આ રત્ન પહેરવાથી રાતોરાત ઉઘડી જશે સુતેલી કિસ્મતના દરવાજા, અમિતાભ બચ્ચનથી લઈને શિલ્પા શેટ્ટી સુધીનાં તમામ કલાકારો કરે છે રત્ન પર વિશ્વાસ, જાણો…

આ રત્ન પહેરવાથી રાતોરાત ઉઘડી જશે સુતેલી કિસ્મતના દરવાજા, અમિતાભ બચ્ચનથી લઈને શિલ્પા શેટ્ટી સુધીનાં તમામ કલાકારો કરે છે રત્ન પર વિશ્વાસ, જાણો…

ગ્રહોના ખરાબ પ્રભાવને કારણે મનુષ્યને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ તો ગ્રહોની શાંતિ માટે અનેક પ્રકારના ઉપાયો જણાવાયા છે, પરંતુ સૌથી સરળ અને ચમત્કારિક ઉપાય છે રત્ન ધારણ. દરેક રાશિનો અલગ-અલગ સ્વભાવ હોય છે, તે જ રીતે દરેક રત્નનો પણ દરેક રાશિ પર વિવિધ પ્રભાવ પડે છે. જાણીએ રાશિ અનુસાર કયું રત્ન ધારણ કરવું શુભ ફળદાયક રહેશે.

મેષ રાશિ : આ રાશિના જાતકો ખૂબ જ ક્રોધી સ્વભાવના હોય છે. ગુસ્સાને કારણે આ જાતકો નાની-નાની વાતે પણ ઉગ્ર થઈ જતા હોય છે. વળી, મેષના જાતકો સ્વભાવે થોડા જિદ્દી પણ હોય છે. મેષ રાશિના જાતકો માટે પરવાળું (મૂંગા) અથવા ગાર્નેટ રત્ન ધારણ કરવું ફાયદાકારક હોય છે. આ રત્નોના પ્રભાવે જાતકનું મન-મગજ શાંત રહે છે. મેષના જાતકોએ ભૂલથી પણ હીરો ધારણ ન કરવો.

વૃષભ રાશિ : વૃષભના જાતકો સામાન્ય રીતે ધૈર્યવાન હોય છે, પરંતુ તેમનામાં ભાવુકતાનો ગુણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. સ્વભાવથી લાગણીશીલ હોવાને જ આ જાતકોની સૌથી મોટી નબળાઈ માનવામાં આવી છે. આ જાતકો કોઈના ઉપર બહુ જલદી ભરોસો કરી દેતા હોય છે. વૃષભ રાશિના જાતકો માટે હીરો ધારણ કરવો શુભ રહે છે. હીરાના પ્રભાવથી વૃષભના જાતકો ખરાબ સંગતથી દૂર રહે છે. હીરાની જગ્યાએ ઓપલ પણ ધારણ કરી શકાય. વૃષભના જાતકોએ ભૂલથી પણ ક્યારેય માણેક રત્ન ધારણ કરવું નહીં. પરવાળું ધારણ કરવાથી પણ દૂર રહેવાની સલાહ છે.

મિથુન રાશિ : મિથુનના જાતકો એકદમ આકર્ષક અને કલાપ્રેમી હોય છે. તેમને જીવનમાં સફળતા બહુ મોડી મળતી હોય છે. જો મિથુન રાશિના જાતકો પન્ના રત્ન ધારણ કરે તો તેમને સફળતા પ્રાપ્તિમાં મદદ મળી રહે છે. આ જાતકોએ નીલમ રત્ન ન પહેરવું જોઈએ.

કર્ક રાશિ : આ જાતકો બુદ્ધિમાન અને હઠીલા સ્વભાવના હોય છે. જેમની હઠને કારણે તેમને ક્યારેક મોટું નુકસાન પણ થાય છે. કર્કના જાતકો માટે મોતી રત્ન ધારણ કરવું લાભદાયક છે. મોતી તેમના મનના વિચારોને નિયંત્રિત કરીને તેમને શાંતિ આપે છે. આ જાતકોએ પરવાળું ધારણ ન કરવું.

સિંહ રાશિ : આ જાતકો ખૂબ જ ઉદાર હોય છે, પરંતુ તેમને જીવનમાં ઘણો સંઘર્ષ કરવો પડે છે. નાનું-નાનું સુખ પણ તેમને અથાક મહેનતે મળે છે. સિંહના જાતકો માણેક, રેડ ઓપલ અથવા ગાર્નેટ ધારણ કરે તો કાર્યોમાં સફળતા મળવા લાગે છે જ્યારે હીરો ધારણ કરવો નુકસાનકારક સાબિત થાય છે.

કન્યા રાશિ : જીવનની મુશ્કેલીઓ સામે કેવી રીતે ઝઝૂમવું તે આ જાતકોને સારી રીતે આવડે છે. તેઓ બહુ લાગણીશીલ હોય છે તે જ તેમની નબળાઈ છે. બીજા પ્રત્યે તેઓ જલદી આર્કિષત થઈ જાય છે. તેમનો ચંચળ સ્વભાવ તેમના માટે મોટી મુસીબત બને છે. તેથી કન્યાના જાતકોએ પન્ના રત્ન ધારણ કરવું જોઈએ.

તુલા રાશિ : આ જાતકોમાં અનેક ખૂબીઓ હોય છે. તેઓ કલાપ્રેમી હોવાની સાથે હંમેશાં પૈસા કમાવા માટે ઉત્સુક હોય છે. તેઓ બીજા પર વર્ચસ્વ સાબિત કરવા ઇચ્છે છે. તેઓ ખૂબ જ સ્વાર્થી પણ હોય છે. પોતાની નકારાત્મકતાને નિયંત્રિત કરવા માટે તુલાના જાતકોએ ઓપલ, બ્લૂ ડાયમંડ અને ટોપાઝ રત્ન ધારણ કરવું જોઈએ. પરવાળું ધારણ કરવું તેમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ : ધૈર્ય અને શાંતિનું બીજું નામ છે વૃશ્ચિક રાશિ. આ જાતકોએ જીવનમાં સફળતા મેળવવા માટે તનતોડ મહેનત કરવી પડતી હોય છે. બહુ પરસેવો પાડવો પડતો હોય છે, પછી સફળતા મળે છે. જો વૃશ્ચિક રાશિના જાતક પરવાળું રત્ન ધારણ કરે તો તેમના દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોમાં બહુ જલદી સફળતા મળે છે. તેમણે હીરો ધારણ કરવાથી બચવું જોઈએ.

ધન રાશિ : આ જાતકો દેખાવમાં મજબૂત અને શક્તિશાળી હોય છે. કોઈ પણ કામ બહુ ઝડપથી કરે છે, પરંતુ પૂરું કર્યા વગર જ બીજાને સોંપીને તે કામથી દૂર થઈ જાય છે. આ જાતકો માટે પોખરાજ ધારણ કરવું શુભ રહે છે. પોખરાજ તેમના ભાગ્યમાં વૃદ્ધિ કરે છે. પન્ના ધારણ કરવું આ જાતકો માટે નુકસાનકારક સાબિત થશે.

મકર રાશિ : મકરના જાતકો હંમેશાં બીજાની મદદ કરવા તત્પર રહે છે. આ જાતકોના જીવનમાં પરિશ્રમ અને ચિંતા વધારે હોય છે. પરિવાર પાસેથી પણ તેમને મદદ મળતી નથી. તેમનું ભાગ્ય બહુ મોડું જાગે છે તેથી મહેનતનું ફળ પણ મોડું મળે છે. આ જાતકોએ નીલમ રત્ન ધારણ કરવું શુભ રહે છે જ્યારે પોખરાજથી દૂર રહેવામાં જ સમજદારી છે.

કુંભ રાશિ : આ જાતકો જ્ઞાનનો ભંડાર હોય છે, પરંતુ તેમનો આત્મવિશ્વાસ બહુ નબળો હોય છે. તેઓ શારીરિક રીતે પણ નબળા હોય છે. આ જાતકોએ નીલમ રત્ન ધારણ કરવું શુભ રહે છે. પોખરાજ તેમના માટે નુકસાનકારક હોય છે.

મીન રાશિ : આ જાતકો ખૂબ જ ઉત્સાહી હોય છે. તેમનું સ્વાસ્થ્ય બહુ સારું રહેતું નથી. તેમને પોખરાજ પહેરવાની સલાહ છે. પોખરાજ આ જાતકો માટે શુભ ફળદાયક હોય છે જ્યારે પન્ના તેમના જીવનમાં અશુભ ફળનો કારક બને છે.

admin

Leave a Reply

Your email address will not be published.