અમદાવાદમાં આવેલું છે ચમત્કારિક વિઝા હનુમાનદાદાનું મંદિર, દાદાના ચરણોમાં પાસપોર્ટ મુકવાથી જ, જે ભક્તોને વિઝા ના મળતા હોય તેમને પણ તરત વિઝા મળી જાય છે.
ગુજરાતમાં નાના મોટા કેટલાય મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં ભક્તો ઘણી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. આજે એક એવા જ ચમત્કારિક હનુમાન દાદાના મંદિર વિષે જાણીએ જે અમદાવાદમાં આવેલું છે. અહીંયા વિઝા હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે જે ભક્તોના મનની અરજીઓ સાંભળીને તેમના દુઃખો દૂર કરે છે.
હનુમાનદાદાના આ ચમત્કારિક મંદિરમાં જે ભક્તોને વિદેશ જવું હોય અને તેમને વિઝા ના મળતા હોય તેમને દાદાના આશીર્વાદથી વિઝા મળી જાય છે. અહીંયા દાદાના ચરણોમાં જ પાસપોર્ટ મુકવાથી જેટલા પણ ભક્તોને વિઝા ના મળતા હોય તેમને પણ વિઝા મળતા હોય છે. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં આ મંદિર આવેલું છે.
અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને દાદા તેમના દ્વારે આવતા બધા જ ભક્તોના દુઃખ દૂર કરે છે અને ભક્તોના મનની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. અહીંયા જે ભક્તોને વિદેશ જવાનું હોય અને તેમને વિઝા ના મળતા હોય એ ભક્તો અહીંયા તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને અહીંયા દાદાના ચરણોમાં પાસપોર્ટ મુકવાથી જ ભક્તોને વિઝા મળતા હોય છે.
આમ ભક્તોની માનતા પુરી થતા તે અહીંયા દાદાના દર્શને આવે છે અને દર્શન કરીને તેમની માનતા પણ પુરી કરતા હોય છે. દાદા બધા જ ભક્તોની માનતાઓ પુરી કરે છે તેથી જ અહીંયા ભક્તો દાદાના દર્શને આવે છે. દાદા તેમના દ્વારે આવતા તમામ દુખીયાઓના દુઃખ દૂર કરીને તેમના જીવનમાં સુખ લાવે છે. આમ દાદા ભક્તોને ચુટકી વગાડતા જ તમામ સમસ્યાઓ દૂર કરે છે.