Weather Update : ગુજરાતના વાતાવરણમાં ભયાનક મોટી ઉથલપાથલ થશે, આવી છે નવી આગાહી.
Weather Update : હાલ ગુજરાતમાં ગરમીનો પારો ફરી ઘટ્યો છે, પરંતું એપ્રિલ મહિનાના અંત સુધી ગરમીના પારો પાછો ઉંચો જશે, આ તારીખોમાં સૂર્યદેવ કોપાયમાન થઈને કાળ વરસાવશે
Weather Update : ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જ્યાં કાળઝાળ ગરમી હતી, ત્યાં હવે થોડી ઠંડક અનુભવાઈ રહી છે. ગુજરાતના અનેક શહેરોના લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. કારણ કે ગરમીનો પારો નીચો આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. જોકે સૌથી લાંબો દરિયા કાંઠો ધરાવતા ગુજરાતે તકલીફ વધી છે. કારણ કે, દરિયાકાંઠા વિસ્તારોના લોકોને અકળામણ થશે.
રાતે ઠંડક અનુભવાઈ
Weather Update : રાજ્યમાં આવતા પવનની દિશા બદલાતા તાપમાનમા ઘટાડો નોંધાયો છે. રવિવારે ગુજરાતના બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લાનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. જેમાં સૌથી વધુ તાપમાન ભાવનગર અને અમરેલી જિલ્લામાં 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી ઓછું એટલે કે, 37.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાથે જ રાતે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી.
એપ્રિલના અંત સુધીમા કાળઝાળ ગરમી પડશે
રાજ્યમાં 24 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ગરમી વધ્યા બાદ 4મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરાઇ છે. જે બાદ 4 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળશે. હવામાન નિષ્ણાંત દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરી છે.. રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેવામાં 24 થી 27 એપ્રિલ વચ્ચે ગરમી વધવાની આગાહી કરાઇ છે. તો બીજી બાજુ રાજ્યમાં મે મહિનામાં ફરી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
હજુ એક અઠવાડિયુ ગરમીનો પ્રકોપ રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ એક અઠવાડિયુ ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઘટી શકે છે. ભારતમાં હીટવેવ કે અત્યંત તીવ્ર ગરમી મે મહિનામાં જોવા મળે છે.
Weather Update : હવે તો માર્ચ મહિનાના અંતથી હીટવેવની સ્થિતિ શરૂ થઈ ગઈ છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં થોડા વાદળો જોવા મળી શકે છે. પરંતું તેનાથી તાપમાનમાં કોઈ ઘટાડો નહિ આવે.
ચોમાસું સારું જશે તેની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે.
આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.