Weather Update : કાળઝાળ ગરમીની ચેતવણી, ત્રણ દિવસ બાદ આ વિસ્તારમાં 40ને પાર જશે તાપમાનનો પારો..

Weather Update : કાળઝાળ ગરમીની ચેતવણી, ત્રણ દિવસ બાદ આ વિસ્તારમાં 40ને પાર જશે તાપમાનનો પારો..

Weather Update : રાજ્યમાં હાલ તાપમાનનો પારો એકથી બે ડિગ્રી નીચે જતાં ગરમીથી થોડી રાહત છે પરંતુ ત્રણ દિવસ બાદ તાપમાન વધવાનો અનુમાન છે.

Weather Update : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ત્રણથી 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઇ શકે છે.

Weather Update : પૂર્વ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો, ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો સિવાય મોટાભાગના વિસ્તારોમાં વધુ ગરમી પડશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી વધુ રહેવાનો અનુમાન છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.

Weather Update : છેલ્લા સપ્તાહથી તાપમાનનો પારો નીચે જતાં કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે.ગુરૂવારે રાજ્યના 12 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હવામાન સુકુ રહેશે, 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થતાં તાપમાન 40 ડિગ્રીને પાર જઇ શકે છે.

Weather Update
Weather Update

10 રાજ્યમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત મેદાની વિસ્તારો ધરાવતાં ઘણાં રાજ્યોમાં ગરમીની લહેર પણ આવવાની આગાહી કરવામાં આવી છે,ભારતના હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ અને હીટવેવની સ્થિતિની આગાહી કરતી આગાહી  કરી છે.

આ પણ વાંચો :jyotish shastra : 6 આંગળીઓ વાળા લોકો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે, તેમને જીવનમાં ઘણી ઈજ્જત, પૈસા અને પ્રસિદ્ધિ મળે છે…

IMD એ હવામાનની આગાહીમાં એમ પણ કહ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની અને ઘણી જગ્યાએ ઊંચા તાપમાનની શક્યતા છે. ખાસ કરીને મેદાની વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના બુલેટિન અનુસાર, 7 એપ્રિલ સુધી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વિવિધ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ રહેશે.

Weather Update : આ રાજ્યોના વિવિધ ભાગોમાં રાત્રિના સમયે પણ સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Weather Update
Weather Update

આ પણ વાંચો : Renuka Jagtiani : પતિ લંડનમાં કેબ ડ્રાઈવર, પત્ની બની કરોડપતિ..સૌથી અમીરોની યાદીમાં થયા સામેલ, જાણો કોણ છે ?

Weather Update : IMD અનુસાર, ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદને કારણે ગરમીથી રાહત મળશે. ઉત્તરપૂર્વ ભારતમાં 9 એપ્રિલ સુધી હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Weather Update
Weather Update

more article : Jyotish Upay : ગાય માતાના આશીર્વાદ મેળવવાની રીતો, તમારું સૂતેલું નસીબ જાગી જશે..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *