Viral Video : છોકરી પરણી કે વસ્તુઓ ! 1.25 કિલો સોનું, 1 કરોડ રોકડા-1 મર્સિડીઝ લીધી, માયરામાં વાંચ્યું લિસ્ટ..

Viral Video : છોકરી પરણી કે વસ્તુઓ ! 1.25 કિલો સોનું, 1 કરોડ રોકડા-1 મર્સિડીઝ લીધી, માયરામાં વાંચ્યું લિસ્ટ..

Viral Video  : નોઈડામાં એક યુવાને તેની થનારી પત્ની પાસેથી દહેજમાં 1.25 કિલો સોનું, 1 કરોડ રોકડા અને 1 મર્સિડીઝ સહિતની ઘણી વસ્તુઓ લીધી હતી.નોઈડાના એક લગ્ન બન્યાં ચર્ચાસ્પદદુલ્હાએ દહેજમાં લીધું 1.5 કિલો સોનું, 1 કરોડ રોકડા અને 1 મર્સિડીઝ માંડવામા વરપક્ષે દહેજનું આખું લિસ્ટ વાંચી સંભળાવ્યું

દેશમાં દહેજ પ્રથાને નાબૂદ કરવા માટે ઘણા અભિયાનો શરૂ કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ આજે તે જેમ તેમ યથાવત છે તેમા કોઈ ફર્ક પડ્યો હોય તેમ લાગતું નથી. લોકો જરા પણ વિચાર કર્યાં વગર દુલ્હનના પરિવાર પાસેથી ના પૂરી શકે તેવી ડિમાન્ડ કરતાં હોય છે પરંતુ દીકરીના બાપે ખૂબ જ લાચારીથી આવી ન પૂરી થઈ શકે તેવી માગ પૂરી કરવી પડતી હોય છે કારણ કે દીકરીના ભવિષ્યની વાત છે. આવા દહેજભૂખ્યા પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં દુલ્હાના પરિવારે માગવામાં કંઈ બાકી રાખ્યું નથી.

દુલ્હા પક્ષે દહેજમાં શું શું માગ્યું

Viral Video : દુલ્હાના પરિવારે દુલ્હન પાસેથી 1.25 કિલો સોનું, 1 કરોડ રોકડા અને 1 મર્સિડીઝ સહિતની ઘણી વસ્તુઓ માગી હતી. માંડવામા વરપક્ષે દહેજનું આખું લિસ્ટ વાંચી સંભળાવ્યું હતું અને આટલી આટલી વસ્તુઓ હાજર કરવાનું કહ્યું હતું. આ વ્યક્તિનું કહેવું છે કે, સામાનની યાદીમાં મર્સિડીઝ ઇ ક્લાસ કાર, ટોયોટા ફોર્ચ્યુનર, 1.25 કિલોથી વધુ સોનું અને 7 કિલો ચાંદીનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, કાર્યક્રમમાં કહેવામાં આવ્યું છે કે દુલ્હન પક્ષે 1 કરોડ રોકડા પણ આપવા પડશે.

 

View this post on Instagram

 

A post shared by _ (@gujjar_boy_page__)

વીડિયો થયો વાયરલ

Viral Video : દહેજની યાદી વાંચી સંભળાવી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને લોકો ભારે આઘાત પામ્યાં હતા અને વરપક્ષને ઝૂડી નાખતાં કહ્યું કે તેમણે તેમનો દીકરો છોકરી સાથે પરણાવ્યો છે કે વસ્તુઓ સાથે.

આ પણ વાંચો : BAPS Hindu Mandir : PM મોદી આજથી બે દિવસ UAEના પ્રવાસે, કરશે પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન, જાણો શેડ્યૂલ…

દહેજમાં ફોર્ચ્યુનર ન આપતાં લગ્ન તૂટ્યાં

ગ્રેટર નોઈડામાં એક લગ્ન ફક્ત એટલા માટે તૂટી ગયા કારણ કે વરરાજાની માતાને દહેજમાં ફોર્ચ્યુનર કારથી ઓછી કિંમત મંજૂર નહોતી. લગ્ન જીવનની એક સાઇટ દ્વારા નક્કી થયેલા આ લગ્ન તૂટી ગયા કારણ કે વરરાજાની માતાએ લગ્નના એક અઠવાડિયા પહેલા જ દહેજમાં ફોર્ચ્યુનર કારની માંગ કરી હતી. યુવતીના પક્ષે આરોપી વરરાજા, તેના માતા-પિતા, બહેન અને સાળા સામે કેસ દાખલ કર્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Viral Video
Viral Video

 

નોઈડાની બીજી ઘટના, ફોર્ચ્યુનર ન આપતાં લગ્ન તોડ્યાં

Viral Video : સેક્ટર ડેલ્ટાના રહેવાસીના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે તેમની પુત્રીએ ગુરુગ્રામ નિવાસી હેમંત સાથે લગ્ન સ્થળ દ્વારા લગ્નની પુષ્ટિ કરી હતી. સંબંધ નક્કી કરતી વખતે હેમંત અને તેના પરિવારે કહ્યું હતું કે તેઓ લગ્નમાં કોઈ દહેજ લેશે નહીં. યુવતી તરફથી સંબંધ નક્કી કરીને એક રિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા પૈસા ખર્ચાયા હતા. લગ્નની તારીખ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડેના રોજ નક્કી કરવામાં આવી હતી. આખો પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યો હતો.

 

સગાંસંબંધીઓને આમંત્રણો મોકલવામાં આવ્યાં હતાં. હવે અચાનક હેમંતની માતા મધુએ યુવતીના પક્ષ સામે દહેજની માંગણી મૂકી હતી. હેમંતની માતાએ કહ્યું કે તેના 10 સંબંધીઓ માટે સોનાની વીંટી આપવી પડશે. 51 સંબંધીઓને કપડા આપવા પડશે. 11 લાખ રૂપિયા અને ફોર્ચ્યુનર ગાડીની ચૂકવણી કરવી પડશે. જ્યારે તેઓએ માંગ પૂરી કરવાની ના પાડી તો મધુએ લગ્ન કરવાની ના પાડી દીધી.

more article : Viral video : પુણેમાં આવ્યું મચ્છરોનું વાવાઝોડું,શહેરના ચોંકાવનારા વીડિયો આવ્યા સામે….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *