WhatsApp : WhatsApp પર ચેટિંગ માટે નહીં પડે નંબર સેવ કરવાની જરૂર, જલ્દી જાણી લો આ કમાલની ટ્રિક..
WhatsApp : હકીકતમાં નંબર સેવ કરવો પડે છે ત્યારે વોટ્સએપ ચેટમાં જોવા મળે છે, પરંતુ અમે જે ટ્રિક જણાવી રહ્યાં છીએ તે ખુબ અલગ છે અને તમારો સમય બચી શકે છે. આ રીત જોરદાર છે.
WhatsApp : Whatsapp પર તમામ ફીચર્સ છે જેના વિશે યૂઝર્સને ખ્યાલ પણ હોતો નથી. તેમાંથી એક ફીચર વિશે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ. હકીકતમાં આ ફીચરનો ઉપયોગ તમે કોઈના નંબર સેવ કર્યા વગર ચેટિંગ કરી શકો છો. હકીકતમાં નંબર સેવ કરવો પડે છે ત્યારે તે ચેટ દેખાય છે. પરંતુ અમે જે ટ્રિક જણાવી રહ્યાં છીએ તે ખુબ અલગ છે અને તમારો સમય બચી શકે છે. આ ટ્રિક જોરદાર છે.
કઈ રીતે નંબર સેવ કર્યા વગર કરી શકો છો ચેટિંગ
જો તમે વોટ્સએપ પર કોઈ યૂઝરનો નંબર સેવ કરવા ઈચ્છતા નથી તો તમારે કેટલાક સરળ સ્ટેપ્સને ફોલો કરવાના છે અને ત્યારબાદ ગમે તે યૂઝર્સની સાથે ચેટિંગ કરી શકાય છે.
આ ટ્રિકનો કરી શકો છો ઉપયોગ
- સ્માર્ટફોનના કોન્ટેક્ટ એપ પર જે યૂઝર સાથે વાત કરવા ઈચ્છો છો તેનો નંબર ડાયલ કરવો પડશે.
- હવે તમારે યૂઝરનો નંબર લોન્ગ પ્રેશ કરી કોપી કરવો પડશે.
- WhatsApp ઓપન કરવું પડશે.
- હવે મી કોન્ટેક્ટ પર જઈ ચેટ બોક્સ પર નંબર પેસ્ટ કરવો પડશે.
- હવે ખુદને નંબર સેન્ડ કરવો પડશે.
– નંબર સેન્ડ કર્યા બાદ નંબર પર સિંગલ ટેપ કરવું પડશે.
- હવે પોપ-અપ વિન્ડો ઓપન થઈ જશે.
- અહીં તમને Chat કે Callનો ઓપ્શન મળી જશે.
- જેમાં તમે જરૂરીયાત પ્રમાણે ટેપ કરી શકો છો.
- જ્યારે તમે તેમાંથી કોઈ ઓપ્શન ટેપ કરો છો, તમે વોટ્સએપ ચેટ પેજ પર પહોંચી જાવ છો.