Weather Forecast : એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે, આંધી-વંટોળ સાથે ત્રાટકશે વરસાદ …

Weather Forecast : એપ્રિલમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે, આંધી-વંટોળ સાથે ત્રાટકશે વરસાદ …

 Weather Forecast :  પશ્ચિમના રાજ્યોમાં આવેલા વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે, પરંતુ ગુજરાતમાં એપ્રિલ મહિનો ભારે બની રહેવાનો છે.

 Weather Forecast : માત્ર ગુજરાત જ નહિ, હાલ આખા દેશનું વાતાવરણ પલટાયું છે. પશ્ચિમના રાજ્યો બંગાળ, અસમ, મણિપુર અને મિઝોરમમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. અનેક મકાનો, વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા છે. તો જલપાઈગુડીમાં 4 લોકોનાં મોત નિપજ્યા છે.

 Weather Forecast : તેમજ 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો વાતાવરણમાં અચાનક આવી ગયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. ગુજરાતના અનેક શહેરોમાં ગરમીના પ્રકોપમાં થોડી રાહત મળી છે. અમદાવાદમાં 36.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતા 1.5 ડીગ્રી ઓછું તાપમાન છે.

 Weather Forecast : તો ડીસામાં 36 ડીગ્રી જ્યારે ગાંધીનગરમાં પણ 36 ડીગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 37.2 જ્યારે સુરતમાં 36 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો ભુજમાં 37.2 અને નલિયામાં 32.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 38.6 અને ભાવનગરમાં 35.2 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કેશોદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

એપ્રિલ મહિનામાં પલટાશે વાતાવરણ

 Weather Forecast : ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજ વચ્ચે નવી આગાહી આવી છે. એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે.

Weather Forecast
Weather Forecast

એપ્રિલમાં વરસાદ આવશે

 Weather Forecast : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Gujarat : થથરી જવાય એવી ઠંડીમાં પણ અહીં ગરમ લ્હાય હોય છે અહીના કુંડનું પાણી, સ્નાન કરવાથી રોગ થાય છે દૂર

એપ્રિલમાં ગરમી પણ આવશે

 Weather Forecast : સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.

Weather Forecast
Weather Forecast

આ પણ વાંચો : Astro Tips : તાંબાના લોટાના આ ઉપાયો અજમાવી જુઓ, દૂર થશે દરિદ્રતા, પૈસાની રેલમછેલ થશે, સફળતા કદમ ચૂમશે\

એપ્રિલમાં પણ ગરમીનો માર

 Weather Forecast : એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.

Weather Forecast
Weather Forecast

more article : Ram Mandir : રામ કેમ કહેવાયા મર્યાદા પુરુષોત્તમ? એક વચનનું શબ્દશ પાલન !, ક્યા પ્રસંગો માનવજીવનને ધન્ય બનાવી શકે ?

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *