યુવકના ઘરમાંથી બધુ જ ચોરાઈ ગયું હતું ત્યારે, માં મોગલને યાદ કરીને માનતાં માની અને માનતા માન્યાના માત્ર ૨૧ દિવસમાં જ થયો એવો ચમત્કાર કે…
માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલ તો દયાળુ છે તેથી માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર જાય છે. માં મોગલે અત્યાર સુધી લાખો કરતા પણ વધારે ભકતોના દુઃખો દૂર કર્યા છે, માં મોગલને યાદ કરતાંની સાથે જ માં મોગલ ભક્તોની મદદ માટે તરત જ દોડીને આવી જાય છે
આજ સુધી માં મોગલના દરવાજેથી કોઈપણ ભકત દુઃખી થઈને ખાલી હાથે ઘરે પરત ફર્યો નથી.હાલમાં એક દંપતી હાથમાં ચાર તોલા સોનુ અને ૨૧ હજાર રૂપિયા રોકડા હાથમાં લઈને કબરાઉ માં મોગલના ધામમાં પોતાની માનેલી મનોકામના પુરી કરવા માટે આવી પહોંચ્યો હતો.
દંપતીએ મંદિરમાં આવીને કહ્યું બાપુ આ સોનુ અને પૈસા સ્વીકારો તો બાપુ એ કહ્યું કે બેટા તે શેની માનતાં માની હતી. તો યુવકે જણાવ્યું કે તેમના ઘરે મોટી ચોરી થઇ હતી.તેમાં અમારા બધા ઘરેણાં અને પૈસાની ચોરી થઇ ગઇ હતી, બધી તપાસ કરી પણ કોઈ જાણકારી મળી ન હતી .
તો મેં માં મોગલને યાદ કરીને પ્રાર્થના કરી અને કહ્યું કે જો ૨૧ દિવસમાં મારા ચોરાયેલા પૈસા અને ઘરેણાં પરત આવી જાય તો અમે તમને ચાર તોલા સોનુ અને ૨૧ હજાર રૂપિયા ચઢાવી જઈશું, માનતા માન્યાના ૨૧ દિવસ પણ પુરા થયા ન હતા.
અમને અમારું બધું પાછું મળી ગયું હતું, માં મોગલની કૃપા આજે પણ અપરંપાર છે. તો મણિધર બાપુએ કહ્યું કે માં મોગલ તો આપનારા છે તારી માનતાં માં મોગલે પુરી કરી, આ ૨૧ હજાર રૂપિયા તું તારી બહેન દીકરીઓને આપી દેજે, માં મોગલ ખુબ જ રાજી થશે. માં મોગલ પર વિશ્વાસ રાખજો તમારા બધા જ ધારેલા કામ પુરા થશે.