Whatsapp : વોટ્સએપે આપ્યો મોટો ઝટકો , દરેક SMS પર હવે લાગશે આટલો ચાર્જ, 1 જૂનથી લાગૂ થશે નિર્ણય..
Whatsapp : વોટ્સએપે નવી ઈન્ટરનેશનલ OTPs કેટેગરી રજૂ કરી છે. જેનાથી કોમર્શિયલ ઈન્ટરનેશનલ મેસેજ મોકલવાનું મોંઘુ થશે. આવામાં વોટ્સએપની કમાણીમાં વધારો થવાની શક્યતા છે. જાણો આ અંગે વધુ માહિતી..
Whatsapp : મેટાના વોટ્સએપ તરફથી ઈન્ટરનેશનલ વન ટાઈમ પાસવર્ડ (OTPs) ની એક નવી કેટેગરી રજૂ કરાઈ છે. જેનાથી ભારતમાં બિઝનેસ મેસેજ મોકલવાની કિંમતમાં વધારો થશે. વોટ્સએપના આ નવા પગલાંથી કંપનીની કમાણીમાં વધારો થવાની આશા છે.
Whatsapp : ઈકોનોમિક્સ ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ઈન્ટરનેશનલ મેસેજની કિંમત પહેલા કરતા 20 ગણી વધી ગઈ છે. જો કે તમને એક વાત જણાવી દઈએ કે સામાન્ય યૂઝર્સ માટે તો વોટ્સએપમાં મેસેજ મોકલવાનું ફ્રી જ રહેશે. નવા નિર્ણયની અસર બિઝનેસ SMS પર થશે.
આપવા પડશે આટલા પૈસા
વોટ્સએપની નવી ઈન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ પ્રતિ મેસેજ હવે 2.30 રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમ 1 જૂનથી લાગૂ થશે. તેની અસર ભારત અને ઈન્ડોનેશિયા બંને દેશોના વેપાર પર જોવા મળશે. વોટ્સએપના આ નવા નિર્ણયથી ઈન્ટરનેશનલ કંપનીઓ જેમ કે અમેઝોન, ગૂગલ, અને માઈક્રોસોફ્ટનું કમ્યુનિકેશન બજેટ વધી જશે.
વાત જાણે એમ છે કે નોર્મલ ઈન્ટરનેશનલ વેરિફિકેશન ઓટીપીની સરખામણીમાં વોટ્સએપથી વેરિફિકેશન કરવાનું સસ્તું રહેતું હતું.
આ પણ વાંચો : Good Friday : પવિત્ર અઠવાડિયું શું છે ? શા માટે અને કેવી રીતે ઉજવવામાં આવે છે ?
પહેલા શું હતા રેટ
આ અગાઉ લોકલ એસએમએસ મોકલવા માટે ટેલિકોમ કંપનીઓ 0.12 પૈસા પ્રતિ એસએમએસ ચાર્જ કરતી હતી. જ્યારે ઈન્ટરનેશનલ ભાવ 4.13 રૂપિયા પ્રતિ SMS હતો. જ્યારે વોટ્સએપ તરફથી ઈન્ટરનેશનલ SMS માટે 0.11 પૈસા પ્રતિ SMS ચાર્જ કરવામાં આવતો હતો. જેને વધારીને હવે 2.3 રૂપિયા પ્રતિ SMS કરી દેવાયો છે.
ભારત એક મોટું માર્કેટ
અત્રે જણાવવાનું કે ભારતમાં એન્ટરપ્રાઈસીસ મેસેજમાં રેપિડ ગ્રોથ નોંધાઈ રહ્યો છે જેનો માર્કેટ શેર લગભઘ 7600 કરોડ રૂપિયા થયો છે. જેમાં SMS, પુશ મેસેજ, ઓટીપી વેરિફિકેશન, એપ્લિકેશન લોગિન, નાણાકીય લેવડદેવડ, સર્વિસ ડિલિવરી જેવા મેસેજ સામેલ છે.
આ પણ વાંચો: ASTRO TIPS : ભગવાનને ભોગ અર્પણ કરતી વખતે ઘંટડી કેમ અને કેટલીવાર વગાડવી જોઈએ ?
વોટ્સએપ એસએમએસ ચાર્જ ઓછા હોવાના કારણે અમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઈકોમર્સ પ્લેટફોર્મ વોટ્સએપને વેરિફિકેશન્સ અને મેસેજિંગ ટૂલ તરીકે ઉપયોગમાં લેતા હતા. જેના કારણે એરટેલ અને જિયો જેવી કંપનીઓને નુકસાન થતુ હતું. જો કે નવા નિર્ણય બાદ હવે ટેલિકોમ કંપનીઓને ફાયદો થાય તેવી આશા છે.
more article : Astro Tips : સૂર્યદેવની કૃપા, સમાજમાં માન-સન્માન સાથે કમાય છે અઢળક ધન….