હૃદય, મગજ અને ફેફસાને તંદુરસ્ત રાખશે આ જ્યુસ, જાણો તેના ફાયદા
સફરજનનું જ્યુસ
હૃદયને સ્વસ્થ બનાવી રાખવા માટે સફરજનનું જ્યુસ ખુબ ઉપયોગી માનવામાં આવે છે. સફરજનના જ્યુસમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી હોય છે.
કોલેસ્ટ્રોલ
ડાઇટીશિયન વેદિકા દત્તની જાણકારી પ્રમાણે જ્યુસમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે ઇન્ફ્લામેન્ટરી આર્ટરી વાલ પર વસા, કોલેસ્ટ્રોલ અને અન્ય પદાર્થ જમા થવાથી રોકે છે.
અસ્થમા
વેદિકા દત્ત જણાવે છે કે અસ્થમાથી પીડિત વ્યક્તિએ પણ આ જ્યુસનું સેવન કરવું જોઈએ.
ફેફસા સ્વસ્થ
સફરજનના જ્યુસનો પ્રભાવ ફેફસા સંબંધિત બીમારી દૂર કરવામાં મદદ કરે છે. નોંધનીય છે કે અસ્થમા પણ ફેફસા સંબંધિત એક બીમારી છે.
મગજ
સફરજનના જ્યુસનું નિયમિત સેવન કરવાથી તમારી યાદશક્તિ મજબૂત થાય છે. તેનાથી તમે યોગ્ય સમયે સાચા નિર્ણયો લેવામાં સક્ષમ થશો.
અલ્ઝાઇમર
અલ્ઝાઇમર એટલે કે ભૂલવાની સમસ્યા. સફરજનનું જ્યુસ આ સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. સફરજનનું જ્યુસ મગજને સ્વસ્થ બનાવી રાખે છે.
વાળ માટે લાભકારી
વાળની દેખરેખના ઉપાયમાં પણ સફરજનના જ્યુસથી ફાયદા મેળવી શકાય છે. સફરજનના અર્કમાં પ્રોસાઇનિડિન બી2 નામનું તત્વ હોય છે.
ત્વચા માટે ફાયદાકારક
સફરજનનું જ્યુસ પોલીફિનોલ્સ યુક્ત હોય છે. તે સ્કીનને એજિંગ રોકવામાં મદદ કરે છે. વધતી ઉંમર સાથે સ્કીન સ્વસ્થ રાખે છે.