આ વખતે મોહિની એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે દ્વિપુષ્કર યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, શુક્રાદિત્ય યોગ, રાજભંગ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ બનવાના છે.
મેષ મેષ રાશિના જાતકોને મોહિની એકાદશીથી ઘણો ફાયદો થશે. બાકી રહેલા તમામ કામ પૂર્ણ થશે. શ્રી હરિની કૃપાથી તમે નવો ધંધો શરૂ કરી શકશો. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
કર્ક મોહિની એકાદશી પર બની રહેલા શુભ સંયોગને કારણે કર્ક રાશિના લોકો માટે સારો સમય શરૂ થવાનો છે. તમને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે. ધન પ્રાપ્ત થશે. ફક્ત ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.