વામિકા સાથે ઋષિકેશ પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા- કરી ‘ગંગા આરતી’
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા પુત્રી વામિકા સાથે ઋષિકેશ પહોંચ્યા હતા. ઋષિકેશ માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વામિકા સાથે ગંગા આરતી કરી હતી.
મળેલી માહિતી અનુસાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલ બ્રેક પર છે. હાલ સોમવારે વિરાટ કોહલી બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે ઋષિકેશ પહોંચ્યો હતો. ઋષિકેશમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દયાનંદ આશ્રનમાં પણગયા હતા.
વિરાટ પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે ઋષિકેશમાં રોકાયા છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પુત્રી વામિકા સાથે ગંગા આરતી પણ કરી હતી.
મંગળવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આશ્રમમાં ધાર્મિક અનુષ્ઠાન કર્યા. આશ્રમના જનસંપર્ક અધિકારી ગુણાનંદ રાયાલે જણાવ્યું કે, બ્રહ્મલિન દયાનંદ સરસ્વતી અને પહોંચ્યાની સમાધિના દર્શન કર્યા.
મળેલી માહિતી અનુસાર ગંગા ઘાટ પર કોહલી, અનુષ્કા અને વામિકાએ ગંગા આરતી કરી હતી. વિરાટ અનુષ્કાની સાથે તેમના યોગ ટ્રેનર પણ આશ્રમમાં રોકાયા છે.
મળેલી માહિતી મુજબ મંગળવારે સવારે યોગ કર્યા બાદ વિરાટ અને અનુષ્કા આશ્રમમાં સાર્વજનિક ધાર્મિક અનુષ્ઠાન પણ કરશે. તેઓ મંગળવારે સાંજે પણ આશ્રમમાં જ રહેશે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ પહેલા વૃંદાવન ગયા હતા. વૃંદાવનમાં તેમણે મંદિરના દર્શન પણ કર્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા અગાઉ પણ અનેક વાર શુભ પ્રસંગોએ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે.
ટ્વિટર પર કોહલીએ તાજેતરમાંજ એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં ફક્ત તેઓ જ દેખાય છે. આ ફોટો પણ ઋષિકેશનો જ છે.