Weather Forecast :ગુજરાતમાં પહેલાં આકાશથી ‘આગ’ પડશે પછી પડશે પાણી ! ઘાતક આગાહીની નોંધી લેજો તારીખો..

Weather Forecast :ગુજરાતમાં પહેલાં આકાશથી ‘આગ’ પડશે પછી પડશે પાણી ! ઘાતક આગાહીની નોંધી લેજો તારીખો..

Weather Forecast : એપ્રિલની શરૂઆતના ત્રણથી ચાર દિવસ એટલેકે, 4 ચોથી એપ્રિલને આવતીકાલ સુધી વાતાવરણ વાદળછાયુ રહી શકે છે. પરંતુ લગભગ 5 થી 6 એપ્રિલ બાદ ગુજરાતમાં ફરી અકળામણ થાય તેવી ગરમીની શરૂઆત થઈ જશે.

Weather Forecast: ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. એપ્રિલની શરૂઆતના ત્રણથી ચાર દિવસ વાતાવરણ થોડું વાદળછાયું રહેશે એવી અગાઉ જ આગાહી કરવામાં આવી હતી. આગાહીકાર અંબાબાલ પટેલે આગાહી કરી છેકે, ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે.

Weather Forecast : ખાસ કરીને એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે.

રાહતના સમાચારઃ

એપ્રિલની શરૂઆતના ત્રણથી ચાર દિવસ એટલેકે, 4 ચોથી એપ્રિલને આવતીકાલ સુધી વાતાવરણ વાદળછાયુ રહી શકે છે. પરંતુ લગભગ 5 થી 6 એપ્રિલ બાદ ગુજરાતમાં ફરી અકળામણ થાય તેવી ગરમીની શરૂઆત થઈ જશે. વાતાવરણ ફરીથી પલટાઈ જશે.

આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે, આખો એપ્રિલ મહિનો ગરમીનો માર સહન કરવાનો નહિ આવે. કારણ કે, એપ્રિલની શરૂઆતમાં જ કમોસમી વરસાદ દસ્તક આપશે.

Weather Forecast
Weather Forecast

કઈ તારીખથી ગુજરાતમાં પડશે આકરી ગરમી?

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, એપ્રિલ મહિનામાં રાજ્યમાં વંટોળનું પ્રમાણ વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 20મી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે.

Weather Forecast : 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે. આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Jyotish Shashtra : મંદિરમાં પ્રવેશ કરતી વખતે પગથિયાને સ્પર્શ કેમ કરવામાં આવે છે, જાણો કારણ..

ભરઉનાળે વરસાદની આગાહી?

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં ભારે ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી કરાઈ છે. ધૂળની ડમરીઓ ઉડશે અને પવનની ગતિ વધશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

કયા-ક્યા રાજ્યોમાં વર્તાશે વરસાદી વાતાવરણની અસર?

આકરી ગરમીની સાથે આ મહિને અનેક જગ્યાએ વરસાદ પણ પડશે. એપ્રિલ મહિનામાં ભાગ્યે જ વરસાદ પડતો હોય છે. પરંતુ આ વખતે સ્થિતિ બદલાશે. આ વરસે એપ્રિલ એટલેકે, ચાલુ માસમાં એક સપ્તાહ બાદ વાતાવરણમાં ભારે ફેરફાર થઈ શકે છે. ભરઉનાળો વરસાદી માહોલ પણ સર્જાઈ શકે છે.

Weather Forecast : ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં આ મહિને ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં અને મધ્ય ભારતના ઘણા ભાગો, ઉત્તરી દ્વીપકલ્પ ભારત, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. એપ્રિલ મહિનામાં પૂર્વ અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે.

Weather Forecast
Weather Forecast

આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી વધી જશે:

એવી પણ આગાહી કરવામાં આવી છેકે, આ વીકમાં વાતાવરણ સામાન્ય રહેશે પરંતુ આગામી સપ્તાહથી વાતાવરણમાં તાપમાનનો પારો ઉપર જઈ શકે છે. આ સપ્તાહ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. નેક્ટ વીકમાં પારો ઉંચો જઈ શકે છે અને તાપમાનમાં વધારો થઈ શકે છે.

Weather Forecast : હાલ દરિયા કિનારે હવા ઉત્તર પશ્ચિમ દિશાથી ફૂંકાશે. દરિયાકાંઠે 15થી 20 માઇલ્સ પ્રતિ કલાકની ગતિ રહેશે. જમીન પર પણ ઉત્તર પશ્ચિમ દિશામાં હવા ફૂંકાઇ રહી છે. આખુ સપ્તાહ આ રીતે જ હવાઓ ફૂંકાશે જે બાદ પવનની દિશા બદલાશે. જેના કારણે તાપમાનમાં આગામી સપ્તાહથી થોડા વધારો જોવા મળશે.

આ પણ વાંચોઃ Social media : 80 વર્ષનો દુલ્હો અને 34 વર્ષની દુલ્હન સોશિયલ મીડિયા પર થયો પ્રેમ, પછી કોર્ટમાં જઈને કરી લીધા લગ્ન..

Weather Forecast : જૂન મહિના સુધી તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. આ માટે આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી વધી જશે. એપ્રિલના અંતથી ગુજરાત સહિત 23 રાજ્યોમાં હીટવેવાની શક્યતા છે. એપ્રિલમાં સતત 20 દિવસ સુધી લૂ ફેંકાય તેવી શક્યતા છે. તો આ વર્ષે ગરમી જૂન મહિનામાં તમામ રેકોર્ડ તોડી શકે છે. મેદાની વિસ્તારોમાં લૂની અસર વધુ રહેવાની શક્યતા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી વધુ રહેશે.

Weather Forecast
Weather Forecast

more article :Astro Tips : 16 વર્ષ ચાલે છે ગુરૂની મહાદશા, વ્યક્તિને મળે છે અપાર ધન અને યશ, પદ-પ્રતિષ્ઠાની થાય છે પ્રાપ્તિ…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *