સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, પાણી પીધા વગર ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે. આ નુકસાનથી બચવા માટે ચા પીતે પહેલા પાણી પીવામાં આવે છે.
ચા પીવાથી લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ જો તમે પાણીનું સેવન કર્યા પછી ચા પીવો છો તો તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થવાના ચાન્સ ઘટે છે.
ચા પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ જો તમે ચા પીતા પહેલા પાણી પીવો છો તો તમારું શરીર હાઈડ્રેટ રહે છે.