ફરી કેમ અંનત અંબાણીનું વજન આટલું બધું વધી ગયું..જાણીને તમને આંચકો લાગશે..જાણો
દુનિયાના મોટા ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ પોતાનું વજન 108 કિલોગ્રામ સુધી ઘટાડી લીધુ હતું. આશરે ત્રણ વર્ષોથી તેનું વજન બેલેન્સ હતું. દરમિયાન તેણે પોતાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી અને ખૂબ જ જલ્દી લગ્ન કરવાના છે. અનંત અંબાણીની આ એંગેજમેન્ટ સેરેમનીમાં તેનું વજન વધેલું દેખાઈ રહ્યું છે.
અનંત અંબાણીના ફરીવાર મેદસ્વિ થવાને કારણે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આખરે તેનું વજન ફરીવાર કઈ રીતે વધી ગયુ. એમાં હવે સવાલ એ થાય છે કે, વજન ઘટાડ્યા બાદ તેને મેન્ટેન રાખવું પણ જરૂરી છે. તેને માટે સૌથી પહેલા આપણે એ સમજવુ પડશે કે વજન ઘટ્યા બાદ વધ્યું શા માટે?
2017માં અનંત અંબાણીએ માત્ર 18 મહિનામાં પોતાનું વજન 108 કિલો ઘટાડી લીધુ હતું. તે એટલો પાતળો અને સ્માર્ટ થઈ ગયો હતો કે લોકો ઓળખી પણ નહોતા શકતા. અનંત અંબાણીના કોચ વિનોદ ચન્નાના નેતૃત્વમાં વર્કઆઉટના માધ્યમથી પોતાનું વજન ઓછું કર્યું હતું. અનંત અંબાણી દરરોજ 5-6 કલાક એક્સરસાઈઝ કરતો હતો જેમા 21 કિલોમીટર રોજ વોક કરતો હતો.આ ઉપરાંત યોગ, વેટ ટ્રેનિંગ અને અન્ય પ્રકારની એક્સરસાઈઝ કરતો હતો. આ ઉપરાંત, ડાયટનું ખાસ ધ્યાન રાખતો હતો.
અનંતની ડાયટમાં હેલ્ધી ફેટ, પ્રોટીનનો વધુ ડોઝ જતો હતો. આ સાથે જ ફળ, પનીર, ક્વેનોઆ આપવામાં આવતા હતા. હવે તેનું વજન ફરીવાર વધેલું દેખાઈ રહ્યું છે. વજનને કંટ્રોલ કર્યા બાદ તેને મેનેજ કરવું ખૂબ જ જરૂરી છે. હેલ્થ વેબસાઈટ હેલ્થલાઈન અનુસાર, ફરીવાર વજન વધવાના ઘણા કારણો હોઈ શકે છે જેમા પહેલું કારણ એ છે કે જે દિનચર્યા વેટ લોસ પહેલા હતી, એ જ દિનચર્યા ફરીવાર શરૂ કરવી. એટલે કે અનંત અંબાણી પહેલાની જેમ જ અનહેલ્ધી ડાયટ લઈ રહ્યો છે અને એક્સરસાઈઝ કરવાની તેણે છોડી દીધી છે એટલે જ તેનું ફરીવાર વજન વધી ગયુ છે.
કઈ રીતે કરવું મેન્ટેન
જ્યારે શરીરમાં ફેટ ઘટે છે તો ફરીથી શરીરમાં ભૂખવાળા હોર્મોન વધવા માંડે છે. તેમજ કેલેરી ખાવાથી અને મસલ્સ લોસ થવાથી મેટાબોલિઝ્મ પણ ધીમુ થવા માંડે છે. મેટાબોલિઝ્મ જ્યારે સ્લો થઈ જાય છે તો તેનો મતલબ છે કે શરીરમાં પોષક તત્વોનું અવશોષણ ઘટી જાય છે એટલે કે શરીરમાં ફરીથી ફેટ જમા થવા માંડે છે. આ જ કારણ છે કે, અનંત અંબાણીનું વજન ફરીથી વધી ગયુ છે.