શું તમે જાણો છો કે, શા માટે સાધુ સંતો લાકડા ના આવા ચપ્પલ પહેરે છે??, જાણો તેના પાછળના કારણો…

શું તમે જાણો છો કે, શા માટે સાધુ સંતો લાકડા ના આવા ચપ્પલ પહેરે છે??, જાણો તેના પાછળના કારણો…

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી વખત જ્યારે તમે સાધુ સંતોને જુવો છો તો તેમના પગમાં ચપ્પલ ના બદલે ચરણ પાદુકાઓ પહેરેલી દેખાય છે, જે લાકડાની બનેલી હોય છે. જેને જોઈને દરેકના મનમાં વિચાર આવે છે કે વળી સાધુ સંતો આ ખાસ પ્રકારની ચરણ પાદુકાઓ શા માટે પહેરે છે અને તેનાથી શું ફાયદો થાય છે. જો તમારા મનમાં પણ આ પ્રશ્ન આવી રહ્યો છે તો ચિંતા કરશો નહીં કારણ કે આજે અમે તમને તેની પાછળનું રસપ્રદ કારણ જણાવવા જઈ રહ્યા છીએ.

હકીકતમાં જ્યારે તમે ચરણ પાદુકા પહેરો છો તો તમારી કરોડરજ્જુ એકદમ સીધી રહે છે અને તેને નુકસાન થતું નથી. આ સાથે તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રહે છે અને મગજ પણ એકદમ તીક્ષ્ણ બની જાય છે. આજ કારણ છે કે સાધુ સંતો ચપ્પલ ને બદલે ચરણ પાદુકા પહેરવાનું પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે હાલની તારીખમાં ચરણ પાદુકાઓ લાકડાંથી બનાવવામાં આવે છે પંરતુ એક સમય હતો જ્યારે તે હાથીના દાંત અને સોનામાંથી બનાવવામાં આવતી હતી. લાકડાની ચરણ પાદુકાઓ સાથે ગુરુત્વાકર્ષણ નો નિયમ પણ જોડાયેલ છે. હકીકતમાં ચરણપાદુકા પહેરવાથી વિવિધ વિદ્યુત તરંગો શરીરમાં પ્રવેશી શકતા નથી. જ્યારે તમે ચરણ પાદુકા પહેરો છો તો તે સીધા લાકડાની મદદથી જમીનમાં ઉતરી જાય છે. જેનાથી તમારા શરીરનો બધો જ થઈ દૂર થાય છે અને માંસપેશીઓ પણ મજબૂત બને છે.

જ્યારે ઋષિમુનિઓને ખબર પડી કે આ વિશ્વમાં રહેલી મોટાભાગની વસ્તુઓ વીજળીની વાહક છે, જેના લીધે ચપ્પલ પહેરવા સ્વાસ્થય માટે નુકસાન કરતા ઓછાં નથી, જેના પછી બધા જ સાધુ સંતોએ ચરણ પાદુકા સ્વીકારી હતી. કારણ કે તે લાકડાની હોવાથી વીજળી તેની મદદથી સુધી ધરતીમાં સમાઈ જાય છે. ઋષીઓમુનીઓ એ જ્યારે ચરણ પાદુકા પહેરવાની શરૂઆત કરી ત્યારે લોકો તેનો અર્થ સમજી શક્યા નહિ અને તેને ધર્મ સાથે જોડવા લાગ્યા હતા.

જ્યારે તમે ચરણ પાદુકાઓ પહરો છો તો તમને સ્નાયુઓ સાથે જોડાયેલ રોગો થવાનો ભય નહિવત થઈ જાય છે. તેનાથી તમારી કરોડરજ્જુ પણ ટાઇટ કરી શકાય છે. જ્યારે તમે આ ચરણ પાદુકાઓ પહેરો છો તો તમને સીધા ચાલવામાં પણ મદદ મળી શકે છે. જોકે શરૂઆતમાં તે પહેરવામાં થોડીક અગવડ પડી શકે છે પણ પાછળથી તે તમને બંધબેસી જશે.

admin

Leave a Reply

Your email address will not be published.