વાંદરા એ કરી વાંદરાગિરી આરામ કરી રહેલ ડોગી ને હેરાન કરવામાં ના છોડી કોઈ કસર બિચારો ડોગી રડી પડ્યો,,જુઓ વિડીયો.
દુનિયાભરમાં વાંદરો એક એવું જાનવર છે કે જે પોતાના સ્વભાવને લઈને ખાસ જાણીતો છે. વાંદરાઓ એવા હોય છે કે જે માનવ વસ્તીમાં આવી ચડતા હોય છે અને લોકોને પણ ક્યારેક હેરાન પરેશાન કરી મૂકતા હોય છે અને તે જે જંગલમાં અથવા તો વૃક્ષો ઉપર રહે છે ત્યાં વસતા બીજા અન્ય પશુ પ્રાણીઓને પણ હેરાન પરેશાન કરી દેતા હોય છે.
ક્યારેક લોકોના હાથમાંથી પણ વાંદરાઓ આવીને અનેક વસ્તુઓ છીનવી જતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે. જેમાં એક વાંદરો બે ડોગીઓને એટલો બધો હેરાન કરે છે કે એક ડોગી રડવા લાગે છે. વીડિયોની વાત કરવામાં આવે તો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે કૂતરો એક ખૂણામાં આરામ કરી રહ્યો છે જ્યારે અચાનક વાંદરો ત્યાં આવી પહોંચ્યો.
આવતાની સાથે જ તેણે ડોગી ના પગ ખેંચવાનું શરૂ કર્યું અને ક્યારેક તેના ગાલ પર મારવાનું શરૂ કર્યું. વાંદરાની ક્રિયા જોઈને કૂતરો એવી પ્રતિક્રિયા આપે છે કે જાણે બિચારો રડવા લાગ્યો હોય. પરંતુ વાંદરો આટલી વાતમાં પણ સહમત થતો નથી. તે ફરી પાછો ફર્યો અને પછી તેને કમર પર મારવા લાગ્યો. કૂતરાને પરેશાન કરતો વાંદરોનો આ વીડિયો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ જોવા મળી રહ્યો છે.
તેને Instagram પર animals_powers નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. લોકોએ પણ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે. આવા અનેક જંગલી પશુ-પ્રાણીઓ સાથે સંકળાયેલા વિડીયો આપણને રોજબરોજ સોશિયલ મીડિયા પર નિહાળવા મળે છે. આ વિડીયો જોઈ ને લોકો ખુબ જ મનોરંજન મેળવી રહ્યા છે.