માંની મમતા અને પિતાની ક્ષમતાનો ક્યારેય અંદાજો ન લગાવી શકાય ! દિવ્યાંગ પિતા પોતાના સંતાનને શાળાએ મુકવા…વિડીયો જોઈ ભાવુક થશો

માંની મમતા અને પિતાની ક્ષમતાનો ક્યારેય અંદાજો ન લગાવી શકાય ! દિવ્યાંગ પિતા પોતાના સંતાનને શાળાએ મુકવા…વિડીયો જોઈ ભાવુક થશો

દુનિયાનો સૌથી મોટો માતા-પિતા અને સંતાનોનો માનવામાં આવે છે કારણ કે માતા-પિતા કોઈ પણ મુશ્કેલી સહન કરીને પોતાના સંતાનોને ગમે તેવી પરિસ્થિતિમાં આગળ વધારવાનું વિચારતા હોય છે. તેવો એ પણ નથી વિચારતા કે તેને આ માટે કેટલી મેહનત કરવી પડશે તે ફક્ત એટલું જ જુએ છે કે તેનો સંતાન આગળ વધીને તેઓનું નામ રોશન કરે. બાળપણથી લઈને જ્યા સુધી આપણે મોટા ના થઇ જાયે ત્યાં સુધી માતા-પિતા આપણા માટે ખુબ મેહનત કરતા હોય છે.

એવામાં સોશિયલ મીડિયા પર એક આવો જ વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા પછી તમે પણ ભાવુક થશો. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક પિતા પોતાના સંતાનોને પોતાની ગાડીમાં બેસાડી સ્કૂલે મુકવા જઈ રહ્યા છે.

ઘણી વખત સોશિયલ મીડિયા પર આપણે માં સાથે જોડાયેલ અનેક વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે.એવામાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે એક વ્યક્તિ એવો પણ હોય છે જે ગુમનામીમાં પોતાનો સબંધ નિભાવતો હોય છે. જે પિતા છે.

હાલ પિતા સાથે જોડાયેલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે એક દિવ્યાંગ પિતા પોતાના સંતાનોને સાઇકલ પર બેઠાડીને સ્કૂલે મુકવા જતો જોઈ રહ્યા છીએ. આ વિડીયો જોયા પછી દરેક વ્યક્તિ ભાવુક થયા હતા કારણ કે પિતા પોતે દિવ્યાંગ છે તેમ છતાં પોતાના સંતાનોના ભવિષ્ય માટે કેટલો સંઘર્ષ કરી રહ્યા છે તે જોવાની વાત છે.જણાવી દઈએ કે આ વિડીયો ટ્વીટર પર વાયરલ થઇ રહ્યો છે જે IAS ઓફિસર SONAL GOEL નામની યુવતીએ પોતાના હેન્ડલર પર શેર કર્યો હતો.

 

આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે, એટલું જ નહીં લોકોને આ વિડીયો એટલો બધો પસંદ આવ્યો છે કે વિડીયો પર લગભગ 10 લાખથી પણ વધારે લાઈક આવી ચુકેલી છે.વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો ખુબ ભાવુક થયા હતા, જેમાં એક યુઝરે આ વિડીયો જોઈને કમેન્ટમાં લખ્યું કે ‘દુનિયાનું સૌથી અઘરું કામ છે કે માની મમતા અને પિતાની ક્ષમતાનો અંદાજો લગાવો.’ જયારે બીજો એક યુઝર જણાવે છે કે વિડીયો નોર્મલ હોવા છતાં તે હદયસ્પર્શી જાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *