જ્યારે પોલીસ ઓફિસર બનીને યુવક પહોંચ્યો પોતાની સ્કુલમાં, ટીચરને પગે લાગ્યો તો ખુશ થઈને ટીચરે આપ્યું ૧૧૦૦ રૂપિયાનું ઇનામ

જ્યારે પોલીસ ઓફિસર બનીને યુવક પહોંચ્યો પોતાની સ્કુલમાં, ટીચરને પગે લાગ્યો તો ખુશ થઈને ટીચરે આપ્યું ૧૧૦૦ રૂપિયાનું ઇનામ

જ્યારે તમે કોઈ ક્ષેત્રમાં પૈસાનું રોકાણ કરો છો અને બાદમાં તમે ઇચ્છિત વળતર મેળવો છો તો તમારી ખુશીનુ કોઈ સ્થાન હોતું નથી. શિક્ષણનાં ક્ષેત્રે પણ આવું જ કંઈક થાય છે. શિક્ષકો હંમેશાં ઇચ્છે છે કે તેમના શિક્ષિત બાળકો મોટા હોદ્દા પર સ્થાન મેળવે જેથી કરીને તેમની ખ્યાતિ ચારેય બાજુ ફેલાય.

સોશિયલ મીડિયા પર ટીચર અને સ્ટુડન્ટનાં સુંદર રિલેશનને બતાવવા વાળો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. કોઈપણ ટીચર પોતાનાં ક્લાસમાં કોઈ વિદ્યાર્થીને ભણાવે છે તો તે ઈચ્છે છે કે તેણે ભણાવેલા વિદ્યાર્થી સારી નોકરી અને સારું પદ મેળવે. જ્યારે આ સપનું પુરું થાય છે તો ટીચરની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે.

ક્લાસમાં તોફાન કરી રહેલા વિદ્યાર્થીઓને ટીચર વારંવાર સમજાવે છે કે તે અભ્યાસ પર ધ્યાન આપે કારણકે ભવિષ્યમાં આગળ વધવા માટે શિક્ષા ખુબ જ જરૂરી ચીજ છે. જો વિદ્યાર્થીઓ ધ્યાન લગાવીને વાંચશે તો ભવિષ્યમાં ડોક્ટર, પોલીસ કે કોઈ સારી પોસ્ટ તેમને મળી શકે છે.

હવે હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. એક વિદ્યાર્થી પોલીસ અધિકારી બનીને ઘણા વર્ષો બાદ પોતાની સ્કુલમાં પહોંચે છે. તો ચાલો આપણે જાણી લઈએ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વિડીયો વિશે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોલીસની વર્દીમાં ક્લાસમાં ઉભો છે. પોલીસ અધિકારી બન્યા બાદ જ્યારે વ્યક્તિ પોતાની સ્કુલમાં પહોંચે છે તો તેને જોઈને બધા લોકો ખુબ જ પ્રસન્ન થાય છે પરંતુ સૌથી વધારે ખુશી સ્કુલની ટીચરને થાય છે. ત્યારબાદ તે પોતાના નવા વિદ્યાર્થીઓ સાથે પોલીસ અધિકારી વિશે જણાવે છે.

 

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટીચરે પોતાનાં હાથમાં થોડા પૈસા રાખ્યા છે અને બાળકોને પોલીસ અધિકારી વિશે જણાવી રહ્યાં છે. ક્લાસમાં ટીચરે વિદ્યાર્થીને જણાવ્યું કે તેણે દેશની સાથે સાથે સમાજ અને પોતાના માતા-પિતાનું નામ પણ રોશન કર્યું છે. આવું તમારે પણ બનવાનું છે અને આવી જ રીતે તમને પણ સન્માન મળશે.

ત્યારબાદ ટીચર પોલીસ અધિકારી બનેલા પોતાના સ્કુલ પહોંચેલા વિદ્યાર્થીને ૧૧૦૦ રૂપિયાનું ઇનામ આપે છે. પોલીસ અધિકારી બન્યા બાદ સ્કુલ પહોંચેલો વિદ્યાર્થી પોતાના ટીચરને પગે લાગે છે અને આ જોઈને ખુબ જ ખુશી થાય છે. ક્લાસમાં બાળકો તાળીઓ પાડે છે.

આ વાયરલ વિડીયોને ફેસબુક પર સુનિલ બોરા સર નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૨ લાખથી વધારે લોકો જોઈ ચુક્યા છે. જોકે ૨૦૦૦ થી વધારે લોકોએ આ વિડિયોને શેર પણ કર્યો છે. ઘણા લોકો વિડીયો જોયા બાદ ઈમોશનલ વાળી ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. આ વીડિયો જુનો જરૂર છે પરંતુ તે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *