શું અંબાણીની પાર્ટીમાં ટીસ્યુ સાથે આપવામાં આવી 500-500 રૂપિયાની નોટ ? જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ તસવીરો..
તાજેતરમાં જ અંબાણી પરિવારે મુંબઈમાં NMACCના ઉદ્ઘાટન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પાર્ટીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
કેટલીક તસવીરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે અંબાણીની પાર્ટીમાં મહેમાનોને ચાંદીની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું હતું અને 500ની નોટોથી શણગારેલી મીઠાઈઓ પીરસવામાં આવી હતી. ફોટોમાં દેખાતી વસ્તુને ‘દૌલત કી ચાત’ કહેવામાં આવી રહી છે.
આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ‘@LoyalSachinFan’ નામના હેન્ડલથી શેર કરવામાં આવી છે, જેને ખૂબ જ જોવામાં આવી રહી છે અને પસંદ કરવામાં આવી રહી છે. તમને આ તસવીર જોઈને નવાઈ લાગશે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ 500 રૂપિયાની વાસ્તવિક નોટો નથી.
તમને જણાવી દઈએ કે, આ ભવ્ય સમારોહ દરમિયાન મહેમાનોને એક મોટી ભારતીય થાળી પીરસવામાં આવી હતી. જેની તસવીર મહીપ કપૂરે પણ શેર કરી છે. ચાંદીની એક વિશાળ પ્લેટ છે જેમાં અનેક વાટકા છે.
જેમાં રોટલી, દાળ, પાલક પનીર, કઢી, ભાત, મીઠાઈઓ, કઢી અને પાપડ વગેરે જેવી ઘણી સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓ જોવા મળે છે.