Virwadi Hanumanji : આહિરને સ્વપ્ન આવ્યું ને હનુમાનજીને પાણીમાંથી બહાર કાઢ્યાં, કરો 451વર્ષ જૂના વિરવાડીના દર્શન
Virwadi Hanumanji : નવસારીમાં આવેલા મીની સાળંગપુર તરીકે પ્રખ્યાત થયેલા વિરવાડી હનુમાનજી નુ 450 વર્ષ પૌરાણિક મંદિર અનોખી દંતકથા ધરાવે છે રામભક્ત હનુમાનજીના શોર્ય અને પરાક્રમની કથા આપણે રામાયણમાં વર્ષોથી જોતા આવ્યા છીએ. સુંદરકાંડમાં હનુમાનજીએ કરેલા કાર્યો આજના યુવાનોને પ્રેરણા આપે છે. રામાયણમાં વીરરસથી ભરપૂર કાર્યો કરતા હનુમાનજીનું નવસારીમાં આવેલું મીની સાળંગપુર તરીકે પ્રખ્યાત વીરવાડી મંદિર પણ એટલુ જ તેજ અને આસ્થા ધરાવે છે.
Virwadi Hanumanji : નવસારીમાં આવેલા મીની સાળંગપુર તરીકે પ્રખ્યાત થયેલા વિરવાડી હનુમાનજીનુ 450 વર્ષ પૌરાણિક મંદિર અનોખી દંતકથા ધરાવે છે. કોઇપણ મનોકામના લઈ 45 દિવસ દાદાને યાચના કરો તો અનેક મુશ્કેલ કામ થઈ જતાં હોવાની આસ્થા ધરાવતા નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન વીરવાડીદાદા નો અનોખો મહિમા છે. નવસારી આજુબાજુના શહેરોમાંથી ભાવિકભક્તો પોતાની શ્રદ્ધા આસ્થા સાથે વિરવાડી હનુમાનદાદાના દર્શને નિયમિત આવી પોતાની મનોકામના પૂર્ણ કરી શાંતિનો આહેસાસ કરે છે.
મીની સાળંગપુર તરીકે પ્રખ્યાત વિરવાડી હનુમાનજી
Virwadi Hanumanji : શાંત અને રમણીય વાતાવરણથી ઘેરાયેલા વિસ્તારને અડીને આવેલા આમલપોર ગામ ખાતે રહેતા આહિર પરિવારના એક સભ્યને રાત્રે સપનું આવ્યું કે હનુમાનજી પાણીના ધરામાં હોવા સાથે ત્યાં મૂંઝાઈ રહ્યા છે. દાદાને પાણીમાંથી બહાર કાઢવાનો આદેશ થયો. જેથી આહિર યુવાન દાદાએ સ્વપ્નમાં આપેલી ઉમરાના ઝાડની નિશાનીએ જઈ ઝાડ નીચે વહેતા પાણીના ધરામાં પહોંચતા તેમના હાથમાં હનુમાનજીની લાલ પથ્થર વાળી પ્રતિમા આવી. દાદાની પ્રતિમા પાણીમાંથી કાઢી ભક્તિ ભાવ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને ત્યારથી અત્યાર સુધી લાખો ભક્તો હનુમાનજીના દર્શનનો લાભ લઇ પોતાનુ જીવન ધન્ય કરી રહ્યા છે.
આ પણ વાંચો : Jamnagar ના સુખી સંપન્ન પરિવારની ત્રણ પેઢીએ એકસાથે દીક્ષા લીધી, ગુજરાતનો પહેલો પ્રસંગ
450 વર્ષ પૌરાણિક મંદિરની અનોખી દંતકથા
Virwadi Hanumanji દાદા નું આ બાળસ્વરૂપ છે, સમગ્ર દેશમાં પૂર્વભિમુખ મંદિર દક્ષિણ ભારતના એક ગામમાં અને નવસારી ખાતે આવેલા વીર વાડી હનુમાનજી મંદિર હોવાના દાવા થયા છે. વિરવાડી હનુમાનદાદાના પૌરાણિક મંદિરનુ આધુનિક સ્વરૂપ અને મંદિરને સુવિધા યુક્ત 1982માં જીર્ણોદ્ધાર કરી કરવામાં આવ્યુ હતુ. દર વર્ષે હનુમાન જયંતિએ વિશેષ કાર્યક્રમ સહિત ભંડારાનું આયોજન કરવામાં આવે છે..જેનો લાખો ભાવિકો દર્શન કરી લાભ લે છે. દાદામાં અખૂટ આસ્થા ધરાવતા નવસારીવાસીઓ વર્ષોથી નિયમિત હનુમાનજીના દર્શન કરવા આવી પોતાના જીવનમાં રહેલી શાંતિ એ દાદાના જ આશીર્વાદ ગણાવે છે.
વિરવાડી હનુમાન દાદાનું બાળસ્વરૂપ છે
Virwadi Hanumanji : ટેકનોલોજી સાથે કદમ મિલાવતા વિશ્વમાં હનુમાનજીનું મંદિરનુ ઈન્સ્ટા પેજ વીરવાડી હનુમાનજી મંદિર નામથી બનાવવામાં આવ્યું છે જેમાં અનેક ભક્તો જોડાઈ રહ્યા છે. દરરોજ હનુમાનજીના અલગ અલગ અવતારના દર્શન ઇન્સ્ટા પેજ પર કરી શકાય છે. શહેરના સિમેન્ટના જંગલથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં બિરાજમાન Virwadi Hanumanji દાદા સાથે શની મહારાજ પણ બિરાજમાન છે. ઘણા ભાવિકો વર્ષમાં બે ત્રણ વાર લોકોને જમાડી અને દાદાનો સુંદરકાડ કરાવી પોતાની આસ્થાનો સંતોષ માને છે. નવસારી જીલ્લો NRI પંથક તરીકે જાણીતો છે જેમાં અમેરિકા,લંડન,આફ્રિકા,યુરોપ સહિતના દેશોમાંથી આવતા ભક્તો દાદાના દર્શનનો અચૂક લાભ લે છે.
કોઈપણ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દાદાની સતત 45 દિવસ આરાધના કરે તો દાદા તે ભક્તને નિરાશ નથી કરતા તેવો અનુભવ અનેક ભક્તોને છે. દાદાના પરચાઓથી કેટલાય નાસ્તિક વ્યકતિ આસ્તિક બની હનુમાનજીના ચરણોમાં આવી પોતાના દુખો દૂર કરે છેશનિની પનોતીથી પીડાતા લોકોના પોતાના દુઃખ,તકલીફ દૂર કરવા વિરવાડી હનુમાનજીના મંદિરે શનિદાદાના ચરણોમાં આવે છે, ધાર્મિક કાર્યો સાથે મંદિર ટ્રસ્ટ સેવાકીય અને સામજિક કાર્યો કરી અનેક જરુરિયાતમંદોને મદદરૂપ થઈ રહ્યા છે.
more article : Success Story : 5 કિમી ચાલીને જતા હતા સ્કૂલે, ઉધારમાં પૈસા લઈને UPSCની તૈયારી કરી ખેડૂત પુત્ર વીર પ્રતાપસિંહ ત્રીજા પ્રયાસમાં બન્યા IAS