ઉનાળામાં પેટના ગેસથી છુટકારો મેળવવાના ઘરેલું ઉપાય
પેટમાં ગેસની સમસ્યા
ઉનાળામાં વધુ પડતા તેલ, મસાલા અને તળેલા ખોરાક ખાવાથી ગેસ અને એસિડિટી થાય છે.આનાથી ખાટા ઓડકાર,હાર્ટબર્ન, પેટના ગેસ પણ થાય છે,ચાલો જાણીએ.
કેળા ખાવ
કેળામાં પ્રાકૃતિક એન્ટાસિડ હોય છે,જે એસિડ રિફ્લક્સને ઓછું કરે છે અને પેટમાં ગેસની સમસ્યામાં પણ રાહત આપે છે.
ફુદીનાના પાન ચાવવા
ફુદીનાના પાન ઠંડકની અસર ધરાવે છે.આ પાન ચાવવાથી એસિડિટી અને ગેસ બંનેમાં રાહત મળે છે.
છાશ પીવો
પેટમાં ગેસ થાય તો 1 ગ્લાસ છાશમાં ચંચળ અને જીરું પાવડર મિક્સ કરીને પીવો.તેનાથી રાહત મળશે.
વરિયાળી ખાવ
વરિયાળીની તાસિર ઠંડી હોય છે.તેને પાણીમાં ઉકાળીને પછી ઠંડુ થયા પછી તેનું સેવન કરવાથી કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત મળશે.
હિંગ પાણી
પેટમાં ગેસ,અપચોની સમસ્યા થતી હોય તો હુંફાળા પાણીમાં હિંગ મિક્સ કરીને સેવન કરવાથી ફાયદો થાય છે.
એપલ સાઇડર
1 ગ્લાસ પાણીમાં એપલ સાઇડર વિનેગર મિક્સ કરીને પીવાથી તમને ગેસની સમસ્યાથી રાહત મળશે.
લવિંગ ખાવ
લવિંગનું સેવન કરીને પેટનો ગેસ અને કબજિયાત દૂર કરી શકાય છે.