વિશ્વ માં પ્રસિદ્ધ થયું ગોલ્ડન બર્ગર, કીમત છે 630000, અને ખાવા માટે ૩ દિવસ આગવ કરાવવું પડે છે બુકિંગ

0
103

બર્ગર બોલતાની સાથે જ મોઢા માં પાણી આવે છે. પરંતુ, આજે અમે તમને જણાવીશું બર્ગરની કિંમત વિશે. આ વિશેષ વાનગીની કિંમત 700 પાઉન્ડ એટલે કે 63,000 રૂપિયા છે. તે વિશ્વની સૌથી મોંઘી વાનગી હોવાનું કહેવામાં આવે છે.

વિશ્વની સૌથી મોંઘી વાનગી ટોક્યોની એક રેસ્ટોરન્ટમાં વેચવાનું શરૂ કરી દીધી છે. તે ઓક ડોર સ્ટીકહાઉસ પર કામ કરતા શેફ પેટ્રિક શિમડા દ્વારા તૈયાર કરાઈ છે. ખરેખર, રેવા યુગની શરૂઆતની યાદમાં દેશમાં આ વિશિષ્ટ ફાસ્ટ ફૂડની રજૂઆત કરવામાં આવી છે. આ વાનગી ટોક્યોના ઓક ડોર સ્ટીકહાઉસ પર વેચાઇ રહ્યો છે.

આ ખાસ બર્ગર જૂન સુધી જ વેચવામાં આવશે. તેને ગોલ્ડન જોઇન્ટ બર્ગર નામ આપવામાં આવ્યું છે. તેને બનાવવા માટે વિશેષ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગોલ્ડન જોઈન્ટ બર્ગરમાં 1 કિલો પેટીઝ, વાગ્યુ બીફના ટુકડા, ફોક્સી ગ્રાસ, ટ્રફલ, લેટીસ, ચેડર ચીઝ, ટામેટાં અને ડુંગળી આપવામાં આવી છે.

તે લગભગ 6 ઇંચ પહોળું અને 10 ઇંચ લાંબી છે. સૌથી અગત્યની બાબત એ છે કે બર્ગર બન માં ડસ્ટેડ સોનાનો સ્તર હોય છે. આ વિશેષ વાનગી નવા જાપાની સમ્રાટ ક્રાઉન પ્રિન્સ નરુહિટોના તાજ પહેરાવવાના સ્મરણાર્થે રચાયેલ છે. તે રેસ્ટોરન્ટમાં કામ કરતા રસોઇયા પેટ્રિક શિમડા દ્વારા તૈયાર કરાઈ છે.

જો કોઈને આ વિશેષ વાનગી ખાવાની ઇચ્છા હોય, તો તમારે 3 દિવસ અગાઉથી બુકિંગ કરવું પડશે. દેખીતી રીતે, જ્યારે કિંમત ખૂબ ઉચી હોય, તો પછી તેનું કદ પણ મોટુજ હશે અને તેનો સ્વાદ ઉત્તમ હશે.

તેને બનાવનાર શેફ પેટ્રિકે કહ્યું કે જાપાનમાં યુગના બદલાવની મોટી સમાચાર બનાવવા માટે તેણે આ બર્ગર બનાવ્યો છે. શેફ પેટ્રિકે હોટલની વેબસાઇટ પર જણાવ્યું હતું કે જાપાનમાં કામ કરતી વખતે ચોથી પેઢી ના જાપાની તરીકે કામ કરવાનું મને ગૌરવ છે.

લેખન સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google