WEATHER : ભારે કરી ! એકબાજુ હીટવેવની આગાહી તો બીજી બાજુ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, સાચવીને રહેજો
WEATHER : ગુજરાતમાં હાલના સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત કયા વિસ્તારોમાં હીટવેવની આગાહી છે તે પણ જાણવું જરૂરી છે. કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાંક હીટવેવથી હેરાનગતિ તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે.
WEATHER : હવે દેશમાં કાગડોળે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે 31મી મેની આજુબાજુ કેરળમાં દસ્તક દઈ શકે છે. એવા પણ સંકેતો છેકે મહારાષ્ટ્ર, પૂર્વોત્તર અને પ્રાયદ્વીપીય ભારતમાં પણ ચોમાસાની એન્ટ્રી સમયસર થઈ શકે છે.
WEATHER : સામાન્ય રીતે કેરળમાં ચોમાસાની પધારમણી 1 જૂનની આજુબાજુ થતી હોય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 19 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાના એંધાણ છે. જો કે તે પહેલા ગુજરાતમાં હાલના સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત કયા વિસ્તારોમાં હીટવેવની આગાહી છે તે પણ જાણવું જરૂરી છે.
વરસાદની આગાહી
WEATHER : રાજ્ય હવામાન ખાતાએ ગુરુવારે આગાહી કરી હતી કે 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ ,બનાસકાંઠા, પાટણ ,મહેસાણા ,દાહોદમાં વરસાદની આગાહી કરેલી છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.
હીટવેવની આગાહી
WEATHER : આ ઉપરાંત હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ વલસાડ અને સુરતમાં હીટ વેવ ની આગાહી છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 43 ડિગ્રી પાર જવાની શક્યતા છે.
આ પણ વાંચો : Astro Tips : સવારે ઉઠીને સૌથી પહેલા જુઓ આ વસ્તુ, તમારો આખો દિવસ રહેશે શાનદાર
રાજ્યના નવ જિલ્લાઓનું તાપમાન 42 ડિગ્રી પાર જતા યેલો અલર્ટ અપાયેલું છે. અમદાવાદ અને ડીસામાં રાજ્યમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન ગઈ કાલે નોંધાયું છે. ગ્રીન સીટી ગાંધીનગરમાં પણ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું. વલ્લભ વિદ્યાનગરમાં 42.5 વડોદરામાં 42.2 ભુજમાં 42.9 કંડલા એરપોર્ટ 42.5 રાજકોટ 42.4 સુરેન્દ્રનગર 42.3 ડીગ્રી તાપમાન નોંધાયુ છે.
पश्चिम राजस्थान के कुछ स्थानों में उष्ण लहर से लेकर गंभीर उष्ण लहर चलने की संभावना है जबकि पंजाब, हरियाणा-दिल्ली, उत्तर प्रदेश, बिहार, पूर्वी राजस्थान, गुजरात, सौराष्ट्र एंव कच्छ के अलग-अलग स्थानों में 17 मई, 2024 उष्ण लहर की संभावना है।
અંબાલાલ પટેલની આગાહી
WEATHER : આગાહીકાર અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે.
7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. 14થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. 25 જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 મેથી ગરમીનો પ્રકોપ વધશે. 25 મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં 46 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં 43, ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 ડિગ્રી રહેવાની શક્યતા બતાવી છે.
ત્યારબાદ 20 થી 22 મે સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે.
more article : Mohini Ekadashi 2024 : મોહિની એકાદશી પર બનશે દુર્લભ સંયોગ, આ 3 રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા થશે.