Weight Loss : મહેનત કર્યા વગર પાતળા થવું છે? વજન ઉતારવા રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર કરો આ 5 કામ

Weight Loss : મહેનત કર્યા વગર પાતળા થવું છે? વજન ઉતારવા રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર કરો આ 5 કામ

Weight Loss : હાલના સમયમાં મોટાપો એક મોટી સમસ્યા બની ગયો છે. લગભગ દરેક બીજી વ્યક્તિ પોતાના વધતા વજનથી પરેશાન છે. ખોટી ખાણીપીણી, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, અને કસરત ન કરવાની આદતથી મોટાપો ઝડપથી વધે છે. મોટાપો જોવામાં પણ ખરાબ લાગે છે અને અનેક ગંભીર બીમારીઓને પણ નોતરે છે. મોટાપાના કારણે ડાયાબિટીસ, હાઈબીપી, કોલેસ્ટ્રોલ અને હ્રદય સંલગ્ન બીમારીઓનું જોખમ વધી શકે છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે લોકો જીમમાં કલાકો સુધી પરસેવો પાડે છે અને ડાયેટિંગ ફોલો કરે છે.

પરંતુ અનેકવાર ખુબ મહેનત કરવા છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી. આવામાં તમે જો ખાણીપીણીમાં ધ્યાન રાખો અને જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરો તો તમને સારું પરિણામ મળી શકે છે. જો તમે મોટાપાથી પરેશાન હોવ અને વજન ઉતારવા માંગતા હોવ તો રાતે સૂતા પહેલા કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. રાતે સૂતા પહેલા એવા કયા 5 કામ છે જે કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે તે ખાસ જાણો.

Weight Loss
Weight Loss

ડિનર

Weight Loss : જો તમે અસરકારક રીતે વજન ઉતારવા માંગતા હોવ તો સાંજે 7 વાગ્યા પછી ડિનર કરવાનું ટાળો. રાતે ભોજન અને સૂવાના સમય વચ્ચે 3 કલાકનો ગેપ હોવો ખુબ જરૂરી છે. જો તમે રાતે મોડું જમતા હોવ તો ભોજન બરાબર પચતું નથી. જેની અસર મેટબોલિઝમ પર પડે છે. જેનાથી શરીરમાં ફેટ જમા થવા લાગે છે. આથી વજન ઉતારવું હોય તો સાંજે જલદી ડિનર કરવાની આદત કેળવો.

Weight Loss
Weight Loss

લાઈટ ડિનર લો

રાતે હંમેશા હળવું ભોજન જ કરવું જોઈએ. વજન ઓછું કરવા માટે ડિનરમાં પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ચીજોને સામેલ કરો. રાતે તમે લીલા શાકભાજી, સૂપ, સલાડ, અને દાળ ખાઈ શકો છો. જો તમને મોડી રાતે ભૂખ લાગે તો તમે એક કાકડી કે સફરજન ખાઈ શકો છો.

અંધારામાં સૂઈ જાઓ

આ પણ વાંચો  :Success Story : IIT માંથી અભ્યાસ કર્યા બાદ પત્ની પાસેથી 10 હજાર રૂપિયા ઉધાર લઈ બિઝનેસ શરૂ કર્યો, આજે 37,000 કરોડના માલિક

Weight Loss : એક રિસર્ચમાં એ વાત સાબિત થઈ છે કે જ્યારે આપણે સૂઈ જઈએ તો મેલાટોનિન હાર્મોન આપણા શરીરાં બ્રાઉન ફેટ બનાવે છે, જેનાથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. અંધારામાં સૂઈ જવાથી શરીરમાં મેલાટોનિન વધુ પ્રમાણમાં બને છે. જેનાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આથી રાતે રૂમમાં હંમેશા એકદમ અંધારુ કરીને સૂવાની આદત રાખો. આ સાથે જ સૂતા પહેલા મોબાઈલ કે ઈલેક્ટ્રિક ગેઝેટનો ઉપયોગ પણ ટાળો.

હળદરવાળું દૂધ પીઓ

Weight Loss
Weight Loss

હળદરવાળું દૂધ પણ વજન ઘટાડવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ છે. હળદરમાં થર્મોજેનિક પ્રોપર્ટીઝ હોય છે જેનાથી ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. આ સાથે જ મેટાબોલિઝમને પણ વધારે છે. આથી રોજ રાતે સૂતા પહેલા એક ગ્લાસ હળદરવાળું દૂધ ચોક્કસ પીઓ.

આ પણ વાંચો  : Ahmedabad : અમદાવાદથી અયોધ્યા જતી ‘આસ્થા ટ્રેન’ને મુખ્યમંત્રીએ આપી લીલી ઝંડી, રેલવે સ્ટેશન પર ગુંજ્યા ‘જય શ્રીરામ’ના નારા

સારી ઊંઘ લો

Weight Loss
Weight Loss

મોટાપાનું સીધુ કનેક્શન ઊંઘ સાથે છે. વજન ઉતારવા માટે ઓછામાં ઓછી 7 કલાકની સારી, ગાઢ અને શાંતિપૂર્ણ ઊંઘ લેવી જરૂરી છે. જો તમારી ઊંઘ પૂરી નહીં થાય તો તેનાથી મેટાબોલિઝમ સ્લો થશે, જેના કારણે વેઈટ લોસ કરવું મુશ્કેલ બનશે.

 

MORE ARTICLE : Dwarka : ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શાળાના સંચાલકે વિદ્યાર્થીને માર્યો થપ્પડ, શાળા પ્રશાસને માગી માફી…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *