Junagadh ની શાન ગણાતા એવા આપણી પ્રાચીન સંસ્કૃતિના વારસાને ત્રણ વર્ષ પછી ખુલ્લો મૂકવામાં આવ્યો,જુઓ તસ્વીરો …..
માત્ર Junagadh કે સૌરાષ્ટ્ર નહીં પરંતુ ભારતની શાન ગણાતા પ્રાચીન સમયનો ઉપરકોટનો કિલ્લો કે, જેના પથ્થરોમાં પણ અમર ઇતિહાસની વાત આજે પણ સંઘરાઇને પડી છે. જેને જોતા આપણા ઇતિહાસને વાંચવાની ઇચ્છાઓ જાગે એવો ઉપરકોટનો કિલ્લો રાજા રજવાડાઓના વખતથી આજ દિન સુધી જૂનાગઢની શાન બની અડીખમ ઉભો છે.
ત્યારે સમયની સાથે આ ઉપરકોટના કિલ્લાનું નવીનીકરણ કરવામા આવ્યું છે. જેનો હાલ આકાશી નજારો સામે આવ્યો છે. આ આકાશી નજારો જોઈ તમામ લોકોને એક વખત ઐતિહાસિક સ્થળની મુલાકાત લેવાનું જરૂર મન થઈ જશે.
લોકોની આતુરતાનો અંત આવ્યો, ત્રણ વર્ષ પછી કિલ્લાને ખુલ્લો મુકાયો
ગુજરાતની એક મહત્વની વિરાસત એટલે Junagadh નો ઉપરકોટના કિલ્લાને આજે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્રણ વર્ષથી બંધ આ કિલ્લાનું રૂ.74 કરોડના ખર્ચે પહેલા ઉપરકોટની જેવી ગરિમા હતી તેવી જ ગરિમા સાથે ગુજરાત સરકાર -પ્રવાસન નિગમ દ્વારા રિસ્ટોરેશન કરી નવા રંગ રૂપ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.
કોરોના કાળમાં પણ ઉપરકોટનું કાર્ય ચાલુ રહ્યું હતું. લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જ્યા એક એક પથ્થર પર ઇતિહાસની વાત આજે પણ અમર છે એવા ઉપરકોટ કિલ્લાને અંદાજે ત્રણ વર્ષ પછી ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Shradh માં કાગડા આપે છે આ શુભ સંકેતો, જો તમે જોશો તો સમજી લો પૂર્વજોનો આશીર્વાદ છે, તમને આર્થિક લાભ થશે
ચાર મિનારાની છત ખુલી હતી, જેને ઢાંકી દેવામાં આવી
જુમ્મા મસ્જિદ 44.25 મીટર પહોળાઈ અને 43.75 મીટર લંબાઈ ધરાવતી એવી લગભગ લાંબી-પાતળી ચોરસ આકારની ઈમારત છે. આ ઈમારતના ચારે ખૂણે ઉચ્ચા ચાર મિનારા છે. તેની દીવાલ પર કલાત્મક કોતરણીના કારણે તે ઇસ્લામિ સ્થાપત્ય હોવાનું જણાઈ આવે છે.
આ ઇમારતના બાંધકામ અને કોતરણી જોતાં આશરે 15મી સદીની આ ઇમારત જણાઈ આવે છે. Junagadh ની અંદર આવેલા રાણકદેવી મહેલની ઉપર મસ્જિદ તરીકેના ચાર મિનારાઓ છે. જેની છત ખુલી હતી, જેને રીનોવેશન દરમિયાન ઢાંકી દેવામાં આવી છે. રાણકદેવી મહેલની અંદર 238 સ્તંભો જોવા મળે છે.
કિલ્લાની અંદર આવેલી અડી કડી વાવ ચાર પ્રકારની છે
ઉપરકોટ કિલ્લાની અંદર અડી કડી વાવ આવેલી છે. અડી કડી વાવ ચાર પ્રકારની છે, જે તેના પગથીયા પરથી નક્કી કરવામાં આવે છે. વાવમાં ઉપરથી ઉતરી શકાય એ પ્રકારના પગથિયા બનાવવામાં આવ્યા છે.
અડી કડી વાવની અંદર 172 પગથિયા છે. અહીં પીવા માટેનું શુદ્ધ પાણી વર્ષોથી મળી આવે છે. આ અડી કડી વાવ ઉપરકોટની એક ઐતિહાસિક વાવ છે. જયા, વિજયા, ભદ્રા અને નંદા એમ ચાર પ્રકારની વાવ તેના પગથીયા પરથી નક્કી થાય છે. એક બાજુથી વાવમાં ઉતરી શકાય તો એ જયા અને બંને બાજુથી વાવમા ઉતરી શકાય તો એ વિજયા અને ત્રણ બાજુથી ઉતરી શકાય તો એ ભદ્રા અને ચારે બાજુથી ઉતરી શકાય તો એ નંદા વાવ કહેવાય છે.
પ્રાચીન સ્થાપત્યોને મૂળ સ્થિતિમાં રાખવા અલગ પદ્ધતિથી કામ કરાયું
ઉપરકોટની અંદર નવઘણ કુવો અને અડી કડીની વાવ પાણીના સ્ત્રોત છે. સામાન્ય રીતે કુવો ગોળ હોય છે, પણ અહીં વિસ્મય પમાડે એવી વાત છે આ કૂવો ચોરસમાં કોતરવામાં આવેલ છે. લગભગ 150 થી 200 ફૂટ નીચે આ કૂવો આવેલો છે.
આ કુવાની અંદર નીચે ઉતરવા માટે ચોરસ દિવાલની અંદર નાના નાના બોક્ષ મૂકવામાં આવેલા છે. હવા ઉજાસ માટે ચોરસ દિવાલની અંદર નાની-નાની બારીઓ મૂકવામાં આવી છે જે આ કૂવાની સુંદરતા વધારે છે. કૂવાની દિવાલ પર પક્ષીઓ માટે પણ ખાના બનાવવામાં આવ્યાં છે.
રિસ્ટોરેશન બાદ શું શું ફેરફારો કરવામાં આવ્યાં?
આ કિલ્લામાં નાના મોટા 19 જેવા સ્ટ્રકચર સ્ટોર કરવામાં આવ્યાં છે. આ કિલ્લામાં અઢી કિલોમીટર સાયકલિંગ પાથ બનાવવામાં આવ્યો છે. તેમજ રાણકદેવીનો મહેલ, અડી કડી વાવ, નવઘણ કૂવો, અનાજનો ભંડારો, ઈન લેટ ટાવર, આઉટ લેટ ટાવર, આવા નાના મોટા 19 સ્ટકચરનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે.
આ કિલ્લો પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે. જેને લઇ પુરાત્વ વિભાગના નિયમ મુજબ જે પહેલા આ કિલ્લો લાઇમ સ્ટોનથી બનેલો હતો તેવીજ રીતે હાલના સમયમાં પણ લાઇમ સ્ટોનથી જ રિસ્ટોર કરવામાં આવ્યો છે. જેમાં અડદની દાળ, મેથી, ગોળના પાણીનું મિશ્રણ કરી જુનવાણી પદ્ધતિથી આ કિલ્લાનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે.
more article : 4200 વર્ષ પ્રાચીન અને વિશ્વનું સૌથી જૂનું ડોકયાર્ડ લોથલ છે ગુજરાત માં… જુઓ કેવી હતી ત્યારે વ્યવસ્થા…