dev diwali નું મહત્ત્વ શું છે?, આ દિવસે બધા જ દેવી-દેવતાઓ કાશીમાં આવીને ઉત્સવ ઉજવે છે
હિન્દુ ધર્મમાં પૂનમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કારતક મહિનામાં સુદ પક્ષમાં આવતી પૂનમનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસને લોકો dev diwali ના તરીકે ઉજવે છે. ખાસ કરીને વારાણસીમાં આ તહેવારની અલગ જ છટા જોવા મળે છે. દિવાળીના 15 દિવસ પછી પૂનમના દિવસ પછી દેવ દિવાળીનું પર્વ ઊજવવામાં આવે છે. આ વર્ષે 8 નવેમ્બર, મંગળવારના રોજ આ તહેવાર રહેશે. જોકે, આ વર્ષે દેવ દિવાળીના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી તહેવાર ઊજવાશે નહીં, પરંતુ દેવ દિવાળીનું દીપદાન સાંજના સમયે કરી શકાશે.
ભગવાન શિવ ધરતી પર આવે છે
આ દિવસે વારાણસીમાં ગંગા અને શિવજીની આરાધના કરવામાં આવે છે. આ અવસરે ગંગા ઘાટ ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારને ઘણાં ઉલ્લાસ સાથે ઊજવવામાં આવે છે.
આ પણ વાંચો : Bhai Dooj ક્યારે છે, તેની શરૂઆત કેવી રીતે થઈ? જાણો તિલકનો શુભ સમય ….
આ દિવસે પૂજાનું ખાસ મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવે એક દાનવનો વધ કર્યો હતો અને જેને માર્યા પછી દેવતાઓએ વિજય દિવસ ઉજવ્યો હતો અને દીવાઓ પ્રગટાવીને ખુશી જાહેર કરી હતી. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ ધરતી પર આવે છે.
ત્રિપુરાસુરનો વધ કર્યો હતો
કાશીમાં dev diwali ઉજવવા પાછળ એક પૌરાણિક કથા છે. કથા પ્રમાણે ત્રિપુરાસુરે દેવતાઓને સ્વર્ગ લોકમાંથી બહાર કાઢ્યાં હતાં. બધા દેવતાઓ ત્રિપુરાસુરથી પરેશાન થઈને બચવા માટે ભગવાન શિવની શરણમાં ગયાં હતાં. દેવતાઓનું કષ્ટ દૂર કરવા માટે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો.
ભગવાન શિવજીએ જે દિવસે આ રાક્ષસનો વધ કર્યો એ દિવસે કારતક શુક્લ પક્ષની પૂનમ હતી. દેવતાઓએ ત્રિપુરાસુરના વધની ખુશી જાહેર કરતાં શિવની નગરી કાશીમાં દીવાઓનું દાન કર્યું. કહેવાય છે કે કાશીમાં કારતક પૂનમના દિવસે દેવ-દિવાળી ઊજવવાની પરંપરા શરૂ થઈ હતી. શાસ્ત્રો પ્રમાણે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી-દેવતા પૃથ્વી પર આવે છે. આ દિવસે પૂજા-પાઠ કરવાથી લાંબી ઉંમર અને હકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે
more article : આ દિવસે દેવતાઓ પૃથ્વી પર કરે છે ઉજવણી, જાણો ‘દેવ દિવાળી’નું મહત્વ, શુભ સમય અને પૂજાવિધિ…