બે વર્ષની થઈ વિરાટકોહલી-અનુષ્કા શર્મા ની દીકરી વમિકા મમ્મીને ચૂમતી જોવા મળી બર્થ ડે ગર્લ

બે વર્ષની થઈ વિરાટકોહલી-અનુષ્કા શર્મા ની દીકરી વમિકા  મમ્મીને ચૂમતી જોવા મળી બર્થ ડે ગર્લ

ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ની દીકરી વામિકા કોહલી આજે એટલે 11 જાન્યુઆરીએ 2 વર્ષની થઈ છે. વામિકાનો આજે જન્મદિવસ છે ત્યારે અનુષ્કા શર્માએ તેની સાથેની સુંદર તસવીર શેર કરીને એક ટૂંકી નોટ લખી છે. અનુષ્કા શર્માએ મા-દીકરીની સુંદર તસવીર શેર કરી છે જેમાં બંનેમાંથી એકેયના ચહેરા દેખાતા નથી.
એરપોર્ટ પર બેગમાં કોઈ સરકાવી ગયું કારતૂસ, ફસાઈ ગયો અમદાવાદનો પેસેન્જર

બે વર્ષની થઈ વામિકા

અનુષ્કા અને વામિકા કોઈ પાર્કમાં બાંકડા પર બેઠેલા દેખાઈ રહ્યા છે. ફોટોમાં જોઈ શકો છો કે નાનકડી વામિકા મમ્મીના ચહેરા પર કિસ કરી રહી છે. અનુષ્કા શર્માએ આ તસવીર શેર કરતાં લખ્યું, “બે વર્ષ પહેલા મારું હૃદય વધુ વિશાળ થયું હતું.” આ તસવીર પર વિરાટ કોહલીએ હાર્ટ ઈમોજી દ્વારા પ્રતિક્રિયા આપી છે. અનુષ્કાના ભાઈ કર્ણેશે પણ હાર્ટ ઈમોજી દ્વારા પ્રતિક્રિયા આપી છે. આ સિવાય ફેન્સ અને અન્ય સેલેબ્સ આ ફોટો પર કોમેન્ટ કરીને વામિકાને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે.

વિરાટે પણ લાડલી પર વરસાવ્યો પ્રેમ

વિરાટ કોહલીએ પણ પોતાની દીકરી સાથે એક સુંદર તસવીર શેર કરી છે. ફોટોમાં જોઈ શકો છો કે વિરાટ ઘાસમાં આડો પડ્યો છે અને વામિકા તેના પેટ પર માથું રાખીને ઊંઘી રહી છે. આ તસવીર શેર કરતાં વિરાટે લખ્યું, “મારી હાર્ટબીટ 2 વર્ષની થઈ.”

વામિકાનો ચહેરો નથી બતાવવા માગતા વિરાટ-અનુષ્કા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો. વિરાટ અને અનુષ્કાએ નિર્ણય કર્યો છે કે તેઓ દીકરી સમજણી ના થાય ત્યાં સુધીનો તેનો ચહેરો દુનિયાથી છુપાવીને રાખશે. એટલે જ તેઓ સોશિયલ મીડિયા પર જ્યારે પણ દીકરીનો ફોટો શેર કરે ત્યારે ચહેરો ના દેખાય તેનું ધ્યાન રાખે છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ વિરાટ-અનુષ્કાએ દીકરી વામિકા સાથે દુબઈમાં નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેઓ વૃંદાવન ગયા હતા.

ફિલ્મી પડદે વાપસી કરશે અનુષ્કા

વર્કફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા ચાર વર્ષ બાદ ફિલ્મી પડદે કમબેક કરી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ઝુલણ ગોસ્વામીની બાયોપિક ‘ચકદા એક્સપ્રેસ’માં અનુષ્કા શર્મા જોવા મળશે. વામિકાના જન્મ પછી આ અનુષ્કાની પહેલી ફિલ્મ છે. ફિલ્મ 2023માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *