Vireshwar mahadev : મહેમદાવાદના સિંહુજનું 700 વર્ષ પૌરાણિક શિવાલય, જ્યાં દર સોમવારે રખાય છે સવા બે મણ ચોખાની પૂંજ ચડાવાની માનતા…

Vireshwar mahadev : મહેમદાવાદના સિંહુજનું 700 વર્ષ પૌરાણિક શિવાલય, જ્યાં દર સોમવારે રખાય છે સવા બે મણ ચોખાની પૂંજ ચડાવાની માનતા…

Vireshwar mahadev : વિરેશ્વરદાદા નુ મંદિર ખૂબ જ પવિત્ર છે કે હાલ પણ મંદિર પરિસરમાં કદમના વૃક્ષો મોજુદ છે, પાંડવો અજ્ઞાતવાસમાં રહેલા હતા તેની યાદગીરી રૂપે ધર્મ કી પેડી અને ભીમ ધરો એટલે કે ભીમ નદી હાલમાં સાક્ષાત છેમહાદેવનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ ધર્મ કી પેડી અને ભીમ ધરો એટલે કે ભીમ નદી હાલમાં સાક્ષાતદર સોમવારે સવા બે મણ ચોખાની પૂંજ ભરવામાં આવે છે

 

Vireshwar mahadev
Vireshwar mahadev

ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકામાં સિહુંજ ગામે વિરેશ્ર્વર મહાદેવનુ ઐતિહાસિક શિવાલય આવેલુ છે Vireshwar mahadevનુ શિવલીંગ સ્વયંભુ પ્રગટ થયેલુ છે. જૂજ મંદિરોમાં જોવા મળતા મિનારા ધરાવતુ લગભગ 700 વર્ષ પૌરાણિક શિવાલયમાં સમગ્ર રાજ્યમાંથી શિવભક્તો વિરેશ્ર્વર મહાદેવના દર્શન કરવા આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે

 

પૌરાણિક શિવાલય

પ્રાચીન શિવાલયોમાં જેની નોંધ છે તેવું સિહુંજ ગામે આવેલ શ્રી વિરેશ્વર મહાદેવનું મંદિર ઐતિહાસિક શિવાલય છે. લગભગ 700 વર્ષ પૌરાણિક શિવાલયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મંદિરે આવતા શિવભક્તો વિરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્ય થાય છે વિરેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલુ છે. હાલ મંદિર છે ત્યાં વર્ષો પહેલા રબારીની ગાયના આચળમાંથી દૂધની ધારા નીકળી હતી અને રબારીએ ગામમાં જાણ કર્યા બાદ ખોદકામ કરતા સ્વયં વિરેશ્વરદાદાનું શિવલિંગ નીકળ્યું હતું.

આ પણ વાંચો : Shree Lakshmi-Ganesh સાથે જોડાયેલો આ ટોટકો બનાવશે માલામાલ, દીવો પ્રગટાવી નાખો આ એક વસ્તુ…

Vireshwar mahadev
Vireshwar mahadev

બે સ્મશાનની વચ્ચે ભોળાનાથનુ મંદિર

વિરેશ્વરદાદાનુ મંદિર ખૂબ જ પવિત્ર છે કે હાલ પણ મંદિર પરિસરમાં કદમના વૃક્ષો મોજુદ છે. પાંડવો અજ્ઞાતવાસમાં રહેલા હતા તેની યાદગીરી રૂપે ધર્મ કી પેડી અને ભીમ ધરો એટલે કે ભીમ નદી હાલમાં સાક્ષાત છે. દરેક સોમવારે સવા બે મણ ચોખાની પૂંજ કાગળમાં શિવલિંગ ઉપર ભરવામાં આવે છે

આ પણ વાંચો : Soneshwar Mahadev : ગુજરાતમાં આ મહાદેવના મંદિરમાં ચડે છે મીઠું અને રીંગણ, બીમાર બાળકો સાથે ઝટપટ સાજા.

આ ચોખાને પૂંજ વિધિ બાદ નિઃસંતાન બહેનોને પ્રસાદી રૂપે આપવામાં આવે છે જે ચોખાની ખીર બનાવીને બહેનો પ્રસાદ રૂપે ખાય છે અને તેને ઘેર અવશ્ય પારણું બંધાય છે. અતિ પ્રાચીન વિરેશ્ર્વર મહાદેવ મંદિરના શિખર પરના ચાર મિનારા છે જે મંદિરની પ્રાચીનતાની સાક્ષી પુરાવે છે. ભારત દેશમાં બાર જ્યોતિર્લિંગ આવેલા છે જ્યારે સિહુંજ ગામના ગ્રામવાસી વિરેશ્ર્વર મહાદેવને તેરમું જ્યોતિર્લિંગ માને છે.

Vireshwar mahadev
Vireshwar mahadev

ધર્મનો સંદેશ

નિસંતાન લોકો સંતાનપ્રાપ્તિની મનોકામના લઈ ખાસ વિરેશ્ર્વર દાદાના ચરણે આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે..Vireshwar mahadev ના મંદિરે ભાવિકો પરદેશ જવા વિઝા મળે તેની પણ ટેક રાખે છે તો જેમના લગ્ન ના થતા હોય તેવા ભક્તો પણ પોતાની અરજ દાદાના ચરણોમાં મુકે છે. બ્રાહ્મણોના સ્મશાન અને સામાન્ય સ્મશાનની વચ્ચે આવેલા ભોળેનાથના મંદિરમાં વર્ષોથી અખંડ જ્યોત ઝળહળે છે. હવાની લહેરખી સાથે જાણે ધર્મનો સંદેશ વહેતો કરતી હોય તેમ ભોળેબાબાના મંદિર પરની ધજા લહેરાતી રહે છે.

more article : Ramayana : 6 મહિના માટે કેમ સૂઈ જતો હતો કુંભકર્ણ? તેની પાછળની કહાની ખાસ જાણો…

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *