Kali chaudas પર શા માટે હોય છે બજરંગબલીની પૂજા? આ ઉપાયથી થશે લાભ…
નવરાત્રીની સાથે જ તહેવારોની પણ શરૂઆત થઈ જાય છે. જલ્દી જ હિંદુઓનો સૌથી મોટુ તહેવાર દિવાળી પણ આવે છે પણ દિવાળીથી પહેલા એક દિવસ પહેલા ઉજવાય છે Kali chaudas
આ દિવસથી સંકળાયેલી ઘણી માન્યતાઓ છે. તેમાંથી એક Kali chaudas પર બરંગબલીની પૂજા પણ કરાય છે. ભગવાન શ્રીકૃષ્ણ, માતા કાલી અને મૃત્યુના દેવતા યમરાજની પૂજા વિશે તો બધા જાણે છે, પરંતુ હજુ પણ ઘણા લોકો નથી જાણતા કે આ દિવસે બજરંગબલીની પૂજાનું મહત્વ શું છે? તો ચાલો તમને જણાવીએ કે આ દિવસે બજરંગબલીની પૂજા શા માટે કરવામાં આવે છે?
હકીકતમાં વાલ્મીનિ રામાયણ મુજબ કાર્તિક મહીનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને હનુમાનજીનો જન્મ થયુ હતું. આ દિવસે જ Kali chaudas પણ ઉજવાય છે. તેથી માન્યતા છે કે નરક ચતિર્દશીના દિવસે જે પણ માણસ બજરંગબલીની પૂજા-અર્ચના કરે છે, તેના જીવનના બધા સંકટથી મુક્તિ મળે છે. આ જ કારણ છે કે આ દિવસે એટલે કે કાળી ચૌદશને બજરંગબલીની પણ પૂજા કરાય છે.
બજરંગબલીને ખુશ કરવા માટે શું કરવું?
નરક ચતુદર્શીના દિવસે એક નારિયેળ લેવુ અને તમારા માથા પરથી સાત વાર ઉતારીને બજરંગબલીને ચઢાવી દો. કહેવામાં આવે છે કે આવુ કરવાથી તમારા જીવનની દરેક પરેશાનીનો ઉકેલ થઈ જાય છે. તે સિવાય પીપલના પાનમાં “જય શ્રી રામ” લખીને તેની એક માળા બનાવો અને આ માળાને બજરંગબલીને પહેરાવો. તેનાથી કરિયરમા% થતી પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે.
આ ઉપાયોથી પણ થશે લાભ
નરક ચતુદર્શીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને તલના તેલથી માલિશ કરવી અને પાણીમાં તલ નાખી સ્નાન કરવું. Kali chaudasના દિવસે સ્નાન કર્યા પછી માથા પર કંકુઅથી ચાંદલો લગાવી અને દક્ષિણ દિશાની તરફ મોઢુ કરીને તલના જળથી યમરાજનુ તર્પણ કરવું. તેનાથી નરકમાં મળતી પરેશાનીઓથી મુક્તિ મળે છે.
શું ન કરવું?
નરક ચૌદસને મંદિર, રસોડું, તુલસી, પીપળ, વડ કે આંબાના ઝાડ નીચે ગંદા ન કરો. આ દિવસે અહીં સાફ કરો અને દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ રહે છે. આ દિવસે દીપદાનનું પણ ખૂબ મહત્વ છે.
more article : દિવાળીના એક દિવસ પહેલા એટલે કે કાળી ચૌદશ કેમ મનાવવામાં આવે છે? જાણો શું પૌરાણિક કથા…