Viral video : 10 વર્ષના છોકરાની ઈમોશનલ સ્ટોરી સાંભળી આનંદ મહિન્દ્રા પણ ભાવુક થયા, મદદ કરવાની આપી ખાતરી

Viral video : 10 વર્ષના છોકરાની ઈમોશનલ સ્ટોરી સાંભળી આનંદ મહિન્દ્રા પણ ભાવુક થયા, મદદ કરવાની આપી ખાતરી

Viral video : સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દશ વર્ષનો છોકરો મજબૂરીમાં સ્ટોલ પર કામ કરી ગુજરાન ચલાવે છે. આ છોકરાની માર્મિક કહાની સાંભળી જાણીતા ઉદ્યોગપતિએ તેની મદદ કરવાનો વાયદો કર્યો છે.

Viral video જસપ્રિત નામના આ છોકરાના પિતા નાની ઉંમરમાં જ બીમારીને કારણે મૃત્યુ

Viral video : જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક બાળકની મદદ માટે હાથ લંબાવ્યો છે. દિલ્લીમાં રહેતો માત્ર 10 વર્ષનો આ છોકરો સ્ટોલ લગાવી પોતાનું ગુજરાન ચલાવે છે. જસપ્રિત નામના છોકરાની કહાની ભલ ભલાને પીગળાવી દે તેવી છે. તેના ઘરના હાલાત એવા ઉભા થયા છે કે તેને ભણવાની ઉંમરમાં મજૂરી કરવી પડી રહી છે.

આ પણ વાંચો : Har har mahadev : ગુજરાતનું એવું શિવલિંગ જેના ચારેય દિશામાંથી થાય છે દર્શન, ભારતમાં માત્ર બે જ આવા મંદિર

Viral video : જસપ્રિત નામના આ છોકરાના પિતા નાની ઉંમરમાં જ બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે. તેની માતા તેને મૂકીને પિયર ચાલી ગઈ છે. જેથી આ છોકરાને મજબૂરીમાં દશ વર્ષની ઉંમરમાં કામ ધંધે લાગવું પડ્યું છે. જસપ્રિતની ઉપર તેની એક મોટી બહેનની પણ જવાબદારી છે. જેથી તે દિલ્લીના તિલકનગર વિસ્તારમાં એક સ્ટોલ લગાવી ચિકનરોલ, એગ રોલ, ચાઉમીન જેવી વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે.

Viral video : ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું આ છોકરા પર ધ્યાન ત્યારે ગયું જ્યારે એક ફૂડ બ્લોગરે જસપ્રિતની કહાની વાયરલ કરી. આથી આનંદ મહિન્દ્રાએ તે છોકરાનો વીડિયો શેર કરી લખ્યું કે”જો કોઈની પાસે આ છોકરાનો કોન્ટેક્ટ નંબર હોય તો શેર કરો, મહિન્દ્રા ફાઉન્ડેશનની ટીમ તે જાણવાનો પ્રયાસ કરશે કે તેઓ આ છોકરાના ભણતર માટે કેવી રીતે સપોર્ટ કરી શકે છે”

દિલ્લીના તિલકનગરનો આ છોકરો તેના કાકાના ઘરે રહે છે. તેની માર્મિક કહાની મુજબ તેને નાની ઉંમરમાં જ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એટલા માટે જ આનંદ મહિન્દ્રાએ જસપ્રિતની ઈમોશનલ કહાની સાંભળી તેની મદદ કરવાનો નિર્ણય લીધો છે. મહિન્દ્રાએ આ છોકરાને સાહસનો પ્રતીક ગણાવ્યો છે.

more article : Astro Tips : શુક્રવારે કરો આ 3 સરળ પણ ચમત્કારી કામ, અચાનક ધન લાભ થવાના સર્જાશે યોગ….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *