંદ છે. આ સાથે એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે મુકેશભાઈ અંબાણીને સ્ટ્રીટ ફૂડ અને ખાસ કરીને પાવભાજી ખાવી વધારે પસંદ છે. આજના સમયમાં મુકેશભાઈ અંબાણીની કુલ સંપત્તિ અંદાજે 72.04 અરબ ડોલર છે. દુનિયાની સૌથી અમીર યાદીમાં મુકેશ અંબાણી નું નામ મોકલે છે