ભાઈબીજ ક્યારે છે? જાણો, પૂજાવિધિ અને ભાઈબીજનો તહેવાર ક્યારથી શરૂ થયો…

ભાઈબીજ ક્યારે છે? જાણો, પૂજાવિધિ અને ભાઈબીજનો તહેવાર ક્યારથી શરૂ થયો…

ભાઈ બીજ 2021: ભાઈ બીજ દિવાળીના બીજા દિવસે એટલે કે ગોવર્ધન પૂજાના બીજા દિવસે ઉજવવામાં આવે છે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો આ વર્ષે ભાઇ બીજ ક્યાં દિવસે છે અને કયો શુભ સમય છે. ભાઈ બીજ ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર છે. દિવાળીના બે દિવસ પછી ભાઈ બીજ ઉજવવાની પ્રથા જૂની છે.

ભાઈ બહેનના સ્નેહના આ તહેવારનું મહત્વ પણ રક્ષાબંધનથી ઓછું નથી. ભાઈ બીજના દિવસે પણ બહેન ભાઈને તિલક કરે છે. તેમના ભાઈને લાંબુ આયુષ્ય મળે તેવી શુભેચ્છા સાથે. અને, ભાઈ તેની બહેનને સુખ અને સમૃદ્ધિ સાથે આશીર્વાદ આપે છે. ભાઈ બીજ દિવાળીના બીજા દિવસે એટલે કે ગોવર્ધન પૂજાના બીજા દિવસે ઉજવવામાં આવે છે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો આ વર્ષે ભાઇ દૂજ કયો દિવસ છે અને કયો શુભ સમય છે.

ભાઈ બીજ ક્યારે છે? આ વર્ષે એટલે કે 2021 ના ​​વર્ષમાં, ભાઈ બીજ 6 નવેમ્બરના રોજ આવી રહી છે. આ દિવસે, બપોરે 1:10 થી બપોરે 3:22 સુધી મુહૂર્ત ભાઈઓને ચાંદલો લગાવા માટે સૌથી શુભ છે. એટલે કે શુભ મુહૂર્તનો કુલ સમય 2 કલાક અને 12 મિનિટનો છે.

ભાઈ બીજ પૂજા પદ્ધતિ: ભાઈ બીજની પૂજા પદ્ધતિ પણ રાખડી જેવી છે. આ દિવસે બહેનો સવારે ભગવાનની પૂજા કર્યા પછી તેમના ભાઈઓ માટે વાનગીઓ તૈયાર કરે છે. ભાઈને ચાંદલો કરી મનમાં જ ઈચ્છા કરે છે કે ઈશ્વર તેના ભાઈને દરેક સંકટમાંથી બચાવે. ચાંદલો કર્યા પછી ભાઈની આરતી કરવામાં આવે છે. ભાઈ બીજ પર ભાઈને પાન ખવડાવવાનો રિવાજ પણ છે.

ભાઈ બીજની પૌરાણિક કથા: યમરાજા અને યમુનાજી બન્ને સગાં ભાઈ બહેન. એક વાર યમુનાજી પોતાના ભાઈ યમરાજને ત્યાં ગયાં અને કહ્યું, ‘ભાઈ કાલે મારે ઘરે જમવા આવજો.’ છતાં યમરાજા ન ગયાં. બીજે દિવસે યમુનાજીએ પૂછ્યું ‘ભાઈ તમે જમવા કેમ ન આવ્યા ?’ યમરાજાએ તો બહાનું બતાવ્યું. એટલે યમુનાજી બે વાર, ત્રણ વાર, ચાર વાર નોતરું દઈ ગયાં. છતાં યમરાજા તો ન ગયા તે ન જ ગયા.

એમને નવરાશ હોય તો જાય ને. એ તો આખો દિવસ કામમાંથી નવરા જ ન પડે. બહેનને ના તો કહેવાય નહિ એટલે આજે આવીશ, કાલે આવીશ, પરમ દિવસે આવીશ. એમ કહ્યા જ કરે. યમુનાજી કંટાળ્યાં. એક દિવસ યમુનાજીએ ભાઈને ઘણા આગ્રહથી આમંત્રણ આપ્યું. યમરાજાએ અતિશય આગ્રહને વશ થઈ બહેનને ત્યાં જમવાનો સંકલ્પ કર્યો, પણ નરકની સંભાળ કોણ રાખે.

એમણે તો નરકમાં પડેલા બધા જીવોને છોડી મૂક્યા. કારતકની અજવાળી બીજના દિવસે યમરાજા પોતાના દૂતો સાથે બહેનને ત્યાં જમવા આવ્યા. યમુનાજીએ તો સુંગંધીદાર તેલથી ભાઈને નવરાવ્યા અને ભાતભાતની રસોઈ કરીને પ્રેમથી જમાડ્યા. બહેનના સત્કારથી યમરાજા પ્રસન્ન થયા અને બહેનને વરદાન માગવા કહ્યું.

યમુનાજીએ કહ્યું ‘ભાઈ હંમેશા નહિ તો વરસમાં કારતકની બીજના દિવસે તમારે મારે ત્યાં જમવા આવવું અને પાપીઓને નરકમાંથી છોડી દેવા. કારતક સુદ બીજને દિવસે જે ભાઈ પોતાની બહેનના હાથે જમે તેને સુખ આપવું.’

યમરાજા બોલ્યા “બહેન મારું વચન છે કે, હું કારતકની અજવાળી બીજના દિવસે તારે ત્યાં ભોજન કરીશ અને જે ભાઈઓ ભાઈબીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહિ જુએ.’

યમુનાજીએ પૂછ્યું ‘કોઈને સગી બહેન ન હોય તો’ યમરાજા બોલ્યા સગી બહેન ન હોય તો પિતરાઈની દીકરી, મામાની દીકરી, માસીની દીકરી અથવા ફોઈની દીકરીને ત્યાં જમવું. એમ પણ બહેન ન હોય તો પોતાના મિત્રની બહેનને ત્યાં જમનાર ભાઈને પણ એવું જ ફળ મળશે.’

આ પ્રમાણે બહેનને વચન આપી, યથાશક્તિ ભેટ આપી યમરાજા ચાલતા થયા. ભાઈ રોગી હોય, બંધનમાં હોય અથવા તો બહેનને ત્યાં જવાનું ન જ બની શકે તો આ ભાઈબીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલું જ ફળ મળે છે. આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમે અને શક્તિ પ્રમાણે ભેટ આપી બહેનને રાજી કરે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *