Weight Loss Tips : ઝડપથી વજન ઘટાડવા માટે દરરોજ પીવો આ 3 પ્રકારની મસાલાવાળી ચા

Weight Loss Tips : ઝડપથી વજન ઘટાડવા માટે દરરોજ પીવો આ 3 પ્રકારની મસાલાવાળી ચા

Weight Loss Tips : ભારતીય રસોડામાં જાતભાતના મસાલા હોય છે. આ ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ આરોગ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ કરી તમે ચા બનાવી શકો છો જેને દરરોજ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.વર્તમાન સમયમાં દરેક વજન વધવાના કારણે પરેશાન છે. જોકે અનહેલ્ધી ફૂડ્સ અને બદલાતી લાઈફસ્ટાઈલ વજન વધવાના મુખ્ય કારણ છે. લોકો વજન જાળવવા માટે ઘણા પ્રકારના ઉપાય અપનાવે છે.

Weight Loss Tips
Weight Loss Tips

આ પણ વાંચો  : Success Story : IIT માંથી અભ્યાસ કર્યા બાદ પત્ની પાસેથી 10 હજાર રૂપિયા ઉધાર લઈ બિઝનેસ શરૂ કર્યો, આજે 37,000 કરોડના માલિક

આદુની ચા

આદુ સ્વાદની સાથે-સાથે આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. જેમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. દરરોજ આદુની ચા પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આમાં એન્ટીઓક્સિડેન્ટ્સ ગુણ હોય છે, જેનાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.આદુની ચા બનાવવા માટે એક તપેલીમાં પાણી ઉકાળો જેમાં આદુ, હળદર અને તુલસીના પાન નાખીને થોડા સમય સુધી ઉકાળો પછી તેને ગાળી લો અને બાદમાં પીવો. આ વજન ઘટાડવા સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભદાયી છે.

Weight Loss Tips
Weight Loss Tips

તજની ચા

એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર તજની ચા વજન ઘટાડવામાં મદદરૂપ છે. આ તમારા રસોડામાં સરળતાથી મળી શકે છે. આ મસાલા ભોજનના સ્વાદ વધારવાની સાથે જ આરોગ્ય પણ સ્વસ્થ રાખે છે. આમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ છે.આને બનાવવા માટે એક તપેલીમાં પાણી નાખો તેમાં તજ નાખો અને આ મિશ્રણને સારી રીતે ઉકાળો. હવે તેને ગાળી લો અને લીંબુનો રસ અને મધ મિક્સ કરો. આ વજન ઘટાડવામાં મદદરૂપ છે.

આ પણ વાંચો  : Surat : સુરતમાં શ્વાને આતંક મચાવ્યો, સામે આવ્યા 14 કેસ, આજે ફરી 4 વર્ષની બાળકીને બચકાં ભરી ઘાયલ કરી

Weight Loss Tips
Weight Loss Tips

જીરુની ચા

જીરુની ચાજીરુ ભોજનનો સ્વાદ વધારવાની સાથે પાચનતંત્રને મજબૂત કરે છે. વજન ઘટાડવા માટે જીરાની ચા શાનદાર ઓપ્શન છે. આ પેટનો દુખાવો, અપચો અને ઝાડામાં રાહત અપાવવાનું કામ કરે છે. આ ચા ને બનાવવા માટે એક વાસણમાં થોડુ જીરુ શેકી લો અને તેમાં પાણી નાખીને ઉકળવા દો અને પછી તેને ગાળી લો. આ ચા માં મધ મિક્સ કરો. આને પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે. જેનાથી વજન ઝડપથી ઘટે છે.

Weight Loss Tips
Weight Loss Tips

MORE ARTICLE : Kumbh melo : મહાકુંભ 2025 ક્યારે છે, કુંભ મેળો ક્યાં યોજાશે, શાહી સ્નાનની તારીખો…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *